દેશની સેવા કરવા કાજે લાખો રૂપિયાની નોકરી છોડી આર્મીમાં જોડાઈ,પિતા હતા CM…

આપણે જ્યારે પણ દેશપ્રેમ અને દેશસેવાની ચર્ચાઓમાં નાની વાતે દલીલો પર ઉતરી જઈએ છીએ ત્યારે આપણાં મિત્રોમાંથી કોઈ તો બોલે જ છે, કે કેમ કોઈ નેતા કે રાજકારણીના પરિવારમાંથી કોઈ સરહદ પર નથી જતું? કોઈ તો એવોય આક્ષેપ મૂકતાં હોય છે કે દરેકે ઘરમાંથી ઓછાંમાં ઓછું એક વ્યક્તિ પછી ભલે એ દીકરો હોય કે દીકરી, દેશની સેવામાં સરહદે મોકલાય એવો નિયમ હોવો જોઈએ. આ બધી ચર્ચાઓને એક તરફ મૂકી દેવાનું મન થશે જ્યારે તમે આ સાહસિક યુવતી શ્રેયશી વિશે જાણશો.
શ્રેયશી આર્મીની મેડિકલ સર્વિસના MOBC 224ના અભ્યાસને સફળતાપૂર્વક કરીને કેપ્ટન બની છે. જાણીએ તે હકીકતે છે કોણ અને કોની દીકરી છે. ઉત્તરાખંડના જાણીતા સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલ શ્રી રમેશ પોખરિયાલની દીકરી છે. તેઓ પોતાની પુત્રી પર ખૂબ જ ગર્વ કરી રહ્યા છે તેનું કારણ જાણીને આપને પણ ચોક્ક્સ ગર્વ થશે.આ સાહસિક યુવતી શ્રેયશીએ સેના માટે પોતાની લાખોની નોકરી છોડીને યુદ્ધમાં ઘાયલ થયેલ સૈનિકોની સારવાર કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ શ્રેયસીએ પોતાના નાનપણનું તબીબ બનવાનું સ્વપ્ન તો સાકાર કર્યું સાથે દેશસેવાની નિષ્ઠાને ધ્યાનમાં લઈને એક અનોખો નિર્ણય લીધો હતો. તેને તેના અભ્યાસ બાદ મોરેશિયસની એક આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ યૂનિવર્સિટીમાં સારા એવા પેકેજ સાથેની નોકરી મળી ગઈ હતી, પરંતુ તેણે વધુ આગળ અભ્યાસ કર્યો અને બે વર્ષ પહેલા મિલિટ્રીની ટ્રેઈનિંગ લેવાની તૈયારીઓ કરી. આને પરિણામે તેની તેનાતી રૂડકીના આર્મી હોસ્પિટલમાં થઈ છે, જ્યાં તેણી યુદ્ધમાંથી ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરી રહી છે.
પોતની પુત્રીને લઈને ગૌરવથી પિતાએ જણાવ્યું હતું કે તેમની ઇચ્છા હતી કે અમારા પરિવારમાંથી કોઈ ડિફેન્સ સર્વીસ જોઈન કરે. કેમ કે આજ સુધી અમારામાંથી કોઈએ દેશસેવાનું આ રીતે યુનિફોર્મ પહેરીને કામ કર્યું નથી. મારી દીકરીએ અમને સૌને ખૂબ ખુશી આપી છે!