ડેલવરનું જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર… વાંચો અને શેર કરો..

આપણે અહીં મંદિર-મસ્જિદના વર્ષો જુના ઝઘડાઓ ચાલતા રહે છે અને નિર્દોશ લોકો મરતા રહે છે. જ્યારે અમિરકામાં ચર્ચોને મંદિરમાં ફેરવવામાં આવી રહ્યા છે અને લોકો ખુશીખુશી તેને વધાવી રહ્યા છે.

અહીં વાત થઈ રહી છે અમેરિકાના ડેલવેરના એક 50 વર્ષ જૂના ચર્ચની. આ ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે અને ગત નવેમ્બરમાં ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. અમદાવાદના સ્વામિનારાયણ સંસ્થાને અત્યાર સુધીમાં વિશ્વભરમાં પાંચ ચર્ચને મંદિરમાં ફેરવ્યા છે. જેમાંના ત્રણ મંદિરો અમેરિકામાં આવેલા છે.

ડેલવેર અગાઉ સ્વામિનારાયણ સંસ્થાને કેલિફોર્નિયા અને કેનટકીમાં ચર્ચને મંદિરમાં પરિવર્તિત કર્યા છે. બ્રિટનમાં પણ બે ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કર્યા છે. તેમાનું એક મંદિર લંડન અને બીજું મંદિર માન્ચેસ્ટરના બોલ્ટનમાં સ્થિત છે.

સ્વામિનારાયણ સંસ્થાનના વ્યવસ્થાપક વાસુ પટેલે જણાવ્યું કે વર્ષ 2014-2015માં હાઇલેન્ડ મેનોનાઇટ ચર્ચને હસ્તગત કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ષના જિર્ણોદ્ધાર બાદ ચર્ચને મંદિરમાં ફેરવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિરને શણગારવા તેમજ સંપૂર્ણ ઓપ આપવા માટે ભારથી બે શિખર અને ઘુમ્મટ લાવી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.

ડેલવેરનું તે ચર્ચ વર્ષોથી બંધ પડ્યું હતું. માટે સ્વામિનારાયણ સંસ્થાએ તેને હસ્તગત કરવાનો નિર્ણય લીધો હતો. આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ઉપરાંત ગણેશજી અને ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. ડેલવેરમાં હાલ 700 હિન્દુઓ રહે છે. તેમના માટે પોતાની પોતાના ધર્મ પ્રત્યેની આસ્થા પ્રગટ કરવાનો નવો માર્ગ મળી ગયો છે.

લેખન સંકલન : આશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી