જાણો દેશમાં બનતી ત્રણ કોરોનાની રસીનું કામ હાલમાં કયા સ્ટેજમાં ચાલી રહ્યું છે, સાથે જાણો આ 3 રસીની A TO Z માહિતી

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે હવે વિદેશમાં અને ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી રસી પર લોકોની મીટ મંડાયેલી છે. સાથે જ લોકોના મનમાં ભારતમાં બનતી રસી પર કામ ક્યાં પહોંચ્યું તે અંગે પણ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે તેવામાં શનિવારે વડાપ્રધાન મોદી ખુદ ભારતમાં જે ત્રણ કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરી રહી છે તેની મુલાકાતે પહોંચશે. આ મુલાકાતની શરૂઆત તેમણે અમદાવાદની ઝાયડસ કેડિયા કંપનીથી કરી હતી.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલા પાર્ક પહોંચ્યા હતા અને રસી પર કામ કરતા વૈજ્ઞાનિકોને મળ્યા હતા. તેઓ આ મુલાકાત બાદ હૈદરાબાદ અને પુણેની સીરમ ઈંસ્ટીટ્યુટ ખાતે પણ જશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત બાદ દેશભરમાં ચર્ચાઓ એ વાતની પણ તેજ થઈ છે કે આ ત્રણ કંપનીમાં બનતી રસી પર કયા સ્ટેજનું કામ ચાલી રહ્યું છે.

image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ઝાયડસ કેડિલા પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. આ ત્રણ કેન્દ્રોમાં કોરોના વાયરસની રસી વિકસાવવામાં આવી રહી છે. તેમાંથી સીરમ ઈંસ્ટીટ્યૂટની રસી ફેબ્રુઆરી 2021 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ત્યારે જાણી લો કે દેશમાં કઈ કંપની કોરોનાની રસી કયા સ્ટેજમાં છે.

image source

ઝાયડસ કેડિયા કોરોના માટે ઝાયકોવ-ડી રસી પર કામ કરી રહી છે. આ રસી કંપનીના ચાંગોદર પ્લાંટમાં તૈયાર થઈ રહી છે. અહીં રસી પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઝાયડસ રાજ્યની એવી કંપની છે જે આંતરરાષ્ટ્રીય સ્તેર નામના ધરાવે છે. વડાપ્રધાનની મુલાકાત સાથે ઝાયડસની રસી માટે ચર્ચા ચાલી રહી છે કે જો રસીના હ્યુમન ટ્રાયલ માટેની મંજૂરી કંપનીને મળી હશે તો તેની સત્તાવાર જાહેરાત વડાપ્રધાન મોદી આ મુલાકાત બાદ કરશે.

image source

બીજી રસી તૈયાર થઈ રહી છે પુણે ખાતે. અહીં કોવિશીલ્ડ નામની રસી પર કામ ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની રસી કોવિશીલ્ડનો ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કર્યો છે. આ રસી અંતિમ તબક્કામાં હોવાથી કોવિશીલ્ડને લઈને વડાપ્રધાન તેને સત્તાવાર રીતે લોન્ચ કરે તેવી પણ શક્યતા છે.

image source

ત્રીજી રસી હૈદરાબાદમાં કોવેક્સિન નામથી બની રહી છે. આ રસીનો ફોર્મ્યુલા ભારત બાયોટેક અને ICMRનો છે. આ સંપૂર્ણ સ્વદેશી રસી છે. આ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ છે અનુમાન છે કે આગામી માર્ચ 2021 સુધીમાં તેને માન્યતા મેળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ