જલ્સા કરોને જેંતીલાલ

ડેન્ગ્યુ વધી રહેલો આતંક: જાણો તેના શરૂઆતી લક્ષણો વિશે અને કરાવો આ રીતે ટ્રિટમેન્ટ…

ડેંગ્યુએ શરીરને થતો એક પ્રકારનો તાવ છે જે મચ્છરોથી ફેલાઈ છે. શરૂવાતમાં સામાન્ય લાગતો આ તાવ જો યોગ્ય સમયે સારવાર ના મળે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. માટે આજે આપને જણાવીશું ડેન્ગ્યુના તાવ, લક્ષણો, તેની સારવાર વિશે. ઉપરાંત આ ડેંગ્યુથી કેવી રીતે બચી શકાય તે માટેના ઉપાયો જણાવીશું.

ડેન્ગ્યુ ક્યારે અને કેવીરીતે થાય છે?

image source

ડેન્ગ્યુના મચ્છર મોટાભાગે વરસાદ પછી એટલે કે જુલાઈ થી ઓક્ટોબરની વચ્ચે થાય છે. આ સમયગાળો ડેન્ગ્યુ માદા એડીસ ઇજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર અન્ય મચ્છરથી અલગ પડે છે કારણકે ડેન્ગ્યુના મચ્છરના શરીર પર ચિત્તા જેવી છાપ પડેલી હોય છે. આ મચ્છરો મોટાભાગે સવારના સમયે વધારે સક્રિય હોય છે. તેમજ સાંજના સમયે પણ આ મચ્છર સક્રિય રહે છે. માદા એડિસ ઇજિપ્ત મચ્છર વધુ ઊંચાઈ સુધી ઉડી શકતા નથી.

ડેન્ગ્યુ તાવથી પીડિત દર્દીઓના લોહીમાં ડેન્ગ્યુના વાઇરસનું પ્રમાણ વધુ જોવા મળે છે. જ્યારે કોઈ એડિસ મચ્છર ડેંગ્યુના દર્દીને કરડે છે ત્યારે મચ્છર તે દર્દીનું લોહી ચૂસે છે. દર્દીના લોહીની સાથે મચ્છરના શરીરમાં ડેંગ્યુ વાઇરસ પણ પ્રવેશ કરે છે. પછી આ જ્યારે કોઈ અન્ય વ્યક્તિને કરડે છે તો તે વ્યક્તિ પણ ડેંગ્યુગ્રસ્ત થઈ જાય છે. જે વ્યક્તિને ડેંગ્યુના મચ્છર કરડે છે તેમના માં ડેંગ્યુ તાવના લક્ષણો ત્રણ થી પાંચ દિવસ પછી દેખાય છે. ડેન્ગ્યુ તાવ દર્દીના શરીરમાં ત્રણથી દસ દિવસ સુધી રહી શકે છે.

ડેન્ગ્યુ તાવ ત્રણ પ્રકારના હોય છે.:

આ ત્રણ પ્રકારના ડેન્ગ્યુ તાવમાંથી બીજા અને ત્રીજા પ્રકારનો ડેન્ગ્યુ સૌથી વધુ ખતરનાક હોય છે. સાધારણ ડેંગ્યુમાં કોઈ જીવનું જોખમ હોતું નથી. તે થોડાક દિવસમાં મટી જાય છે. પરંતુ જો કોઈને DHF કે DSS હોય તો તેની સારવાર દર્દીએ તરત જ કરાવવી જોઈએ. નહિ તો આ બે પ્રકારના ડેન્ગ્યુ તાવથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. DHF અને DSS પ્રકારનો ડેન્ગ્યુ તાવને ઓળખવો ખૂબ મુશ્કેલ હોય છે.

સામાન્ય ડેંગ્યુ તાવના લક્ષણ:

image source

ડેન્ગ્યુ હેમરેજિક તાવ(DHF):

ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ(DSS).:

આ પ્રકારના ડેન્ગ્યુ તાવમાં DHF ની સાથે શોકના પણ લક્ષણો જોવા મળે છે જેમકે….

નોંધ:

ખાસ બાબત એ કે ઘણીવાર દર્દીને ડેન્ગ્યુ તાવના કારણે મલ્ટી ફેલ્યોર ઓર્ગન પણ થઈ શકે છે. તેમાં સેલ્સની અંદર વર્તમાન ફ્લુડ બહાર નીકળી જાય છે. પેટમાં પાણી જમા થવા લાગે છે. લંગ્સ અને લીવર પર ખરાબ અસર થવાથી આ અંગોનું કામ કરવું બંધ થઈ જાય છે.

ક્યાં ટેસ્ટ કરાવવા જોઈએ?

જો દર્દીને વધુ તાવ રહેતો હોય, સાંધામાં પણ ખૂબ દુખાવો રહેતો હોય, શરીર પર ઉઝરડા પડવા અને ખૂબ માથું દુખવા લાગે તો સૌપ્રથમ ડેંગ્યુનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જો ડેન્ગ્યુના લક્ષણ ના દેખાય અને તાવ રહે તો પણ ફિઝિશિયનની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. જો ડોકટરને કઈ શંકાસ્પદ લાગશે તો તેઓ ડેંગ્યુની તપાસ માટે પહેલા એટીજન બ્લડ ટેસ્ટ (એનએસ૧) કરાવવાની સલાહ આપશે. આ ટેસ્ટ પ્રથમ વખત કરાવવાનો ખર્ચ આશરે એક હજારથી પંદરસો રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

પ્રથમ ટેસ્ટમાં જો ડેન્ગ્યુ આવે છે તો તે પોઝિટિવ વધારે રહે છે . જ્યારે ફરીથી ત્રણ-ચાર દિવસ પછી ટેસ્ટ કરાવાનો ખર્ચ છસો થી પંદરસો સુધી થાય છે. આ ટેસ્ટ એન્ટી બોડી ટેસ્ટ(ડેન્ગ્યુ સિરોલજી) કરાવવો વધુ સારો રહે છે. જ્યારે ડેંગ્યુના ટેસ્ટ કરાવો ત્યારે તેમાં વ્હાઇટ બ્લડ સેલ્સનું ટોટલ કાઉન્ટ અને અલગ અલગ કાઉન્ટ કરાવી લેવા. આ ટેસ્ટથી શરીરના પ્લેટલેટ્સ કાઉન્ટ જાણી શકાય છે. ડેંગ્યુનો ટેસ્ટ મોટાભાગની હોસ્પિટલ અને લેબ્સમાં થઈ શકે છે. આ રિપોર્ટ કરાવતા એ ધ્યાન રાખવાની જરૂર નથી કે આપ જમ્યા છો કે નહીં.

image source

પ્લેટલેટ્સની ભૂમિકા:

સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરના પ્લેટલેટ્સ સંખ્યા આશરે દોઢ થી બેલાખ સુધી પ્લેટલેટ્સ કાઉન્ટ રહે છે. આ પ્લેટલેટ્સનું મુખ્ય કામ બ્લીડીંગ રોકવાનું છે. જ્યારે આ પ્લેટલેટ્સ એક લાખથી ઓછા થઈ જાય તો ડેન્ગ્યુ થવાની શકયતા ખૂબ વધી જાય છે. ઘણા દર્દીઓમાં ડેન્ગ્યુના કારણે પ્લેટલેટ્સ નીચા જાય છે પણ આવું બધા દર્દીઓમાં થાય તે જરૂરી નથી. જો પ્લેટલેટ્સ એક લાખથી ઓછા થાય તો બ્લીડીંગ થતું નથી પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી દેવા જોઈએ. કારણ કે પ્લેટલેટ્સ કાઉન્ટ પચાસ હજાર હોય ત્યાં સુધી જ બ્લીડીંગ રોકી શકે છે. જો પ્લેટલેટ્સ વીસ હજારથી ઓછા થઈ જાય તો શરીરમાં બ્લીડીંગ થવા લાગે છે. અને દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આથી જ્યારે પણ શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ એક લાખથી ઘટી જાય તો એ વ્યક્તિને તરત દાખલ કરી દેવા જોઈએ. જેથી ડોકટર જરૂર જણાતાં પ્લેટલેટ્સની વ્યવસ્થા કરી શકે અને દર્દીને બચાવી શકાય.

ડેન્ગ્યુ તાવનું વધુ જોખમ બાળકોને હોય છે.

image source

બાળકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે આથી બાળકો પ્રત્યે ખૂબ સાવધાની રાખવી જોઈએ. માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું કે બાળક બહાર જાય ત્યારે શરીરના અંગો ઢંકાય જાય તેવા કપડાં પહેરાવવા અને બાળકો જ્યાં રમવા જાય છે તે જગ્યાએ ક્યાંય ગંદુ પાણી કે તે જગ્યાની આસપાસ પાણી ભરાઈ રહે છે કે નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને નાના બાળકો બીમારી વિશે કઈ જણાવી શકતા નથી.

આથી જ્યારે બાળક સતત રડતું રહે, સતત સુઈ રહે, રમવાની ઈચ્છા ના થાય, જમવાનું બરાબર જમે નહિ તેમજ ચીડિયું બની જાય કે પછી શરીર પર ઉઝરડા દેખાય, વારંવાર ઊલટીઓ થાય જો બાળકોમાં આવા લક્ષણો દેખાય તો તરત જ ડોકટરને બતાવવું. બાળકોને ડેન્ગ્યુ થાય તો તેમને હોસ્પિટલમાં જ સારવાર કરાવવી જોઈએ કેમકે બાળકો દિહાઇડ્રેશનનો જલ્દી ભોગ બને છે ઉપરાંત બાળકોની ઇમ્યુન સિસ્ટમ લો હોવાથી બાળકોના કાઉન્ટ જલ્દીથી ઘટી જાય છે.

ક્યાં ડોકટરને બતાવવું?

-જો બાર વર્ષથી નાના બાળકોને ડેન્ગ્યુ થાય ત્યારે પીડિયાટ્રેશિયનને બતાવવું. જો બાર કે તેથી વધુ ઉંમર હોય તો તેવાએ કોઈ સારા ફીઝીશિયનને બતાવવું.

image source

ડેન્ગ્યુ તાવની સારવાર.:

જો સામાન્ય ડેન્ગ્યુના લક્ષણની સાથે DHF કે DSS તાવના લક્ષણ જોવા મળે તો દર્દીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેવા. કેમકે ડેન્ગ્યુના બીજા અને ત્રીજા પ્રકારના તાવમાં ઘરે સારવાર આપવી શક્ય નથી. આ બંને પ્રકારના તાવમાં શરીરમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે. આથી ડોકટરની દેખરેખમાં સારવાર લેવી વધુ યોગ્ય રહે છે જ્યારે પ્લેટલેટ્સ વધારે ઘટી જાય ત્યારે સમયસર ચઢાવી દેવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે. આ બંને પ્રકારના ડેન્ગ્યુ તાવમાં જીવનું જોખમ રહે છે. આથી DHF અને DSS ડેંગ્યુ તાવની જાણ થતાં જ હોસ્પિટલમાં દાખલ થઈ જવું હિતાવહ રહે છે.

image source

એલોપથી:

એલોપથી થેરપીમાં પહેલા બીમારીમાં લક્ષણ અને ટેસ્ટ ડેન્ગ્યુ તાવનો ટેસ્ટ કરાવીને આપવામાં આવે છે. તેમછતાં કોઈપણ પ્રકારનો ડેન્ગ્યુ તાવ હોય તો પણ શરીરમાં પાણીની કમી થવા દેવી નહિ. શરીરમાં પાણીની ઉણપ ના થાય તે માટે દર્દીને નારિયેળ પાણી, જ્યુસ, લીંબુ પાણી, છાશ વગેરે જેવા પીણાં દર્દીને આપતા રહેવું. જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ થાય નહિ અને લોહી ગાઢ બને નહિ. જો શરીરમાં પાણીની ઉણપ થાય તો લોહી ગાઢ બને છે અને લોહી જામવા લાગે છે.આ સાથેજ ડેન્ગ્યુના દર્દીએ સંપૂર્ણ આરામ કરવો જોઈએ. ડેન્ગ્યુ તાવમાં આરામ જ દવાનું કામ કરે છે.

આયુર્વેદ:

આયુર્વેદમાં ડેંગ્યુની કોઈ પેટન્ટ દવા નથી, પણ ડેન્ગ્યુ ના થાય તે માટેના ઘણા ઉપાયો છે. તેમજ દર્દીને દુખાવામાં રાહત મળે છે.

– એક કપ પાણીમાં એક ચમચો ગળાનો રસ, બે મરી, તુલસીના પાંચ પાન અને આદુ મિક્સ કરી પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવવો. આ ઉકાળો પાંચ દિવસ સુધી પીવો. આ ઉકાળામાં થોડું મીઠું અને થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. દિવસમાં બે વાર લેવો. સવારે નાસ્તા પછી અને રાતે જમ્યા પછી આ ઉકાળો પીવો જોઈએ.

ડેંગ્યુમાં ધ્યાન રાખવાની બાબતો.:

image source

-બચાવ જ સારવારની સાચી રીત છે.:

image source

જાતે ના અજમાવવાની બાબતો.:

જો આપને ડેંગ્યુનો તાવ હોય તો કોઈપણ દવા કે એન્ટી બાયોટિક દવા ડોકટરની સલાહ વગર લેવી નહિ. જો વધુ તાવ રહે તો ડોકટરની સલાહથી જ દવા લેવી જોઈએ.આવા તાવમાં પેરાસીટામોલ લઈ શકાય છે. એસ્પ્રિંન અને બુફ્રેંન દવા બિલકુલ લેવી નહિ કારણકે આ દવા લેવાથી શરીરમાં રહેલ પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. આમ થવાથી ડેન્ગ્યુ તાવ થવાની શકયતા ખૂબ વધી જાય છે. સામાન્ય ખાંસી હોય તો પણ ડોકટરની સલાહથી જ દવા લેવાનો આગ્રહ રાખવો.

ડેંગ્યુથી કેવીરીતે બચવું?:

image source

મચ્છરો ઉત્તપન્ન થતા રોકવાના ઉપાયો:

મચ્છરોના કરડવાથી બચવું.:

image source

ધ્યાન રાખવું.:

જ્યારે ઋતુ બદલાય કે ડેન્ગ્યુના રોગ વકરિયો હોય ત્યારે ફક્ત પેરસીટામોલ જ લેવી.( ક્રોસીન કે કેવલોપ). એસ્પ્રિંન કે એનોલજેસીક(બુફ્રીન, કોમ્બિફ્લેમ, ડિસ્પ્રિંન, ઇકોસ્પ્રિંન વગેરે) બિલકુલ લેવી જોઈએ નહીં. કેમકે ડેન્ગ્યુ હોય તો આવી દવા લેવાથી શરીરમાંથી પ્લેટલેટ્સ ઓછા થતા જાય છે અને શરીરમાં બ્લીડીંગ શરૂ થવા લાગે છે. -ઘણીવાર ડેન્ગ્યુ તાવમાં ચોથા પાંચમા દિવસે તાવ ઓછો થવા લાગે છે અને દર્દી સાજો થવા લાગે છે. એવામાં મોટાભાગે પ્લેટ્સ ઓછા થાય છે. તેમછતાં તાવ ઓછો થયા પછી એક બે દિવસમાં ફરીથી પ્લેટલેટ્સ કાઉન્ટ ટેસ્ટ કરાવી લેવો.

– જો કોઈને ડેન્ગ્યુ થઈ ગયો હોય તો તે વ્યક્તિને મચ્છરદાનીમાં સુવાની વ્યવસ્થા કરી દેવી. જેથી મચ્છર દર્દીને કરડીને અન્ય કોઈને કરડવાથી ડેંગ્યુને ફેલાતો રોકી શકાય છે.

૨૦ ફોમ્યુલા:

image source

ડેન્ગ્યુના કેટલાક જાણકાર કહે છે કે પલ્સ રેટ ૨૦થી વધી જાય, ઉપરનું બ્લડપ્રેશર ૨૦ થઈ જાય, ઉપર અને નીચેના બ્લડપ્રેશરનો ફરક ૨૦થી ઓછો થઈ જાય, પ્લેટલેટ્સ ૨૦હજારથી ઓછા રહી જાય, શરીરના એક ઇંચ એરિયામાં ૨૦થી વધુ દાણા પડી જાય. જ્યારે આ પ્રકારના કોઈપણ લક્ષણ જોવા મળે તો દર્દીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાવી દેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version