દિપીકાએ બદલી નાખ્યુ તેનું નામ, નવુ નામ છે સાવ સાદુ, જાણો તમે પણ

બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓમાં બની રહી છે.

image source

ક્યારેક તેની ચર્ચાનું કારણ તેની ફિલ્મ ‘છપાક’ હોય છે તો ક્યારેક તેનું કારણ જેએનયુમાં જવાનું હોય છે. આવામાં ફરીથી એકવાર દીપિકા પાદુકોણ ચર્ચાઓમાં પાછી ફરી છે.

હવે તેનું કારણ છે દીપિકાનું નામ. ખરેખરમાં દીપિકાએ તેનું નામ બદલી નાખ્યું છે.

image source

દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ખૂબ સક્રિય રહે છે. દીપિકા પાદુકોણ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફ વિશે પણ ફેન્સની સાથે પોતાના દિલની વાતો શેર કરતી રહે છે. આ બધાની વચ્ચે દીપિકાની સોશિયલ મીડિયા અકાઉન્ટ એક મોટું ચર્ચાનું કારણ બની ગયું છે.

image source

આપને જણાવીએ કે દીપિકા પાદુકોણે પોતાના ટ્વિટર પર નામ બદલીને માલતી કરી દીધું છે. હવે જો આપને પણ મગજમાં એવું થઈ રહ્યુ હશે કે પણ આ માલતી છે કોણ? તો અમે આપને જણાવીએ કે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’માં જે મુખ્ય પાત્ર છે તેનું નામ ફિલ્મમાં માલતી છે.

image source

ધ્યાન આપવા જેવી વાત છે કે આવું પહેલીવાર નથી થયું જ્યારે કોઈ સીતારાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું હોય. આની પહેલા વરુણ ધવન મોટાભાગે આ કામ કરતા જોવા મળે છે.

image source

વરુણ ધવન પોતાની ફિલ્મના કિરદારનું નામ જ સોશિયલ મીડિયા પર રાખી દે છે. જેમ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર વરુણ ધવને તેની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ના કિરદારનું નામ રાખી દીધું છે.

image source

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ છપાક’ ૧૦ જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. દીપિકાની ‘છપાક’ ની ટક્કર બોક્સ ઓફીસ પર અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી’ સાથે છે.

image source

અત્યાર સુધી બોક્સ ઓફિસના આંકડાઓ મુજબ ‘તાનાજી’ ‘છપાક’થી ઘણી આગળ નીકળી ગઈ છે. પરંતુ આમ થવાનું સૌથી મોટું કારણ બન્ને ફિલ્મને મળેલી સ્ક્રીન પણ હોઈ શકે છે. કેમકે ફિલ્મ ‘તાનાજી’ ને ફિલ્મ ‘છપાક’ કરતા વધારે સ્ક્રીન મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !