કોરોનાના નવા વેરિઅન્ટના કેસ વધવાના કારણે ભારતમાં પણ આવ્યું એલર્ટ, રહો સચેત

કોરોના વાયરસને લઈને ફરી એકવાર નવા મ્યુટેશને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિકોને ચિંતામાં નાખી દીધા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાના નવા કેસ મળ્યા છે અને એ બધા વાયરસમાં ડેલ્ટા 3 વેરીએન્ટ મળ્યો છે જે ડેલ્ટાની સરખામણીએ ન ફક્ત સૌથી વધુ ફેલાવવાની ક્ષમતા રાખે છે પણ વેકસીન લઈ ચૂકેલા કે પછી સંક્રમિત થઈ ચૂકેલા વ્યક્તિઓને પણ ફરી સંક્રમણની ઝપેટમાં લાવી શકે છે.

image soucre

ભારતમાં હજી સુધી ડેલ્ટા 3ના કોઈ કેસ નથી મળ્યા પણ જીનોમ સિકવેનસિંગ પર નજર રાખનારી ઇન્સાકોગ સમિતિએ એલર્ટ જાહેર કર્યું છે. જાણકારી અનુસાર ઓક્ટોબર 2020માં મહારાષ્ટ્રમાં સૌથી પહેલા ડબલ મ્યુટેશન મળ્યું હતું. જેનાથી ડેલ્ટા અને કપ્પા વેરીએન્ટ બહાર આવ્યા હતા. એ પછી ડેલ્ટા વેરીએન્ટથી ડેલ્ટા પ્લસ અને એવાઈ 2 નામના બે અન્ય વેરીએન્ટ મળ્યા પણ એના વધુ કેસ સામે નથી આવ્યા. હવે અન્ય એક ડેલ્ટા 3 નામના વેરીએન્ટ સામે આવ્યા છે જે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં છે. ભારતમાં હજી સુધી એક પણ એક નથી મળ્યો.

image soucre

નવી દિલ્લીમાં આવેલા આઈજીઆઈબીના વૈજ્ઞાનિક ડૉ.વિનોદ સકારીયાએ જણાવ્યું કે વાયરસના મ્યુટેશન થયા પછી એવાઈ 3 વેરીએન્ટ મળ્યો છે જેને ડેલ્ટા 3 નામ પણ આપવામાં આવ્યું છે. એના પર ભારતમાં ખૂબ જ ઊંડી દેખરેખ શરૂ થઈ ચૂકી છે. સામાન્ય વ્યક્તિઓ વિશે વાત કરીએ તો આ સમય સંપૂર્ણપણે સચેત રહેવાનો છે. એ પહેલાથી જ નક્કી હતું કે વાયરસનું મ્યુટેશન થઈ શકે છે કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં ભારતમાં જ 230 મ્યુટેશન આપણે જોઈ ચુક્યા છે એમાંથી બધા નુકસાનકારક નહોતા પણ એમાંથી અમુક ડેલ્ટા જેવા ચિંતાજનક છે જેના કારણે ગયા એપ્રિલ અને મે મહિનામાં આપણે મહામારીનો સામનો કર્યો હતો.

image soucre

આંકડાની વાત કરીએ તો હજી સુધી દુનિયા ભરમાં 2 28 888 સેમ્પલનું સિકવનસિંગમાં ડેલ્ટા વેરીએન્ટની હાજરી વિશે ખબર પડી છે. ભારતમાં હાલના સમયે 90 ટકા સુધી સેમ્પલમાં આ વેરીએન્ટ મળી રહ્યો છે અને એના કારણે બીજી લહેરનું આક્રમક રૂપ જોવા મળ્યું હતું. એમાંથી નીકળેલા અન્ય વેરીએન્ટની વાત કરીએ તો દુનિયા ભરમાં 348 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ, 628માં ડેલ્ટા 2 અને હવે 2013 સેમ્પલમાં ડેલ્ટા 3ની પુષ્ટિ થઈ છે. આ બધા આંકડા વૈશ્વિક લેવલ પર બનાવેલા કોવિડ સિકવેનસિંગના પોર્ટલ જીઆઈએસએઆઈડી પર રહેલા છે.

image soucre

ડૉ, સકારીયા અનુસાર એવાઈ 3 એટલે કે ડેલ્ટા 3 અમુક રાજ્યો માટે સ્થાનીય લાગે છે જેમ કે અમેરિકામાં મિસિસીપી અને મિસુરી પાસેના રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યા છે. જો કે એનો એપી ટ્રેન્ડ બહુ સ્પષ્ટ નથી. પણ પ્રારંભીક અભ્યાસમાં ખબર પડી છે કે એવાઈ 3 વેરીએન્ટ ડેલ્ટા બી 1.617.2ની સરખામણીએ ઝડપથી વધી રહ્યો છે. આ સંભવિત રૂપથી ક્લસ્ટર પરીક્ષણનું કારણ પણ હોઈ શકે છે પણ નિશ્ચિત રૂપે પુષ્ટિ કરવા માટે એપી ડેટાની જરૂર છે

image soucre

વૈજ્ઞાનિકો અનુસાર એવાઈ આ ડેલ્ટા પ્લસ અને એવાઈ 2 જેવા સ્પાઈક પ્રોટીનમાં કે417એન નામના મ્યુટેશન નથી મળ્યા. આ મ્યુટેશન ભારત માટે નવું નથી. એટલે ડેલ્ટા 3 વધુ ગંભીર માનવામાં આવી રહ્યું છે કારણ કે એમાં ખાસ પ્રકારના ઓઆરએફ1એમાં મ્યુટેશન થયું છે જે વાયરલ ટ્રાન્સમિશનનો સંકેત આપે છે. એમને કહ્યું કે હાલ ભારતમાં એવા કેસ નથી પણ હવે દેખરેખ વધી ગઈ છે. બધા રાજ્યોમાંથી આવનાર સેમ્પલને સિકવેનસિંગ દરમિયાન ડેલ્ટા 3 તરીકે જ પરખવામાં આવી રહ્યા છે. જો આ વેરીએન્ટ ભારતમાં મળે છે તો નિશ્ચિત જ આ ચિંતાજનક હશે.

image soucre

હાલમાં જ દિલ્લી એમસના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે અમે વાયરસના વ્યવહારનું આકલન નથી કરી શકતા પણ એવું જોવા મળી રહયુ છે કે પહેલાની જેમ હવે વાયરસમાં મ્યુટેશન આવનારા મહિનાઓમાં નહિ મળે. એમને આ દાવો સીરો સર્વેના આધારે કર્યો હતો. પણ બીજી બાજુ ઇન્સાકોંગનું માનવું છે કે ભારતની વર્તમાન સ્થિતિને જોઈએ તો હાલ કોઈ નવો મ્યુટેશન નથી મળ્યો પણ અમેરિકા અને બાકી દેશો પર ધ્યાન આપીએ તો સાવચેતી રાખવી જરુરી છે કારણ કે ભારતમાં મળેલો ડેલ્ટા વેરીએન્ટ અત્યાર સુધી દુનિયાના 100થી વધુ દેશોમાં પહોંચી ચુક્યો છે., એ પણ ત્યારે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ પર આવાગમન બંધ હતું. એટલે વાયરસના મ્યુટેશનને લઈને કઈ પણ સ્પષ્ટ નથી કહી શકાતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong