દિપીકા પાદુકોણને સેટ પર મુકવા પહોંચ્યો રણવીર, જોઇ લો આ તસવીર જે હાલમાં છે જોરદાર ચર્ચામાં કારણકે…

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. સંજોગો ગમે તે હોઈ પણ રણવીર અને દીપિકા બંને હંમેશાં એક બીજાનો હાથ પકડીને એકબીજાની સાથે ઉભા રહ્યા છે. હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને ગેટવે ઓફ ઈન્ડિયા નજીક એક સાથે દેખાયા હતા. વાત જાણે એમ હતી કે રણવીર સિંહ દીપિકા પાદુકોણને સી ઓફ કરવા આવ્યો હતો. દીપિકા અને રણવીર બંનેએ સફેદ રંગના માસ્ક પહેર્યા હતા.

image source

દીપિકા પાદુકોને વ્હાઇટ કલરનું ટોપ અને બ્લેક કલરનું લોઅર પહેર્યું હતું. આ કોમ્બિનેશનન સાથે, તેમણે સફેદ રંગના સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા હતા.

image source

રણવીર સિંહના લુક વિશે વાત કરીએ તો તેણે ડાર્ક બ્લુ કલરનું જેકેટ અને લોઅર પહેર્યું હતું. આ ઉપરાંત રણવીર સિંહે બ્લેક કલરમાં સનગ્લાસ પણ પહેરી રાખ્યા હતા, જેની ફ્રેમ બ્લેક એન્ડ વ્હાઇટ હતી.

image source

રણવીર સિંહનો લૂક પરથી એવો અંદાજો લગાવી શકાતો હતો કે તેણે આ લૂક શૂટ માટે લીધો છે, અને તે શૂટિંગ માટે જવાની તૈયારીમાં છે.

image source

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને ત્યાર બાદ એમને વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં એકબીજા સાથે લગ્ન કરી લીધા. હાલ થોડા સમય પહેલા જ રણવીર અને દીપિકાએ પોતાના સુખદ અને સફળ લગ્નજીવનની બીજી વર્ષગાંઠ ઉજવી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલીયો કી રાસલીલા- રામલીલા પછીથી એકબીજાની નજીક આવ્યા હતા. ગોલીયો કી રાસલીલા- રામલીલા સિવાય રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વર્ષ 2015માં બાજીરાવ મસ્તાની ફિલ્મમાં અને વર્ષ 2018માં પદ્માવત ફિલ્મમાં સાથે દેખાયા. આગામી ફિલ્મ 83માં પણ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે દેખાશે.

image source

ગલી બોય ફિલ્મના સ્ટાર અભિનેતા સિદ્ધંત ચતુર્વેદી પણ ગેટવે ઓફ ઈન્ડિયા પર દેખાયો હતો. સિદ્ધાંત ચતુર્વેદીને અલીબાગ પહોંચવાનું હતું, જેના માટે તેણે ત્યાંથી બોટ રાઈડ લેવાનું નક્કી કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે સિદ્ધાંત ચતુર્વેદી હાલ શકુન બત્રાની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં આ ફિલ્મનું અલીબાગમાં શૂટિંગ ચાલી રહ્યું છે. દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી આ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.

image source

એક ફોટામાં બંનેને સાથે બોટ પર બેઠેલાં પણ જોવા મળ્યાં હતાં. છેલ્લા કેટલાક દિવસોમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ આ લોકેશન પરથી બોટ રાઈડ લેતા જોવા મળ્યા છે.

.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ