દિશાના સેંથો પૂરવાને લઈને ફેન્સે કર્યા સવાલ તો રાહુલે ચર્ચામાં કહ્યું કે….

બિગ બોસ ફેમ સિંગર રાહુલ વૈદ્ય થોડા દિવસ પહેલા પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે લગ્ન બંધનમાં જોડાઈ ગયા છે. બન્નેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. લગ્ન પછી પણ બન્ને સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ છે અને થોડા થોડા દિવસે ફેન્સ માટે અમુક ફોટા કે પછી લાઈવ વિડીયો શેર કરતા રહે છે.

image soucre

હાલમાં જ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર એક લાઈવ વિડીયો કર્યો જેમાં દિશા પરમાર અને રાહુલ વૈદ્ય એકસાથે દેખાયા. જો કે આ વીડિયોમાં કઈક એવું થયું જેની કદાચ જ ફેન્સને આશા હતી. વાત જાણે એમ છે કે લાઈવ વીડિયોમાં એક ફેને દિશા પરમારને પૂછી લીધું કે એમને માંગમાં સિંદૂર કેમ નથી લગાવ્યું. એ વાત પર દિશા પરમારે વાત રાહુલ વૈદ્ય પર ઢોળી દીધી આજે પછી આ વાત પર બન્ને જીભાજોડી કરી બેઠા.

રાહુલ વૈધે ફેનની વાતને આગળ વધારતા દિશા પરમારને જ પૂછી લીધું કે એમને સિંદૂર કેમ નથી લગાવ્યું. એના પર દિશા પરમારે આખી વાત રાહુલ વૈદ્ય પર ઢોલી દીધી અને કહ્યું કે એમને લગાવ્યું જ નહીં. દિશા પરમારે કહ્યું કે બિગ બોસમાં તો રાહુલ વૈધે કહ્યું હતું કે એ રોજ મને સિંદૂર લગાવશે. રાહુલ વૈધે પૂછ્યું કેં કોને કહી હતી આ વાત? એના પર દિશા પરમારે એમનો મજાક ઉડાવતા કહ્યું કે મેં કહ્યું હતું. હું ગઈ હતી ને બિગ બોસમાં.
રાહુલ વૈધે પછી વાત સંભાળતા કહ્યું કે બેબી ઘણીવાર હું બીઝી હોઉં છું તો તું જાતે જ લગાવી લેજે. એ પછી રાહુલ વૈધે ફિલ્મ ઓમ શાંતિ ઓમનો ડાયલોગ બોલતા કહ્યું કે એક ચૂંટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો ચુન્ની બાબુ. એ પછી પણ બંને લાઈવ વીડિયોમાં તો જળવાઈ રહ્યા પણ બન્નેના ચહેરા થોડીવાર સુધી ઉતરેલા દેખાઈ રહ્યા હતા. સ્વાભાવિક છે કે આ સિચ્યુએશમાં બન્નેને કોઈ જવાબ નહોતો સુજી રહ્યો.

image soucre

તમને જણાવી દઈએ કે બોલિવૂડ સિંગર તથા ‘બિગ બોસ 14’ના પૂર્વ સ્પર્ધક રાહુલ વૈદ્ય તથા દિશા પરમારે 16 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.હાલ રાહુલ વૈદ્યે હાલમાં કામમાંથી બ્રેક લીધો છે. તે પત્ની દિશા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. 23 જુલાઈના રોજ લગ્નને એક અઠવાડિયું પૂરું થતાં બંનેએ કેક કટિંગ કર્યું હતું.

image soucre

રાહુલ વૈદ્ય અને દિશા પરમારે 6 જુલાઈ, 2021ના રોજ એમના લગ્નની તારીખ જાહેર કરી હતી. રાહુલ વૈદ્ય અને દિશા પરમારે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ‘પરિવારના આશીર્વાદ સાથે અમે આ ખાસ ક્ષણને તમારી સાથે શૅર કરીને ઘણાં જ ખુશ છીએ. અમારા લગ્ન 16 જુલાઈએ થશે. અમે સાથે આ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યાં છીએ અને તે માટે તમારા પ્રેમ ને દુઆઓની જરૂર છે. પ્રેમ, દિશા તથા રાહુલ.’

image soucre

વર્ષ 2018માં રાહુલ તથા દિશા એકબીજાની નજીક આવ્યા હતા. જ્યારે રાહુલ વૈદ્ય ‘બિગ બોસ’ના ઘરમાં આવ્યો પછી તેને દિશા પરમાર પ્રત્યે પ્રેમ હોવાનો અહેસાસ થયો હતો. તેણે નેશનલ ટીવી પર દિશાને લગ્ન માટે પ્રપોઝલ આપી હતી. ત્યારથી બંને સાથે છે. થોડાં સમય પહેલાં બંને એક મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. આ વીડિયો સોંગની થીમ વેડિંગની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong