જલ્સા કરોને જેંતીલાલ

આજે વાંચી ડેન્ગ્યું થવાના લક્ષણો અને તેનાથી બચવા સાવચેતી રાખવી જોઈએ એના માટેના જરૂરી પગલાઓ…

૨૦૧૭ના આંકડા પ્રમાણે, કુલ ૩૩,૯૬૪ જેટલા ડેન્ગ્યુંના કેસ નોંધાયા હતા. જો કે ૨૦૧૮માં આ આંકડા વધી જવાની સંભાવના વધારે છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે શ્રદ્ધા કપૂરને પણ ડેન્ગ્યું થયો હોવાથી તે આરામ પર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં ડેન્ગ્યુંનો ખતરો વધી રહ્યો છે. તેમજ દર વર્ષે તેને લીધે ૫ થી ૧૦ કરોડ લોકોઈન્ફેકશન પણ ફેલાય છે.

આજે અમે આ ખતરનાક બીમારીના કેટલાક લક્ષણો લાવ્યા છીએ.

જાણો શું છે એ?

૧. ડેન્ગ્યુંની બીમારી એક વાઈરસને કારણે થાય છે જે લોકોમાં એડિસ એજીપ્તિ નામના મચ્છર દ્વારા ફેલાય છે.

૨. ડેન્ગ્યુંના લક્ષણો, તે મચ્છરના કરડવાના ૪ થી ૭ દિવસ પછી દેખાય છે.

૩. WHO ના કહેવા પ્રમાણે, તમને આવતો તાવ ડેન્ગ્યુંમાં પરિણમી શકે છે કે નહિ તે માટેના કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે.

ડેન્ગ્યું સામે કઈ રીતે લડવું?

૧. જો કે ડેન્ગ્યુંની બીમારીનો કોઈ સચોટ ઈલાજ તો નથી પણ તે માટે શરીરને પાણીથી ભરપુર રાખવું અતિઆવશ્યક છે.

૨. માથાના દુખાવાથી બચવા અસ્પીરીન અથવા બૃફેન ન લ્યો. કારણ કે તે નાકમાંથી આવતું લોહી વધારી શકે છે. ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વાળીજ ગોળી લેવી.

૩. એર કન્ડીશનરવાળા રૂમમાં આરામ કરવો જ્યાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ ઓછો હોય.

૪. એવા પીણાં પીવો જેથી શરીરમાં પાણીનું પ્રમાણ વધતું જ રહે.

આ ઉપરાંત, જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તેઓ માટે ખાસ સાવચેતીની જરૂર છે.
તેઓને હમેશા પુરા લાંબા સ્લીવના કપડા પહેરવો જેથી હાથ અને પગ ઢંકાયેલા રહે. આટલું જ નહિ, નાના છોકરાઓના વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ જેમકે તેમના રમકડા, વાસણો, કપડા વગેરેને પણ મચ્છરોથી દુર રાખવા પ્રયત્ન કરો.

રોજ આવી સ્વાસ્થ્યને લગતી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

Exit mobile version