આખી શાળામાં ફક્ત એક જ છોકરી છે બાકીના બધા વિદ્યાર્થી છોકરા છે, રસપ્રદ સ્ટોરી છે એની પાછળ…

કોઈ પણ સ્કૂલમાં માત્ર યુવકો ભણતા હોય છે, અથવા તો માત્ર યુવતીઓ જ હોય છે. તો મોટાભાગની સ્કૂલોમાં બંને સાથસાથ. પરંતુ શું તમે એવી કોઈ સ્કૂલ વિશે સાંભળ્યુ છે, જ્યાં 250 છોકરાઓ વચ્ચે માત્ર એક છોકરી ભણતી હોય. દહેરાદૂનના કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલ એવી એક સ્કૂલ છે, જ્યાં સ્કૂલમાં છઠ્ઠી ક્લાસમાં ભણનારી શિકાયના એકલી છોકરી છે. 12 વર્ષની ઉમરમાં શિકાયના આ વાતથી બહુ જ ખુશ છે. તેને ત્યાં કઈ પણ અજીબ નથી લાગતું.

એક ઈન્ટરવ્યૂમાં શિકાયનાએ કહ્યું કે, થોડો અલગ અનુભવ જરૂર છે, પણ યુવતીઓ બધુ જ કરી શકે છે. તો હું બોયઝ સ્કૂલમાં કેમ નથી ભણી શક્તી. પરંતુ 250 છોકરાઓની વચ્ચે એકલા ભણવાનો નિર્ણય શિકાયનાએ પોતાની મરજીથી નથી લીધો. તેના પાછળ કેટલીક પરિસ્થિતિ જવાબદાર હતી, અને થોડી તેની કિસ્મત.

શિકાયનાને ગીત ગાવું બહુ જ સારું લાગતું હતું. ટીવી પર અનેક શોમાં તે ભાગ લઈ ચૂકી છે. વોયસ ઓફ ઈન્ડિયામાં શિકાયનાએ ગત સીઝનમાં ભાગી લીધો હતો, તે ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી પણ હતી. તેના માટે તેને સપ્ટેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018 સુધી તેને જૂની સ્કૂલમાંથી રજા લેવી પડી હતી. જ્યારે રિયાલિટી શોમાંથી તે પરત ફરી હતી, તો સ્કૂલે વધુ રજા લેવાને કારણે તેને સ્કૂલમાંથી આગળના ક્લાસમાં જવા ના પાડી દીધી હતી. તેના બાદ તેના પિતા પાસે દીકરીને સ્કૂલમાંથી કાઢી લેવા શિવાય બીજો કોઈ રસ્તો ન હતો. શિકાયનાના પિતા દહેરાદૂનના કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમા સંગીતના ટીચર છે. તેમણે શિકાયના માટે બીજી બે-ત્રણ સ્કૂલોમાં ફોર્મ ભર્યું હતું. પણ તેને ક્યાંય એડમિશન ન મળ્યું. તેના બાદ તેણે શિકાયનાને પોતાની સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરી હતી.

તેના પિતાના જણાવ્યા અનુસાર, સ્કૂલે શિકાયના વિશે પોતાના નિર્ણય સંભળાવવામાં 15-20 દિવસનો સમય લીધો હતો. માત્ર શિકાયનાનું એડમિશન જ સવાલ ન હતો, પણ આ એડમિશન બાદ ઉભા થનારા સવાલો પર વિચાર કરવાનો હતો. આખરે સ્કૂલમાં શિકાયનાનો ડ્રેસ શું હશે, ટોયલેટ રૂમ ક્યાં હશે, જો બીજા ટીચર પણ આવી માંગ કરે તો શું થશે. સ્કૂલના મેનેજમેન્ટને આ સવાલનો જવાબ પણ શોધવાનો હતો. 20 દિવસ બાદ સ્કૂલે શિકાયનાની તરફેણમાં જવાબ આપ્યો હતો. શિકાયના પોતાની જૂની સ્કૂલમાં ટ્યુનિક પહેરતી હતી. પરંતુ નવી સ્કૂલમાં તે યુવકો જેવો યુનિફોર્મ પહેરીને જાય છે.

શિકાયનાના ક્લાસમાં 17 યુવકો છે, અને તેમની વચ્ચે પેન્ટ-શર્ટ અને બેલ્ટ લગાવીને તે તેમાંની એક જ લાગે છે. ફરક માત્ર તેના લાંબા વાળનો છે. શિકાયનાના એડમિશન બાદ બીજી સમસ્યા ગર્લ્સ ટોયલેટની હતી. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે તેને મહિલા ટીચર્સનું ટોયલેટ યુઝ કરવાની પરમિશન આપી દીધી. નવી સ્કૂલમાં શિકાયના લોન ટેનિસ ભણવાનું શરૂ કર્યું છે. પણ અહીં પણ તેની પહેલી પસંદ ગાવું જ છે. તે આ સ્કૂલમાં એકલી યુવતી છે, તેનો તેને ડર નથી, પણ ગર્વ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી