જલ્સા કરોને જેંતીલાલ

દિપીકાએ શેર કર્યા પોતાના બાળપણના ફોટા – ફેન્સ બોલી ઊઠ્યા, “OMG”

દિપીકાએ બાળપણની તસ્વીર શેર કરતાં દીપવીરના ઘરે પારણું બંધાવાની અફવાએ જોર પકડ્યું

તાજેતરમાં દીપીકાને ધી સ્પેશિયલ 20 અવોર્ડથી નવાજવામાં આવી હતી. આ અવોર્ડ તેણીને આઈફા અવોર્ડ્સના 20 વર્ષ પુર્ણ થયાની ઉજવણી નિમિતે આપવામાં આવ્યો હતો. દીપીકા પદુકોણ બોલીવૂડની ટોચની અભિનેત્રી છે અને આજે તેણી ટોચની અભિનેત્રીઓમાં સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રી છે. તેણી ફિલ્મો કરે કે એડવર્ટાઇઝમેન્ટ કરે કે પછી કોઈ પ્રસંગે હાજરી આપી રહી હોય કે પછી પોતાના પતિ રણવીર સિંઘ સાથે ક્યાંય જોવા મળી હોય તેણી અવારનવાર ચર્ચામાં રહે છે.

દીવાળીને વિત્યાને અઠવાડિયું પુર્ણ થયું તેમ છતાં હજુ પણ દીપીકા પદુકોણે દીવાળી સેલિબ્રેશનના જ મુડમાં છે. તેણીએ તાજેતરમાં તેણીના નાનપણની તસ્વીરો શેયર કરી છે. જેમાં તેણી માત્ર બે અઢિ મહિનાની નાનકડી બાળકી લાગી રહી છે. તેણીની આ ક્યુટ તસ્વીરોમાં તેણી વિવિધ પોઝ લઈને સુતી જોવા મળી છે. આ તસ્વીરો શેયર કરતાં તેણીએ કેપ્શનમાં “પોસ્ટ દિવાલી સેલિબ્રેશન્સ…. ” લખ્યું છે.

પણ અહીં ન્યુઝ તેણીની નાનપણની તસ્વીરોએ નહીં પણ તેણીની આ તસ્વીરો પર તેણીના ફેન્સ દ્વારા જે કમેન્ટ્સ કરવામા આવી તેના કારણે બન્યા હતાં. વાસ્તવમાં દીપીકાની આ નાનપણની તસ્વીરો શેર કરતાં જ દીપવીરના ઘરે પારણું બંધાવાની અફવાએ જોર પકડ્યું હતું. કારણ કે ઘણા બધા ફેન્સે તેણીને ગુડ ન્યુઝ માટે શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું હતું. જેની શરૂઆત એક ફેન્સની કમેન્ટ, “OMG ! Good News ?” થી થઈ હતી અને ત્યાર પછી તો તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો.

image source

આમ તો દીપીકા અવારનવાર પોતાના બાળપણની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતી રહે છે. પણ આ પહેલીવાર તેણીએ પોતાની આટલી નાની ઉંમરની તસ્વીરો શેર કરી છે.

આ પહેલાં તેણીએ પોતાની બાળપણની બર્થડે પાર્ટીની તસ્વીરો શેર કરી હતી અને તે તસ્વીરની સાથે સાથે તેણીએ તેના કેપ્શનમાં પોતાનો ભોજન પ્રત્યેનો લગાવ પણ વ્યક્ત કર્યો હતો. તેણીએ લખ્યું હતું, “હંમેશા ભૂખી… અને આજે પણ કશું જ નથી બદલાયું !”

તો વળી તે પહેલાં તણીએ પોતાની શાળાએ જતી બાળપણની તસ્વીર પણ શેર કરી હતી જેમા તેણી શાળાએ જવા માટે તૈયાર થઈ હતી.

દીપીકા પોતાના કુટુંબને ખુબ પ્રમ કર છે. અને પોતાનો આ પ્રેમ જાહરમાં વ્યક્ત કરતાં તે ક્યારેય ખચકાતી નથી. પોતાની નાની બહેન અનિષાને પણ તેણી ખુબ જ પ્રેમ કરે છે તેણીના બર્થડે પર તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુંદર તસ્વીર શેર કરી હતી. જેમાં તેણીએ પોતાની નાનકડી બહેન અનિષાને પોતાના ખોળામાં બેસાડી હતી. દીપીકાએ આ તસ્વીર શેયર કરતાં પોતાની બહેનને કંઈક આ રીતે બર્થ ડે વિશ કરી હતી. “હંમેશની જેમ હું તને વચન આપું છું કે હું તને પ્રેમ કરીશ, તારું રક્ષણ કરીશ અને તારા પર નજર રાખીશ, લવ યુ મારી નાનકડી !”

દીપીકા માત્ર પોતાની જ નાનપણની તસ્વીરો શેર નથી કરતી પણ પોતાના સુપરસ્ટાર પતિ રણવીરના બર્થ ડે પર પણ તેણીએ રણવીરનો ચાઈલ્ડહૂડ ફોટો શેર કર્યો હતો. આ તસ્વીર શેર કરતાં તેણીએ રણવીરના ભારોભાર વખાણ કરતાં લખ્યું હતું, અત્યંત સંવેદનશીલ અને લાગણીશીલ, કેરીંગ અને કંપેશનેટ એવા મારા પતિ, મારા મિત્ર, મારા પ્રેમી, મારા આત્મવિશ્સ અને તેથી પણ વધારે મારા બાળક, મારા નાનકડા, મારા પાઇનેપલ, મારા સનશાઇન, મારા મેઘધનુષ શુભેચ્છા પાઠવું છું કે તે હંમેશા આવો જ રહે. આઈ લવ યુ!

દીપીકા અને રણવીર જાહેરમાં ક્યારેય પોતાના પ્રેમને વ્યક્ત કરતાં ખચકાતા નથી. પછી તે હળવી પળો હોય, મસ્તીની પળો હોય કે પછી લાગણીશીલ પળો હોય. તેઓ ઘણીવાર સાથે હસતા અને સાથે રડતાં જોવા મળ્યા છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે બન્નેને કોઈ મોટું સમ્માન મળ્યું હોય ત્યારે તેઓ એકબીજા પ્રત્યેની લાગણીને આંસુથી વ્યક્ત કરતાં પણ જોવામાં આવ્યા છે.

અઠવાડિયા પહેલાં દિપિકાએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર 4.3 મિલિયન એટલે કે ચાર કરોડ અને ત્રણ લાખ ફોલોઅર્સનો આંકડો ક્રોસ કર્યો છે. તેણીએ આ બદલ પોતાના ફેન્સનો ખુબ આભાર માન્યો હતો.

image source

દીપીકા હાલ મેઘના ગુલઝાર દિગ્દર્શીત ફિલ્મ છપકમાં એક એસિડ એટેક પિડિતા મહિલાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત તેણી 83ના વર્લ્ડ કપ પર આધારીત ફિલ્મ 83માં કપિલ દેવ બનેલા રણવીર સિંહની પત્નીનું પાત્ર ભજવી રહી છે.

image source

દીપીકાએ પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને એ બધુ પાર કરીને તેણી આજે પોતાની કારકીર્દીની ટોચ પર છે. જે માટે તેણીએ અવારનવાર પોતાના ફેન્સ, પોતાના સાથીઓ તેમજ પોતાના કુટુંબનો આભાર માન્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version