ડિલિવરી બૉયે શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે કમાય છે લાખો! – જાણી ને થશે આશ્ચર્ય !!

આપણે ટેકનોલોજીના એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં બધું જ તરત થઇ જવું જોઈએ. પછી ભલે મોબાઈલથી ટિકિટ બૂક કરવાની હોય કે પછી ઓનલાઈન શોપિંગ કે પછી કંઇક ખાવાનું ઓર્ડર કરવાનું હોય. બધું જ ફટાફટ થવું જોઈએ. ખાવાપીવાની વસ્તુઓ ડિલિવરી કરવા મોટા શહેરોના ઘણાં સ્ટાર્ટઅપ્સ સર્વિસ આપી રહ્યાં છે પરંતુ જયપુર જેવા નાના શહેરમાં આવી સુવિધાઓ ઓછી છે. આજ ઉણપને દૂર કરવા એક યુવાને ચા-નાસ્તો ડિલિવર કરવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે!


રઘુવીરને અંદાજો ન હતો કે તેનો આઈડિયા કેટલો સફળ નીવડશે! પરંતુ તેમની ચા અને ડિલિવરી એટલી સરસ હોય છે કે આસપાસના તમામ દુકાનધારકો તેમની જ ચા મંગાવવા લાગ્યા.

જયપુરના રઘુવીર સિંહ ચૌધરી આર્થિક રૂપે નબળા પરિવારમાંથી આવે છે. તેમના ઘરની પરિસ્થિતિ એટલી સારી ન હતી કે તે સ્કૂલ ખતમ કરીને આગળનું ભણતર પૂરું કરી શકે. એટલે મજબૂરીમાં તેમણે કામ કરવું પડ્યું. અમેઝોનમાં તેઓ ડિલિવરી બૉય તરીકે કામ કરતા જેમાં તેમને મહીને 9 હજાર રૂપિયાનો પગાર મળતો.


આખો દિવસ સાઈકલ ચલાવી ચલાવીને તે થાકી જતાં. અને ત્યારબાદ તેમને ચા પીવી પડતી. પરંતુ ચાની સારી દુકાન શોધવામાં તેમને મુશ્કેલી પડતી. જો કોઈ ચાની દુકાન મળતી તો પણ એ ખાતરી ન હોય કે ક્યાં સારી ચા મળશે. ક્યારેક તેમને ખરાબ ચા પણ પીવી પડતી. રઘુવીર રોજ-રોજ આ પરિસ્થિતિનો સામનો કરતા. તેમણે વિચાર્યું કે મારી બીજા લોકોને પણ સારી ચા પીવાની ઈચ્છા થતી હશે પણ સારી ચા પી નહીં શકતા હોય.

રઘુવીરે વિચાર્યું કે જો મોટી-મોટી કંપનીઓ સામાનની ડિલિવરી કરી શકે છે તો ચા કેમ ના પહોંચાડી શકાય. પહેલો પગાર મળતાં જ રઘુવીરે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલાં તો તેમણે એક રૂમ ભાડે લીધો અને એક વ્યક્તિને નોકરી પર રાખ્યો. તેમણે એક એપ્લિકેશન પણ તૈયાર કરાવી અને થોડા જ પ્રચારથી ચાની ડિલિવરી કરવા લાગ્યા. તેમણે અમેઝોનની નોકરી છોડી દીધી. એપ્લિકેશનની સાથે જ તેઓ વોટ્સએપ તેમજ ફોન પર પણ ચાના ઓર્ડર લેવા લાગ્યા.

Tea

રઘુવીરને અંદાજો ન હતો કે તેમનો આઈડિયા કેટલો સફળ થશે. તેમની પાસે વધુ પૈસા ન હોવાથી પોતાના 3 મિત્રો સાથે ભેગા થઈને આ કામની શરૂઆત કરી. ધીરે ધીરે પોતાની આસપાસના દુકાનદારોનો સંપર્ક કર્યો અને લગભગ 100 જેટલી દુકાનોનું કામ મળી ગયું. જે ગુણવત્તાની ચા તેઓ આપતા અને તેવી ચા માર્કેટમાં મળવી ઘણી મુશ્કેલ હતી. થોડા દિવસો બાદ તેમણે એક બાઈક પણ ખરીદી લીધું.


આજે જયપુરમાં રઘુવીરના 4 ચા સેન્ટર્સ છે જ્યાંથી તેઓ ચાની ડિલિવરી કરે છે. દરરોજના તેમને 500થી 700 ચાના ઓર્ડર મળે છે. અને તેનાથી તેમને દર મહીને આશરે 1 લાખથી વધુની કમાણી થાય છે. આજે તેમની પાસે 4 મોટરસાઈકલ છે જેનાથી તેઓ ચાની ડિલિવરી કરે છે.


રઘુવીર સ્ટાર્ટઅપ શરૂ કરતા એ તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે જે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. રઘુવીરની આ સ્ટાર્ટઅપ સફર આપણને સમજાવે છે કે આપણને સૌને એ એક મોકાની જરૂર હોય છે. તેની સાથે જ પૂરી લગનથી મહેનત કરવામાં આવે તો આપણને સફળ થતાં કોઈ નથી રોકી શકતું.

સૌજન્ય : યોર સ્ટોરી ગુજરાતી

દરરોજ આવી પ્રેરણાદાયી વાત અને માહિતી માટે લાઇક કરો આમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !

1. બહુ જ સરસ લેખ હતો = 10

2. બહુ ના મજા આવી = 8

3. ઠીક હતો = 5

4. બોગસ = 2

તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !

– તમારો જેંતીલાલ