જલ્સા કરોને જેંતીલાલ

દિપીકાના પાસપોર્ટ કવરની કિમત જાણો છો? ખરેખર રૂપિયાવાળાને રૂપિયા ક્યાં ખર્ચવા એ જ શોધવાનું હોય છે…

દીપિકા પાદુકોણના પાસપોર્ટ કવરની કિંમત ઉડાવી દેશે તમારા હોંશ, કારણ કે…આ સમયમાં બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓ કાન્સ ફેસ્ટિવલમાં પોતાના હુસ્નના જલવા વિખેરવામાં મસરૂફ છે.

જેમાં કંગના રનૌત, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણના સુંદર અંદાજ બધાના દિલ ચોરી રહ્યા છે. જણાવી દઇએ કે દીપિકા પાદુકોણનો કાન્સ લુક અત્યારથી જ ચર્ચામાં છે, લાંબા ટ્રેંચ અને બ્લેક એન્ડ વ્હાઈટ લુક વાળા આ ડ્રેસમાં દીપિકા પાદુકોણ ખૂબ સુંદર નજર આવી રહી છે.

દીપિકા પાદુકોણના હોટ લુકે ૭૨માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મચાવ્યો તહલકો

દીપિકાની પોની ટેલ અને તેમનું કાજળ અને અને લિપસ્ટિક વાળુ લુક પણ તેમને કોમ્પલિમેંટ કરી રહ્યુ છે, પરંતુ દીપિકાના લુક્સથી વધુ ચર્ચા કોઈ તેમની બીજી ચીજની થઈ રહી છે. અસલમાં, આ લાલ જાજમ લુકથી પહેલા દીપિકાએ પોતાની ટ્રાવેલ ડિટેલની પોસ્ટ કરતા પોતાના પાસપોર્ટ કવરનો ફોટો સોશિયલ મિડિયા પર શેયર કર્યો હતો.

લોકોને આ પાસપોર્ટ કવર વાળા ફોટામાં ખૂબ દિલચસ્પી છે કારણ કે આ ફોટામાં દેખાઈ રહેલું આ કવર કોઈ સાધારણ કવર નથી. દીપિકા Grenelle કંપનીનું ડિઝાઈનર પાસપોર્ટ કવર ઉપયોગ કરી રહી છે જેની કિંમત લગભગ ૬૭૫ એમેરિકી ડોલર છે.

ભારતમાં આ પાસપોર્ટ કવરની કિંમત લગભગ ૪૮ હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે, હવે ભલે ને દીપિકા માટે આ કોઈ મોટી રકમ ન હોઈ પરંતુ ભારતમાં અનેક લોકોનું મહિનાનું વેતન આ આંકડાની આસપાસ જ હોઈ છે.

આમ તો આ પાસપોર્ટ કવર સિવાત દીપિકાનું ગાઉન પણ ચર્ચાનો વિષય છે, હાલમાં જ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેંટ પર ‘બાર્બી લુક’માં નજર આવી હતી અને હવે તે આ નવા લુકમાં દેખાઈ રહી છે. દીપિકાનો આ સુંદર અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ ખૂબ જ ઉમદા અભિનેત્રી છે અને તેઓએ ઘણી હીટ ફિલ્મોમાં કામ કરેલું છે.

તેમને વર્ષ ૨૦૦૭માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું માડ્યું હતુ અને અત્યાસ સુધી એમણે ત્રીસથી વધારે ફિલ્મો કરી ચૂકી છે. એમણે ફિલ્મોમાં આવતા પહેલા મોડલીંગ પણ કરેલી છે અને એ એક સફળ મોડલ રહી હતી.

દીપિકા પાદુકોણે ઘણી ફિલ્મો સાઈન કરી રાખી છે જે આવનાર સમયમાં રિલિઝ થશે. એ જ ફિલ્મોમાં એમની અમુક ફિલ્મોના નામ આ પ્રકારે છે, કિક ૨, રાણા, સપના દીદી બાયોપીક વગેરે.

દીપિકાથી જોડાયેલી જાણકારી

૩૨ વર્ષીય દીપિકા પાદુકોણનો જન્મ સન ૧૯૮૬માં કોપેનહેગનમાં થયો હતો અને તેમનો સબંધ ભારતના બેંગ્લોર શહેરથી છે. તેમના પિતા અને બહેન બન્ને ખેલાડી છે, ત્યાં જ એમની મા પણ એક ગૃહિણી જ નહિ એક ટ્રાવેલ એજંટ હતી.

દીપિકા પાદુકોણે પોતાની શિક્ષા પોતાના ગૃહનગરની સ્કુલથી પ્રાપ્‍ત કરી છે અને તે બેંગ્લોરના માઉંટ કાર્મલ અને સોફિયા હાઈસ્કૂલની છાત્રા રહી ચૂકી છે. એમણે કોલેજ સ્તરનો અભ્યાસ કરવા માટે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયમાં એડમિશન લીધું હતું. પરંતુ વચ્ચેથી જ એમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને એ એક કોલેજી ડ્રોપ આઉટ છે.

દીપિકા પાદુકોણથી જોડાયેલી અંગત જાણકારી

તેમણે પોતાના પિતાની જેમ બેડમિંટન રમવું ખૂબ સારું લાગે છે અને તે રાષ્ટ્રીય કક્ષા પર ઘણી બેડમિંટન પ્રતિયોગિતામાં ભાગ પણ લઈ ચૂકી છે. દીપિકા પોતાની કારકિર્દી બેડમિંટનમાં બનાવવા માંગતી હતી, પરંતુ કોઈ કારણોસર એવું ના થઈ શક્યું અને તે પોતાની કારકિર્દી તેમાં ન બનાવી શકી હતી. દીપિકા ખૂબ ઈંટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી હતી, જેના કારણે બાળપણમાં તેમના કોઈપણ મિત્રો નહોતા બની શક્યા.

દીપિકા પાદુકોણનો લુક

દીપિકા પાદુકોણ તેની હાઈટ અને સ્ટાઈલ માટે ઓળખાય છે અને તે બોલીવુડની લાંબી અભિનેત્રીઓમાંથી એક છે.

દીપિકા પાદુકોણની કારકિર્દી

૧૮ વર્ષની ઉંમરમાં દીપિકા એ મોડલીંગમાં પોતાની કારકિર્દી ઘડવાનો નિર્ણય લીધો હતો અને એમણે જાહેરખબરોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. જાહેરખબરોમાં કામ કરવાની સાથે-સાથે તે ફેશન શોમાં પણ રેમ્પ વોક કરતી હતી અને એમણે મોડલ ઓફ ધ યરનો ખિતાબ પણ જીતેલો છે. એમણે મોડલીંગ દરમિયાન જ અભિનય કરવાનું પણ શરૂ કરી દીધુ હતુ. જ્યારે એ ૨૧ વર્ષની હતી તો તેણે હિમેશ રેશમીયાના એક આલબમમા સાથે કામ કરવાનો અવસર પણ મળ્યો હતો.

એક્ટિંગ કરિયરની શરૂઆત


એમણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત એશ્વર્યા નામની ફિલ્મ સાથે કરી હતી, અને આ કન્નડ ફિલ્મ વર્ષ ૨૦૦૬મા રિલિઝ થઈ હતી. આ ફિલ્મ બાદ આ અભિનેત્રીને તેના કરિયરની પ્રથમ બોલીવુડ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ ‘ઓમ શાંતિ ઓમ’ હતું અને એ ફિલ્મમાં એમણે ઘણા પ્રસિધ્ધ સિતારાઓ સાથે કામ કરવાની તક મળી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version