દિલ્હીના આ બેસ્ટ ૫ માર્કેટ, શોપિંગ કરશો તો બેસ્ટ, નહિ તો જીવનમાં એકવાર જરૂર જોવા જેવા છે…

દિલ્હીની અનેક જગ્યાઓ ફેમસ છે, પણ દિલ્હીમાં સૌથી વધુ ફેમસ છે, અહીંના માર્કેટ. આમ તો અહીં જરૂરિયાત મુજબના અલગ અલગ બજાર છે. પરંતુ તેમાં કેટલાક માર્કેટ એવા છે જે સ્વર્ગ જેવા લાગે છે. અહીં કપડાથી લઈને તમામ એસેસરીઝ સસ્તા ભાવ પર મળી રહે છે. તો આજે અમે તમને જણાવીશું દિલ્હીના શોપિંગ માટેના ટોપ 5 માર્કેટ્સ વિશે.દિલ્હી ફરવા જાઓ, તો તમારા ફરવાના લિસ્ટમાં આ 5 માર્કેટને જરૂર સામેલ કરજો. શોપિંગ કરશો તો બેસ્ટ, નહિ તો જીવનમાં એકવાર જરૂર જોવા જેવા છે દિલ્હીના આ ફેમસ માર્કેટ.

સરોજિની નગરઅહીં તમને માત્ર 50 રૂપિયાની કિંમતે કપડાની શરૂઆત થાય છે. એટલે કે શોપિંગ બજેટ બરાબરનું જળવાઈ રહે. આ માર્કેટનો સૌથી બેસ્ટ પાર્ટ બાર્ગેનિંગ છે. જો તમારામાં ભાવતોલ કરવાનું હુન્નર છે, તો અહી તમે તમારી મરજીથી રૂપિયા ઓછા કરાવી શકો છો. આ માર્કેટમાં હંમેશા દિવસે જ જવું, કેમ કે સાંજના હિસાબે અહીં જરૂરિયાત મુજબની લાઈટ હોતી નથી. સોમવારે સરોજિની માર્કેટ બંધ રહે છે.

જનપથઅહીં જ્વેલરીના ભાવની શરૂઆત 20 રૂપિયાથી થાય છે. આ ઉપરાંત કપડા પણ અહી મળી રહે છે. જો તમને કચ્છ અને રાજસ્થાની વર્કથી પ્રેમ છે, તો અહીંના સ્ટોર્સમાં તમને બંને રાજ્યોના કપડા, એસેસરીઝ, હોમ ડેકોરનો સામાન મળી જશે. રવિવારે જનપથ માર્કેટની દુકાનો બંધ હોય છે.

લાજપત નગરતમને એથનિક વેર બજેટ ભાવમા ખરીદવુ છે, તો આ માર્કેટ તમારા માટે બેસ્ટ છે. અહીં તમને વેસ્ટર્ન વેર પણ મળી જશે. અહીં સસ્તામાં ફેબ્રિકનું શોપિંગ કરી શકો છો. અહીંનું સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન લાજપત નગર જ છે. આ માર્કેટ સોમવારે બંધ હોય છે.

મોનેસ્ટ્રી, કાશ્મીરી ગેટઆ માર્કેટ યુવકો માટે બેસ્ટ શોપિંગ માર્કેટ છે. એમ કહો કે, અહીં યુવકોનો અડ્ડો હોય છે. અહીં યુવકો માટે એક એકથી ચઢિયાતુ કલેક્શન મળી રહે છે. વિન્ટર વેરથી લઈને સમર કલેક્શન, દરેક સીઝન માટેના બેસ્ટ કપડા અહીં તમને મળી રહેશે. એ પણ બજેટમાં. અહીં કપડા ઉપરાતં યુવકો માટે શૂઝ, એસેસરીઝ પણ મળી રહે છે. આ માર્કેટ સોમવારે બંધ રહે છે.

કમલા નગરનોર્થ કેમ્પસની વચ્ચે પોપ્યુલર એવા આ માર્કેટમાં બ્રાન્ડથી લઈને સ્ટ્રીટ શોપ સુધીના દરેક ઓપ્શન મળી રહેશે. અહીંથી તમે તમામ બ્રાન્ડ્સ માટે લેટેસ્ટ કલેક્શન મેળવી શકો છો. જો તમે સસ્તી શોપિંગ કરવા માંગો છો, તો સ્ટ્રીટ માર્કેટમા પણ બેસ્ટકલેક્શન મળી જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી જગ્યાઓની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી