ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ઘણી પ્રાણઘાતક રહી હતી અને આ લહેર દરમિયાન મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત લોકોના મૃત્યુ નિપજ્યા હતા. હવે જો કે કોરોનાની બીજી લહેર લગભગ બંધ થઈ છે અને ત્રીજી લહેર ક્યારે આવશે અને કેવી આવશે તેનો ભય વિશ્વભરને સતાવી રહ્યો છે ત્યારે હવે જર્મનીને કોરોના વિસ્ફોટની આશંકા લોકોને સતાવી રહી છે. ચાંસલર માર્કેલના ચીફ ઓફ સ્ટાફે પોતાના એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને ભય છે જે આગામી બે મહિનામાં અહીં દૈનિક કોરોના સંક્રમણનો આંકડો એક લાખથી ઉપર પહોંચી શકે છે.

પુરની સમસ્યાથી પીડિત જર્મનીને હવે કોરોના વિસ્ફોટની આશંકા સતાવી રહી છે. ઉપર વાત કરી તે મુજબ ચાંસલર માર્કેલના ચીફ ઓફ સ્ટાફે પોતાના એક જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને ભય છે જે આગામી બે મહિનામાં અહીં દૈનિક કોરોના સંક્રમણનો આંકડો એક લાખથી ઉપર પહોંચી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આનાથી બચવાનો એક જ ઉપાય હાથવગો છે અને તે એ છે કે વધુમાં વધુ લોકોને કોરોના વેકસીનનો ડોઝ આપવામાં આવે. ત્યારે જે લોકો કોરોના વેકસીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે તેઓ માટે પ્રતિબંધો લગાવવામાં આવશે અને તેઓને પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

યુરોપમાં છેલ્લા બે મહિના દરમિયાન કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થયા બાદ ડેલ્ટા વેરીએન્ટના કારણે કોરોના સંક્રમણના કેસોમાં ફરી એક વખત ઉછાળો આવ્યો હતો. માર્કેલના ચીફ ઓફ સ્ટાફ, હેલ્ઝ બ્રાઉનએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના કેસોમાં પ્રતિ સપ્તાહ 60 ટકા જેટલો વધારો થઈ રહ્યો છે.

જો કે અત્યાર સુધીમાં અડધા દેશની વસ્તીને કોરોના વેકસીનના ડોઝ અપાઈ ચુક્યા છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, જો દેશમાં ડેલ્ટા વેરીએન્ટ આ રીતે જ આગળ વધતા જશે અને આપણે તેની સામે લડવાના કોઈ પગલાં ન લીધા તો 9 સપ્તાહની અંદર જ એક લાખથી વધુ સંક્રમણના કેસો આપણી સામે આવી જશે. આ દરમિયાન તેઓએ દેશના નાગરિકોને આગળ આવીને કોરોના વેકસીન લેવાનો આગ્રહ કર્યો હતો.

બીજી બાજુ કોરોના વેકસીન લેવાનો ઇનકાર કરનાર લોકો સામે પોતાનો પક્ષ રજૂ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આવા લોકો પર અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. જેમ કે રેસ્ટોરન્ટ, સિનેમા અને સ્ટેડિયમમાં જે લોકોએ કોરોના વેકસીન નહિ લીધી હોય તેઓને પ્રવેશ આપવામાં નહિ આવે. કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ સતત રહે છે. માહિતી મુજબ જર્મનીના 8.3 કરોડ લોકોમાંથી લગભગ 60 ટકા લોકોએ કોવિડ 19 વેકસીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ચાન્સેલર માર્કેલએ બહુ સમય પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં કોઈ પ્રકારનું ફરજીયાત કોરોના રસીકરણ કરવામાં નહિ આવે.
strong>અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong