જલ્સા કરોને જેંતીલાલ

દેશની એકમાત્ર શાર્પ શૂટર ટ્રેઇનર, જે કમાંડોને ટ્રેઇનિંગ આપવાનો એક રૂપિયો પણ ચાર્જ નથી કરતી

ભારતની એકમાત્ર મહિલા કમાન્ડો ટ્રેનર દુનિયાની એ 10 મહિલામાં સામેલ છે જેને બ્રુસલીનું માર્શલ આર્ટ આવડે છે… 

દેશની સુરક્ષામાં તૈનાત સૈન્ય કર્મિઓને કમાંડો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.દેશભરમાં મહિલા કમાંડોની સંખ્યા પણ ખૂબ ઓછી છે ત્યાં જ એક મહિલા એવા પણ છે જે સ્પેશિયલ કમાંડો ટ્રેનરનાં રૂપમાં ઓળખાય છે. ભારતમાં તેમને સુપર વુમન પણ કહેવામાં આવે છે.

આજે અમે આ લેખના માધ્યમથી આવી જાબાજ મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું નામ ડો.સીમા રાવ છે અને તે દેશની પ્રથમ અને એકમાત્ર મહિલા કમાંડો ટ્રેનર છે.

‘કમાન્ડો’ શબ્દ સાંભળતા સૌથી પહેલા તો આપણાં મનમાં સૌથી પહેલા તો કોઈ પુરુષનું ચિત્રઅંકિત થશે. પરંતુ સીમા રાવ તેના અપવાદ છે. અથવા તો જો કહીએ તો તે અપવાદથી એક પગલું આગળ છે. તેઓ દેશની પહેલી મહિલા કમાન્ડો ટ્રેનર છે જે છેલ્લા 20 વર્ષથી સેનાના જવાનોને મફત તાલીમ આપે છે.

સીમા દુનિયાની એ 10 મહિલાઓ પૈકીની એક છે, જેને બ્રુસ લી દ્વારા ટ્રેન કરવામાં આવી છે. અનોખી માર્શલ આર્ટ ‘જીત કુન ડો’માથી તેને પ્રશિક્ષણ પ્રાપ્ત થયુ છે. ઉપરાંત, ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોને તાલીમ આપતી સીમાને માર્શલ આર્ટ્સમાં બ્લેક બેલ્ટ પણ પ્રાપ્ત થયેલ છે.

49 વર્ષના સીમા છેલ્લા 20 વર્ષથી વગર સરકારી મદદે ફતમાં આર્મી એરફોર્સ અને નેવી સહિત પેરા મિલટ્રીનાં કમાંડોને ટ્રેનિંગ આપી રહ્યાં છે. એમનું નામ એ દસ ચુનંદા મહિલાઓમાં આવે છે, જેને’જીત કુન ડો’ માર્શલ આર્ટ આવડે છે.

તેને બ્રુસલીએ ઈજાત કર્યુ હતુ. ડો.રાવ સશસ્ત્ર બળોનાં જવાનોને રિફ્લેક્સ ફાયર એટલે અડધા સેકંડમાં કોઈને શૂટ કરી દેવાની ટ્રેનિંગ આપવા માટે પણ ઓળખાય છે.

સીમાનાં પતિ મેજર દીપક રાવે પણ તેમના કામમાં પોતાની ભાગીદારી નિભાવી છે. જેને ભારતીય રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પદકથી સમ્માનીત કર્યા. સીમાનો જન્મ ભારતનાં એક સ્વતંત્રતા સેનાની પ્રોફેસર રમાકાંતને ત્યાં થયો હતો.

સીમા રાવ માર્શલ આર્ટસમાં 7th-degree બ્લેક બેલ્ડ મેળવનાર એકમાત્ર મહિલા કમાંડો ટ્રેનર છે.સીમા એક કોમ્બેકટ શૂટિંગ ઇંસ્ટ્રક્ટર,ફાયર ફાઈટર, સ્કૂબા ડ્રાઈવર પણ છે.

તે રોક ક્લાઈમ્બિંગમાં એચએમઆઈ ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂક્યાં છે. ૪૯ વર્ષની ડો.સીમાનો જન્મ મુંબઈનાં બાંદ્રામાં થયો હતો. તેમના મહિલાઓની સુરક્ષા પર ઘણા લેખ પ્રકાશિત છે.

સીમા અને દીપકની એક માર્શલ આર્ટ અકાદમી પણ છે.આ અકાદમીમાં ભારે સંખ્યામાં લોકો માર્શલ આર્ટની ટ્રેનિંગ લેવા આવે છે.સીમાની આ અકાદમીની પાછળની કહાનીને લઈને જણાવાયું કે તે અને તેના પતિ વિના કોઈ સરકારી મદદથી સેનાને ટ્રેનિંગ આપવાનું કામ આગળ પણ ચાલું રાખવા માગતા હતા, પરંતુ અમારે સામે ઘર ચલાવવાની મજબૂરી પણ હતી. એટલે અમે બન્નેએ મળીને મુંબઈમાં એક માર્શલ આર્ટ ટ્રેનિંગ અકાદમી શરૂ કરી દીધી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version