દેશી સ્ટાઇલ ઝટપટ પાસ્તા , બાળકો શુ મોટા પણ હોંશે હોંશે ખાશે. આજકાલ બાળકો ને રોટલા શાક કરતા પીઝા પાસ્તા વધુ પસંદ હોય છે. બાળકો ને બનાવી આપો આ indian સ્ટાઇલ ના ઝટપટ પાસ્તા . પાસ્તા હજારો રીત થી બનાવી શકાય. અહીં બતાવેલ રીત સૌથી સરળ અને હાથવગી છે. પાસ્તા બફાઈ ગયા બાદ માત્ર 10 મિનિટ માં આ પાસ્તા તૈયાર થઈ જશે.
મેં અહીં ઘઉં ના penne પાસ્તા વાપર્યા છે , જે બજાર માં આરામ થી ઉપલબ્ધ છે . આપ કોઈ પણ પ્રકાર ના પાસ્તા વાપરી શકો. મેંદા ના પાસ્તા કરતા 100% હેલ્થી છે. એમાં ઉમેરીશું ઘણા લીલા શાકભાજી અને થોડો મસાલો . લો તૈયાર છે દેશી સ્ટાઇલ ના ઝટપટ પાસ્તા.
સામગ્રી :
• 300gm ઘઉં ના penne પાસ્તા
• 3 ચમચી ઓલિવ ઓઇલ
• મીઠું
• લાંબા સમારેલ ગાજર
• લાંબા સમારેલ કેપ્સિકમ
• 3 ચમચી લીલા વટાણા
• 1 ચમચી ઓરેગાનો અથવા અજમો અધકચરો વાટેલો
• 2 કાશ્મીરી સૂકા મરચાં
• 3 ટામેટા
• આદુ નો ટુકડો
• ચીલી ફ્લેક્સ , સ્વાદાનુસાર
• લાલ મરચું , સ્વાદ અનુસાર
• 2 ચીઝ ક્યુબ
રીત ::
પાસ્તા બનવવા માટે નો મૂળ ભાગ છે પરફેક્ટ પાસ્તા બાફવા. પાસ્તા થોડા પણ કાચા રહેશે તો ચાવવા પડશે અને બહુ મજા નહીં આવે. અને જો ખૂબ ગળી જશે તો પણ ભાંગી જશે. હું બતાવીશ પેરફેકટ રીત ..
ગરમ ગરમ પીરસો.. ચાહો તો ઉપર થી ઓરેગાનો અને ચીઝ ઉમેરવું. આશા છે પસંદ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.