રોજ 1-2 ચમચી ખાવ દેશી ઘી, થશે અઢળક ફાયદા

વજન ઘટાડી રહેલા લોકો એ દેશી ઘીનો તેમના ખોરાકમાં ઉપયોગ નથી કરતા, કારણ કે તેમને એવું લાગે છે કે દેશી ઘી ખાવાથી તેમનું વજન વધી શકે છે અથવા સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરંતુ આ માન્યતા ખોટી છે દેશી ઘી ખાવાથી તમે જલ્દીથી તમારું વજન ઘટાડી શકો છો.

ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે-

તે એક પ્રકારની સંતૃપ્ત ચરબી છે જે યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટરો પણ કહે છે રોજ 2-3 ચમચી ઘી આહારમાં સામેલ કરવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે ઘી કેવી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

૧. ચરબી-દ્રાવ્ય વિટામિનથી ભરપૂર

Image result for 5 Reasons you should turn to Desi Ghee for weight loss

દેસી ઘી ચરબી-દ્રાવ્ય વિટામીન એ, ડી, ઇ અને કે થી ભરપૂર છે. વિટામિન એ અને ઇ એન્ટી ઑક્સિડન્ટ્સ છે, વિટામિન કે લોહીના ગંઠનનું નિયમન કરે છે અને ડી હાડકાને મજબૂત કરે છે.

૨. એમિનો એસિડ્સ ધરાવે છે

ડોકટરો માને છે કે ઘીમાંથી આવશ્યક એમિનો એસિડ મેળવી શકાય છે જે શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે અને કોશોમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે. તેથી વજન ઓછું કરવા માટે ઘીને આહારમાં જરૂરથી સામેલ કરવું જોઈએ.

૩. ઇમ્યુનિટી વધારે છે

ઘીમાં એન્ટીઑકિસડન્ટ્સનું પ્રમાણ ભરપૂર માત્રા હોય છે જે સ્નાયુને મજબૂત કરે છે અને મોસમી એલર્જીથી દૂર રાખે છે. ઘી નો દૈનિક ધોરણે ઉપયોગ કરવામાં એકાગ્રતા વધે છે.

૪. પાચનશક્તિ મજબૂત બને છે

ઘી શરીરની ઘણી સમસ્યાવે દૂર કરવામાં મદદ કરે છે અને તેમાંથી એક છે પાચનશક્તિ. ઘી તમારા શરીરમાં લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે અને ખોરાકને પચવામાં સરળ બનાવે છે. તે શરીરમાં થતી બળતરા પણ અટકાવે છે અને નિયમિત રીતે ઉપયોગમાં લેવામાં આવે તો, તે કેન્સરની સામે રક્ષણ આપે છે.

૫. ઔષધીય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે

આયુર્વેદમાં ઘીના ઘણા બધા ઔષધીય ગુણધર્મો લખેલા છે. ઘી ભૂખને ઉત્તેજિત તો કરે જ છે કરે છે પણ સાથે સાથે તે સારા શોષણમાં પરિણમે છે.

ઘીને આપણા ડાયટમાંથી નીકળતા પેહલા એના આ ફાયદાઓ વિષે એક વાર જરૂરથી વાંચી લેવા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી