આપણે જ્યારે પણ દેશપ્રેમ અને દેશસેવાની ચર્ચાઓમાં નાની વાતે દલીલો પર ઉતરી જઈએ છીએ ત્યારે આપણાં મિત્રોમાંથી કોઈ તો બોલે જ છે, કે કેમ કોઈ નેતા કે રાજકારણીના પરિવારમાંથી કોઈ સરહદ પર નથી જતું? કોઈ તો એવોય આક્ષેપ મૂકતાં હોય છે કે દરેકે ઘરમાંથી ઓછાંમાં ઓછું એક વ્યક્તિ પછી ભલે એ દીકરો હોય કે દીકરી, દેશની સેવામાં સરહદે મોકલાય એવો નિયમ હોવો જોઈએ. આ બધી ચર્ચાઓને એક તરફ મૂકી દેવાનું મન થશે જ્યારે તમે આ સાહસિક યુવતી શ્રેયશી વિશે જાણશો.
શ્રેયશી આર્મીની મેડિકલ સર્વિસના MOBC 224ના અભ્યાસને સફળતાપૂર્વક કરીને કેપ્ટન બની છે. જાણીએ તે હકીકતે છે કોણ અને કોની દીકરી છે. ઉત્તરાખંડના જાણીતા સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલ શ્રી રમેશ પોખરિયાલની દીકરી છે. તેઓ પોતાની પુત્રી પર ખૂબ જ ગર્વ કરી રહ્યા છે તેનું કારણ જાણીને આપને પણ ચોક્ક્સ ગર્વ થશે.
પોતની પુત્રીને લઈને ગૌરવથી પિતાએ જણાવ્યું હતું કે તેમની ઇચ્છા હતી કે અમારા પરિવારમાંથી કોઈ ડિફેન્સ સર્વીસ જોઈન કરે. કેમ કે આજ સુધી અમારામાંથી કોઈએ દેશસેવાનું આ રીતે યુનિફોર્મ પહેરીને કામ કર્યું નથી. મારી દીકરીએ અમને સૌને ખૂબ ખુશી આપી છે!