દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, આ અભિનેત્રીઓ બની ચુકી છે ફિલ્મ પ્રોડ્યુસર, જે કરે છે કરોડોની કમાણી

દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, આ અભિનેત્રીઓ બની ચુકી છે ફિલ્મ પ્રોડ્યુસર, કરે છે કરોડોની કમાણી.

બોલીવુડમાં ફિલ્મો બનાવવા માટે કલાકાર, નિર્દેશક, નિર્માતા જેવા તમામ લોકોની જરૂર હોય છે. જો કે બૉલીવુડ જગતમાં આજના સમયમાં અભિનેત્રીઓ અભિનેતાની તોલે તો આવી જ ગઈ છે પણ નિર્માતા અને નિર્દેશકની ગણતરીમાં આજે પણ પુરૂષોનું વર્ચસ્વ વધુ દેખાય છે. જો કે ઘણી બધો અભિનેત્રીઓ એવી છે જે અભિનય કરવાની સાથે સાથે નિર્માતા પણ બની ચુકી છે. હવે એ ફક્ત ફિલ્મોમાં અભિનય કરીને જ નહીં પણ એને પ્રોડ્યુસ કરીને પણ મોટી કમાણી કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એવી અભિનેત્રીઓ વિશે જે બની ચુકી છે સફળ નિર્માતા.

image source

દીપિકા પાદુકોણ.

બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ એક સફળ અભિનેત્રી તો છે જ સાથે જ હવે એ એક નિર્માતા પણ બની ચુકી છે. દીપિકા વર્ષ 2018માં નિર્માતા બની હતી અને એમને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ લોન્ચ કર્યું હતું જેનું નામ Ka productions છે. આ પ્રોડક્શન હાઉસમાં મેઘના ગુલઝારની ફિલ્મ છપાકને પ્રોડ્યુસ કરવામાં આવી હતી. એસિડ એટેકના મુદ્દા પર બનેલી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં દીપિકા દેખાઈ હતી.

image source

અનુષ્કા શર્મા.

ફિલ્મોમાં પોતાની ચુલબુલી અદાઓથી સૌનું દિલ જીતી લેનાર અભિનેત્રી અનુષ્કા શર્મા પણ નિર્માતા બની ચુકી છે. એમને 25 વર્ષની ઉંમરમાં જ ક્લીન સ્લેટ ફિલ્મ્સ નામની એક પ્રોડક્શન કંપની ખોલી હતી. અનુષ્કાએ પોતાના ભાઈ કરણેશ શર્મા સાથે આ પ્રોડક્શન હાઉસને વર્ષ 2013માં શરૂ કર્યું હતું. એમના પ્રોડક્શન હાઉસમાંથી અત્યાર સુધી એનએચ10, ફિલ્લોરી અને બુલબુલ જેવી ફિલ્મો અને વેબ સિરીઝ પ્રોડ્યુસ થઈ છે. એટલું જ નહીં જાણીતી વેબ સિરીઝ પાતાળ લોકને પણ અનુષ્કા શર્માએ જ પ્રોડ્યુસ કરી હતી.

image source

પ્રિયંકા ચોપરા.

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા હવે વિદેશી સ્ટાર બની ચુકી છે. પ્રિયંકા એક સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે એક સફળ નિર્માતા પણ છે. એમને વર્ષ 2015માં પર્પલ પેબલ પિક્ચર નામનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું. એમની કંપનીએ રાષ્ટ્રીય પુરસ્કાર સમ્માનિત મરાઠી ફિલ્મ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. એ સિવાય આ પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણા ક્ષેત્રીય ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યુ છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઈ ઇસ પિંકને આ પ્રોડક્શન હાઉસે કો- પ્રોડ્યુસ પણ કરી હતી.

image source

આલિયા ભટ્ટ.

ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સનું મન મોહી લેનાર આલિયા ભટ્ટ પણ હવે એક નિર્માતા બની ચુકી છે. આલિયાએ હાલમાં જ પોતાની પ્રોડક્શન કંપની ઇન્ટરનલ સનસાઈન પ્રોડક્શનસ લોન્ચ કરી છે. એમને ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જાણકારી આપતા લખ્યું હતું કે ” અને મને આની ઘોષણા કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે…પ્રોડક્શન. ઇન્ટરનલ સનસાઈન પ્રોડક્શનસ.ચાલો અમે તમને ખુશીઓથી ભરેલી વાર્તાઓ સંબળાવીએ, સાચી વાર્તાઓ, કથિત વાર્તાઓ” ખૂબ જ જલ્દી આ પ્રોડક્શન હાઉસમાંથી એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ