દેશી સ્ટાઇલ ઝટપટ પાસ્તા (ડુંગળી , લસણ વિના) બાળકોને ખૂબ પસંદ આવશે…

દેશી સ્ટાઇલ ઝટપટ પાસ્તા , બાળકો શુ મોટા પણ હોંશે હોંશે ખાશે. આજકાલ બાળકો ને રોટલા શાક કરતા પીઝા પાસ્તા વધુ પસંદ હોય છે. બાળકો ને બનાવી આપો આ indian સ્ટાઇલ ના ઝટપટ પાસ્તા . પાસ્તા હજારો રીત થી બનાવી શકાય. અહીં બતાવેલ રીત સૌથી સરળ અને હાથવગી છે. પાસ્તા બફાઈ ગયા બાદ માત્ર 10 મિનિટ માં આ પાસ્તા તૈયાર થઈ જશે.

મેં અહીં ઘઉં ના penne પાસ્તા વાપર્યા છે , જે બજાર માં આરામ થી ઉપલબ્ધ છે . આપ કોઈ પણ પ્રકાર ના પાસ્તા વાપરી શકો. મેંદા ના પાસ્તા કરતા 100% હેલ્થી છે. એમાં ઉમેરીશું ઘણા લીલા શાકભાજી અને થોડો મસાલો . લો તૈયાર છે દેશી સ્ટાઇલ ના ઝટપટ પાસ્તા.

સામગ્રી :

• 300gm ઘઉં ના penne પાસ્તા

• 3 ચમચી ઓલિવ ઓઇલ

• મીઠું

• લાંબા સમારેલ ગાજર

• લાંબા સમારેલ કેપ્સિકમ

• 3 ચમચી લીલા વટાણા

• 1 ચમચી ઓરેગાનો અથવા અજમો અધકચરો વાટેલો

• 2 કાશ્મીરી સૂકા મરચાં

• 3 ટામેટા

• આદુ નો ટુકડો

• ચીલી ફ્લેક્સ , સ્વાદાનુસાર

• લાલ મરચું , સ્વાદ અનુસાર

• 2 ચીઝ ક્યુબ

રીત ::

પાસ્તા બનવવા માટે નો મૂળ ભાગ છે પરફેક્ટ પાસ્તા બાફવા. પાસ્તા થોડા પણ કાચા રહેશે તો ચાવવા પડશે અને બહુ મજા નહીં આવે. અને જો ખૂબ ગળી જશે તો પણ ભાંગી જશે. હું બતાવીશ પેરફેકટ રીત ..સૌ પ્રથમ એક મોટા અને પોહળા તપેલા માં બહુ બધું પાણી ગરમ મુકો. ઉકળવા માંડે એટલે એમાં આ કાચા પાસ્તા ઉમેરો. સાથે ઉમેરો મીઠું અને 2 ચમચી તેલ. મીઠું એટલે ચપટી નહીં, આખી 2 ચમચી મીઠું ઉમેરો. આમ કરવા થી પાસ્તા સરસ બફાશે, ચૉટશે નહીં અને એકદમ સરસ બનશે. વચ્ચે વચ્ચે ચમચા થઈ હલાવતા રહો નહીં તો પાસ્તા તપેલા ના તળિયા પર ચોંટી જશે. લગભગ 10 મિનિટ બાદ , એક પાસ્તા ને કાઢી ચેક કરો. પાસ્તા નો વચ્ચે ની ભાગ ચાખો. ચાવવા માં સરળતા અને સુવાળું લાગે એટલે ચાયણી માં પાસ્તા ને લઇ લો. આ વધેલું પાણી સાઈડ પર રાખી દો . મિક્સર માં ટામેટું ,આદુ અને કાશ્મીરી સૂકું મરચું બધા ને એકદમ સ્મૂધ વાટી લો. કાશ્મીરી મરચું ખૂબ જ સરસ કલર અને સ્વાદ આપશે. કડાય માં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં ગાજર ઉમેરી હાઈ ફ્લેમ પર સાંતળો. ત્યારબાદ ક્રશ કરેલ ટામેટું ઉમેરો. ત્યારબાદ કેપ્સિકમ અને અધકચરા બાફેલા વટાણા ઉમેરો. બધું શાક અને ગ્રેવી બરબર ચડી જાય એટલે મસાલાઓ ઉમેરો. ઓરેગાનો , ચીલી ફ્લેક્સ , લાલ મરચું ઉમેંરો. શાક અને મસાલા બંને ચડી જાય એટલે ચાયણી ના પાસ્તા ઉમેરો અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરો. સરસ મિક્સ કરો. ચીઝ ખમણી ને મિક્સ કરી દો.
ગરમ ગરમ પીરસો.. ચાહો તો ઉપર થી ઓરેગાનો અને ચીઝ ઉમેરવું. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.