દીપીકા-રણવીર કંઇક આવા પ્લેસ પર ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી કરશે સેલિબ્રેટ, કારણકે…

દીપીકા-રણવીર તીરુપતિ મંદીરમાં ઉજવી રહ્યા છે તેમની પ્રથમ મેરેજ એનીવર્સરી ! ફરી એકવાર યુગલોને આપી રહ્યા છે કપલ ગોલ

image source

ગયા વર્ષે એટલે કે 2018ની 14 નવેમ્બરે દીપીકા રણવીર ઇટાલીના લેક કોમોમાં સંપુર્ણ હીન્દુ વીધીથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ એક વર્ષ દરમિયાન તેમણે પોતાના પ્રેમને વારંવાર જાહેરમાં વ્યક્ત કર્યો અને લોકોને તેમની જોડી પહેલાં કરતાં પણ વધારે પસંદ આવી. આમ તેમની વચ્ચેનો સંબંધ દીવસેને દીવસે ઓર વધારે ગાઢ થઈ રહ્યો છે.

image source

આજે તેમના લગ્નને પ્રથમ વર્ષ પુર્ણ થઈ રહ્યું છે અને તે નિમિતે આ જોડી તીરુપતિના વેંકટેશ્વર મંદીરમાં આશિર્વાદ લેવા પહોંચી ગઈ હતી. જેની તસ્વીરો અને વિડિયોઝ ઝડપથી સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. દીપીકાએ આ પ્રસંગે સુંદર લાલ રંગની સાડી પહેલી છે સિંદુરથી સેંથો પુર્યો છે અને ટ્રેડીશનલ હેવી જ્વેલરી પણ પહેરી છે. તેણી આ લૂકમાં એક આદર્શ ભારતીય સુહાગણ લાગી રહી છે.

image source

તો બીજી બાજુ રણવીરે પણ વ્હાઇટ શેરવાની પહેરી છે. તેઓ જાણે ફરિવાર પરણી રહ્યા હોય તેવો તેમનો શણગાર લાગી રહ્યો છે. રણવીરે વ્હાઇટ શેરવાની સાથે ગુલાબી રંગનો સિલ્કનો દૂપટ્ટો પણ ઓઢ્યો છે. મંદીરમાં આસ્થાપૂર્ણ રીતે દર્શન કરીને તેમણે મિડિયાને સુંદર પોઝ આપ્યા હતા. અનને ત્યાં હાજર તેમના ફેન્સનું પણ તેમણે ખુબ જ નમ્રતાથી અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે માત્ર દીપીકા રણવીર જ નહીં પણ તેમની સાથે બન્નેના પરિવારે પણ હાજરી આપી હતી. અને તે બધાં પણ સંપુર્ણ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા.

image source

તેમની આ યોજનાબદ્ધ મુલાકાતથી કહી શકાય કે તેમણે પહેલેથી જ પ્રથમ એનિવર્સરીએ આ મંદીરે દર્શને આવવાનું પ્લાનિંગ કરી રાખ્યુ હશે. પ્રથમ એનિવર્સરીના દીવસે તેઓ તીરુપતી મંદીરની મુલાકાત લઈ રહ્યા છે તો એક અહેવાલ પ્રમાણે તેઓ 15 નવેમ્બરે સંપુર્ણ પરિવાર સાથે અમૃતસરના સુવર્ણ મંદીરમાં પણ દર્શનાર્થે જવાના છે.

image source

તમને જણાવી દઈએ કે દીપીકા રણવીરે ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતાં ત્યાં ઘણી બધી હોલીવૂડની હસ્તીઓ પણ લગ્નગ્રંથીથી જોડાઈ હતી અને ત્યાં જ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી પણ રાખવામાં આવી હતી. દીપીકા રણવીરે પોતાના લગ્નમાં સવ્યસાચી દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા વસ્ત્રો તેમ જ્વેલરી પહેર્યા હતા જેમાં તેઓ ખુબ જ આકર્ષક લાગી રહ્યા હતા.

image source

ગયા વર્ષે ઇટાલીમાં લગ્ન બાદ દીપીકા-રણવીરે ભારત આવીને અલગ-અલગ સ્થળે પોતાના સંબંધીઓ, મિત્રો તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન ગોઠવ્યા હતા. ત્યાર બાદ આ આખું વર્ષ તેમણે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પસાર કર્યું જેને તેઓ જાહેરમાં પણ ખુબ જ નિખાલસતાથી વ્યક્ત કરતાં હતા.

image source

પોતાના લગ્નના પહેલા વર્ષ વિષે પુછતાં દીપીકાએ એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે “આ વર્ષે એક સાથે રહીને અમે એકબીજાની સાથે જીવ્યા છે અને એક બીજાને જાણ્યા છે, અને મને બહુ ગર્વ થાય છે કે અમે એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

image source

મને ખબર છે કે ઘણા બધા લોકો લગ્નને લઈને ભયભીત રહે છે પણ અમે લગ્ન સંસ્થામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને તેની એક એક ક્ષણને એન્જેય કરી રહ્યા છે. ” તેણીએ વધારામાં જણાવ્યું હતું કે રણવીર સાથે લગ્ન કરવાનો નિર્ણય તેના જીવનનો ઉત્તમોત્તમ નિર્ણય હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ કલપ હંમેશા સોશિયલ મિડિયા પર પણ એકબીજા માટે જે લાગણી અનુભવે છે તે એક્સપ્રેસ કરતાં ખચકાતા નથી તો વળી એકબીજાની ઠેકડી ઉડાડવામાં પણ કંઈ બાકી નથી રાખતાં. હાલ આ બન્ને 1983ના વર્લ્ડ કપ પર આધારિક કપીલ દેવની બાયોપીકમાં એક સાથે કામ કરી રહ્યા છે જેમાં તે બન્ને પતિ-પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે. જેની રીલીઝની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by deepikapadukone 🔵 (@deepu_ki_deewani) on

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ