રેગ્સ ટુ રીચ – દેશના ધનાડ્ય આન્તરપ્રિન્યોર.

ભારતના આ બિઝનેસ ટાઇકૂન્સે શૂન્યમાંથી શરૂઆત કરી અને અનંત સુધી પહોંચી ગયા.

દેશની મોટી મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ, ટાટા અને આ ઉપરાંત પણ બીજી ઘણી બધી કંપનીઓના માલિકને કશું જ વારસામાં નહોતું મળ્યું તેમણે શરૂઆતથી જ એકડો ઘૂટવો પડ્યો હતો. જો કે ટાટા અને રિલાયન્સનીતો હવે બીજી પેઢી પણ બિઝનેસમાં આવી ગઈ છે અને પોતાના પિતાનો વારસો આગળ વધારી રહ્યા છે.

ભારતમાં આજે ઘણીબધી નવી કંપનીઓ આકાર લઈ રહી છે યુવાનો હવે કરોડો રૂપિયાની નોકરી છોડીને પોતાનો જ બિઝનેસ વિકસાવવાનું સાહસ કરવા લાગ્યા છે. અને દેશના દનાઢ્ય બિઝનેસમેનોની યાદીમાં સ્થાન પામી રહ્યા છે.

સન ફાર્માના સ્થાપક દિલીપ સંઘવી

તેવું જ એક નામ છે સન ફાર્માના ફાઉન્ડર દિલીપ સંઘવીનું. તેમણે શૂન્યમાંથી સર્જન કરી કરોડો રૂપિયાની કંપની ઉભી કરી છે.

ઇન્ડિયાઝ રિચેસ્ટમેનની યાદીમાં તેમનો 9મોં ક્રમાંક છે.

તેમની કુલ આવક છે 12.1 અબજ ડોલરની.

દિલીપ સંઘવી સન ફાર્માના ફાઉન્ડર છે. તેમણે સન ફાર્માને ભારતની સૌથી મોટી દવાની કંપની બનાવી દીધી છે. આજે કોઈ પણ શેર હોલ્ડર પાસે સન ફાર્માના શેર હોવા એ એક ગર્વની વાત છે. લોકો સન ફાર્મામાં ઇનવેસ્ટ કરવા માટે પડાપટી કરે છે. તે એક વિશ્વસનિય કંપની છે ખાસ કરીને શેરધારકોમાં.

ગુજરાતના અમરેલીમાં જન્મેલા દિલીપ સંઘવીએ પોતાના સાથી પ્રદીપ ઘોષ સાથે સન ફાર્માની સ્થાપના કરી હતી. તેમને 2016માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજમાં આવ્યા હતા.

આચાર્ય બાલકૃષ્ણ

ભારતના ધનાઢ્ય લોકોમાં તેમનું 19મું સ્થાન છે.

તેમની કુલઆવક (નેટવર્થ) – 6.55 અબજ ડોલર છે.

તેમનું નામ ફોર્બ્સની યાદીમાં 2016માં પણ સમાવવામાં આવ્યું હતું. તેમણે પોતાના નાનપણના મિત્ર અને યોગ ગુરુ તરીકે વિશ્વમાં ખ્યાતનામ એવા રામદેવ સાથે 2006માં પતંજલિ આયુર્વેદની સ્થાપના કરી હતી. હાલ આચાર્ય બાલકૃષ્ણ પાસે પતંજલિના 97 ટકા શેર છે જ્યારે રામદેવ પાસે કોઈ જ શેર નથી. તાજેતરની ફોર્બ્સની યાદીમાં તેમનો 19મો ક્રમાંક છે.

પેટીએમના મેનેજિંગ ડિરેક્ટર વિજય શેખર.

તેમનો ભારતના ધનાઢ્ય લોકોની યાદીમાં 99મો ક્રમાંક છે.

તેમની નેટવર્થ છે 1.47 અબજ ડોલર.

પેટીએમના ફાઉન્ડર વિજય શર્મા એક ખુબ જ સામાન્ય કુટુંબમાંથી આવેલા છે. તેમણે પોતાનો અભ્યાસ હિન્દી મિડિયમમાં કરેલો છે અને તેઓ પણ ભારતના મોટા ભાગના નાગરીકોની જેમ ઇંગ્લિશમાં નબળા હતા.

તેઓ પોતાની આ નબળાઈ દૂર કરવા હંમેશા કોઈપણ પુસ્તક બે ભાષામાં ખરીદતા જેથી કરીને તેઓ અંગ્રેજી શીખી શકે.

તેમણે પેટીએમની સ્થાપના કરતાં પહેલાં એક્સેસ અને વન97 નામની કંપનીઓ પણ બનાવી હતી. અને તે પાછળ પોતાની બધી જ મૂડી લગાવી દીધી હતી. તેમના ભાગીદારો તેમને અધવચ્ચે જ છોડીને જતાં રહ્યા. ગયા વર્ષે દિવાળીમાં થયેલા ડિમોનીટાઈઝેશનનો સૌથી વધારે લાભ જો કોઈ કંપનીને મળ્યો હોય તો તે પેટીએમ છે.

 

કિરણ મજુમદાર

તેણીનું સ્થાન ભારતના ધનાઢ્ય લોકોની યાદીમાં 72માંક્રમે છે.

તેમની નેટવર્થ છે 2.16 અબજ ડોલર

તેમણે બાયોકોન નામની કંપની સ્થાપી છે. કિરણ મજુમદાર બેંગલુરુના એક ગુજરાતી ફેમેલિમાં જન્મ્યા હતા. તેમણે જીયોલોજીમાં સ્ટડી કર્યો છે. તેમની ઇચ્છા તો ડોક્ટર બનવાની હતી પણ સ્કોલરશિપ નહીં મળતાં તેમણે પોતાની લાઈન બદલવી પડી.

જીયોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના પિતાની સલાહ માનીને આયર્લેન્ડની બાયોકોન લિમિટેડમાં નોકરી કરી અને છેવટે 1978માં ભારત પાછા આવી પોતે જ બાયોકોન કંપનીની સ્થાપના કરી.

તેમણે પોતાની કંપનીની શરૂઆત માત્ર 10000 રૂ.ની મૂડી સાથે અને તે પણ ભાડાના મકાનમાં કરી હતી. અને આજે તેમનું એક મોટું સામ્રાજ્ય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ