દીપીકાએ આ ટેક્ષી સ્ટાર્ટઅપમાં રોક્યા 21 કરોડ રૂપિયા, રામની લીલા બિઝનેસ પણ કરી જાણે છે…

બોલીવૂડ હવે ઘણું બધું બદલાઈ ગયું છે. પહેલા બોલીવૂડના કલાકારો માત્ર પોતાના કામ પર જ નિર્ભર રહેતા હતા. અને જ્યારે તેમના તારા આકાશમાં હોય ત્યારે તેઓ ખુબ કમાતા અને પછી પાછલી જીંદગીમાં ઘણા બધા કલાકારોને આપણે કામ તેમજ રૂપિયા માટે વલખા મારતા પણ જોયા છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. કલાકારો હવે માત્ર પોતાના કામથી જ નહીં પણ પોતાના કમાયેલા નાણાના યોગ્ય ઇનવેસ્ટમેન્ટથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને નવા નવા સાહસો ખેડી રહ્યા છે.

image source

તાજેતરમાં મળેલા અહેવાલ પ્રમાણે દીપીકાએ એક સ્ટાર્ટર કંપનીમાં કરોડો રૂપિયાનું ઇનવેસ્ટમેન્ટ કર્યું છે. આ ઉપરાંત તેણી પોતાની ક્લોધીંગ બ્રાન્ડ પણ ધરાવા છે અને તેણીના મુળ કામ ઉપરાંત પણ તેણી બીજા વ્યવસાયો ચલાવીને ધૂમ કમાણી કરી રહી છે.

બ્લુ સ્માર્ટ, ઇલેક્ટ્રિક વેહિકલ મોબીલીટી સ્ટાર્ટપે જાહેરાત કરી છે કે, દીપીકા પદુકોણેની ઇનવેસ્ટમેન્ટ ફર્મ કેએ એન્ટરપ્રાઇઝીસે તેમના સ્ટાર્ટઅપમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. દીપીકાની સાથે સાથે જ આ સ્ટાર્ટઅપમાં જીતો એન્જલ નેટવર્ક, કલ્પવૃક્ષ ટ્રસ્ટ, સુર્વમ પાર્ટનર્સ તેમજ અન્ય ઇનવેસ્ટમેન્ટ પેઢીઓએ પણ રોકાણ કર્યું છે.

image source

બ્લુ સ્માર્ટની સ્થાપના પુનિત સિંઘ જગ્ગી,અનમોલ સીંઘ જગ્ગી અને પુનિત કે ગોયલ દ્વારા કરવામાં આવી છે જેને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. બ્લુ સ્માર્ટ રાઈડ-શેરિંગ સ્ટાર્ટ અપ વ્યાજબી ભાવે, પ્રિમિયમ પ્રકારની ઇલેક્ટ્રીક સેડાન તેમજ એસયુવીઓ માંગ પ્રમાણે પોતાના ગ્રાહકને ઉપલપ્ધ કરાવે છે.

બ્યુ સ્માર્ટ ઇલેક્ટ્રીક વેહિકલ સર્વિસના ડ્રાઈવરને તેમના ગ્રાહક તરફથી ઉંચા રેટીંગ્સ મળેલા છે તેમજ આ સર્વિસમાં જો વાહનનું બુકીંગ કરાવવામાં આ તો તમારે વાહન માટે ખુબ ઓછી રાહ જોવી પડે છે. આ ઉપરાંત તમારી રાઈડ કેન્સલ કરાવવાનો દર પણ ઝીરો છે. તમને જો કદાચ ઉબર ઓલાનો અનુભવ હશે તો ઘણીવાર તમારી રાઈડ ડ્રાઈવર દ્વારા કેન્સલ કરી દેવામાં આવે છે. અને ઘણીવાર તો છેક અરધો કલાક રાહ જોયા બાદ પણ તેઓ કેન્સલ કરી દે છે.

image source

ગ્રાહકો બ્લુ સ્માર્ટ iOS અને એન્ડ્રોઈડ એપ અથવા તો માત્ર ફોન કરીને પોતાની રાઈડ બુક કરાવી શકે છે. બ્લુ સ્માર્ટ લોન્ચ થયાથી અત્યાર સુધીમાં 20000 ગ્રાહકોને સેવા આપી ચુક્યું છે જે. આ સેવાને સૌ પ્રથમ દીલ્લી એનસીઆરમાં શરૂ કરવામા આવી છે અને તેને તો હજુ માત્ર ત્રણ જ મહિના થયા છે અને કંપનીને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

હાલ બ્લુ સ્માર્ટ પોતાની 200 ઇલેક્ટ્રીક કાર દ્વારા દીલ્લી એનસીઆરના પોતાના ગ્રાહકોને સેવા આપી રહી છે. પણ નવેમ્બર સુધીમાં તેઓ આ સંખ્યાને વધારીને 500 કરી દેવા માગે છે. જેમાં દીલ્લી-એનસીઆરની સાથે મુંબઈનો પણ સમાવેશ કરવામાં આવશે.

image source

બ્લુ સ્માર્ટ પોતાના આ સ્ટાર્ટઅપ દ્વારા રૂપિયા તો કમાવાનું લક્ષ ધરાવે જ છે પણ સાથે સાથે શેરીંગ વાળી ઇલેક્ટ્રીક ટેક્સી ઉપલબ્ધ કરાવીને. તે મોટા શહેરોમાંના ટ્રાફીને ઘટાડવા તેમજ શહેરના પોલ્યુશનને ઘટાડવામાં પણ મદદ કરવા માગે છે. કારણ કે તેમની આ સ્માર્ટ અર્બન મોબીલીટી સર્વિસ હવામાં શૂન્ય પ્રતિશદ પ્રદૂષણ ફેલાવે છે.

આ સ્ટાર્ટઅપની યોજના છે કે 2021 સુધીમાં તેઓ 15000 ઇલેક્ટ્રીક કાર બજારમાં ઉતારે અને પોતાના રાઈડ શેરીંગ પ્લોટફોર્મ પર 2500 જેટલા ચાર્જર ઉમેરે જેથી કરીને તેઓ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. 2020 સુધીમાં આ સ્ટાર્ટ અપ બીજા 25 મિલિયન ડોલરનું ફંડ ભેગુ કરવા માગે છે જેનાથી તેઓ દીલ્લી-એનસીઆર, મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં તેમની આ સર્વિસ સાર્વત્રિક રીતે પુર જોશમાં ચલાવી શકે.

image source

દીપીકા પદુકોણેના અન્ય રોકાણો અને વ્યવસાયો

હાલ દીપીકા પદુકોણે મિંત્રા સાથે પોતાની ક્લોધીંગ રેંજ ઓલ અબાઉટ યુ ધરાવે છે. તેની ફેમિલિ ફર્મ એટલે કે કૌટુંબીક પેઢી એક ઇનવેસ્ટમેન્ટ ફર્મ છે. આ પહેલાં દીપીકાએ ઓનલાઈ ફર્નિચર રેન્ટલ પ્લેટફોર્મ ફ્લોરેન્સો, તેમજ પર્પલ બ્રાન્ડની બ્યુટી પ્રોડક્ટમાં પોતાનું નાનુ-મોટું ઇનવેસ્ટમેન્ટ ધરાવે છે. તેનો ઉદ્દેશ આ બધામાંથી રૂપિયા કમાવાનો તો છે જ પણ સાથે સાથે તેણી નાના ઉદ્યોગોને બેઠા થવા દેવા માટે મદદ પણ કરવા માગે છે.

image source

દીપીકા પદુકોણે બોલીવૂડના એલીસ્ટર જેવા કે આમિરખાન અને રણવીર સિંહ કરતાં ઇનવેસ્ટમેન્ટમાં થોડી આગળ છે. ભારતમાં માત્ર દીપીકા અને વિરાટ કોહલીની જ બ્રાન્ડ વેલ્યુ 100 મિલિયન ડોલર કરતાં ઉંચી છે.

તેણી કુલ 21 પ્રોડક્ટ બ્રાન્ડને એન્ડોર્સ કરી રહી છે જેમાંના મોટા ભાગના દેશના ઉત્પાદનો જ છે. આ પહેલાં પણ દિપીકાએ બેંગલુરુ સ્થીત સ્ટાર્ટઅપ ધી સ્પેસટેકમાં પણ ઇનવેસ્ટ કર્યું છે. આ ઉપરાંત તેણીએ ડ્રમ ફુડ્સ ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ, કે જે ફ્લેવર્ડ યોગર્ટ બનાવતી એપિગેમિયા નામની બ્રાન્ડ છે તેમાં ઇનવેસ્ટ કર્યું છે. આ એક ફ્રાન્સ બેઝ્ડ કંપની છે. દીપીકા આ કંપનીમાં ઇનવેસ્ટ તો કરી જ રહી છે પણ સાથે સાથે તે તેની બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે.

image source

તેણી આ બ્રાન્ડ વિષે જણાવે છે કે તેણીને તેમની ઘણીબધી પ્રોડક્ટ ખુબ જ ભાવે છે અને ખાસ તો તેને એપિગેમિયાની બ્રાન્ડ ફિલોસોફી ખુબ પસંદ છે.

દીપીકા ઉપરાંત હિન્દી ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ નાની-મોટી કંપનીઓમાં પોતાના ઇનવેસ્ટમેન્ટ ધરાવે છે જેમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, માધુરી દીક્ષીત, શિલ્પા શેટ્ટી, જોહ્ન અબ્રાહમ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર તેમજ જેકલીન ફર્નાન્ડીઝનો સમાવેશ થાય છે.

મલાઈકા અરોરો

image source

મલાઈકા અરોરા મુંબઈ સ્થીત ફિટનેસ સ્ટાર્ટ અપ સર્વાને ફંડીંગ દ્વારા સપોર્ટ કરી રીહ છે. આ સ્ટાર્ટ અપ દ્વારા ઇનવેસ્ટરો પાસેથી કુલ 6થી 8 મિલિયન ડોલરનું ફંડ મંગાવવામાં આવ્યું હતું જેમાં મલાઈકા ઉપરાંત હોલીવૂડની પોપસ્ટાર જેનિફરે પણ પોતાનું ઇનવેસ્ટમેન્ટ કર્યું છે.

અર્જુન કપૂર

image source

અર્જુન કપૂરે પણ થોડા મહિના પહેલાં દીલ્લી સ્થિત હોમ ફુડ ડીલીવરી કંપની foodcloud.inમાં ઇનવેસ્ટ કર્યું છે. આ કંપનીનું લક્ષ સ્ત્રીઓનું સશક્તિકરણ છે. અર્જુને કંપનીના આ ઉદ્દેશથી આકર્ષાઈને જ તેમાં ઇનવેસ્ટ કર્યું છે.

શિલ્પા શેટ્ટી

image source

શિલ્પા શેટ્ટી એક એક્ટીવ પર્સનાલીટી છે તે પોતાના ગ્લેમર વ્યવસાયમાં પણ તેટલી જ એક્ટીવ છે અને અન્ય રોકાણામાં પણ તે તેટલો જ રસ ધરાવે છે. તેણીએ ગુરુગ્રામ સ્થિત હોનાસા કંઝ્યુમર પ્રાઈવેટ લીમીટેડમાં રોકાણ કર્યું છે. જે પોતાની મમાઅર્થ નામની બેબીકેર પ્રોડક્ટ્સ ધરાવે છે અને તેને હેન્ડલ પણ કરે છે. આ એક વિશાળ કંપની છે સમગ્ર દેશના 120 કરતાં પણ વધારે શહેરોમાં તે પોતાના 500,000થી પણ વધારે ગ્રાહકો ધરાવે છે. આ ઉપરાંત આ સ્ટાર્ટઅપ સમગ્ર દેશમાં 500થી પણ વધારે સ્ટોર્સ પણ ધરાવે છે.

પ્રિયંકા ચોપરા

image source

2018માં યુ.એસ સ્થિત ડેટીંગ કંપની બંબલે પોતાના ભારતમાં સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી હતી, ત્યારે પ્રિયંકાએ માત્ર તેમાં રોકાણ જ નહોતું કર્યું પણ તેની બ્રાન્ડ એમ્બેસેડર પણ બની હતી. આ ઉપરાંત તેણી એક સ્ત્રી કેન્દ્રીત એપમાં સલાહકાર પણ છે. બંબલ ડેટીંગ સાઇટની સ્થાપના વ્હીટની વોલ્ફ હેર્ડ દ્વારા 2011માં થઈ હતી અને અત્યાર સુધીમાં તેના અઢી કરોડથી પણ વધારે યુઝર્સ છે.

જોહ્ન અબ્રાહમ

જોહ્ન અબ્રાહમે મુંબઈ સ્થિત ગાર્ડીયન હેલ્થકેરમાં નાનકેડું રોકાણ કર્યું છે, આ કંપની હેલ્થ, વેલનેસ, અને બ્યુટી સ્ટોર્સ ધરાવે છે. આ સ્ટાર્ટ અપ યુએસ સ્થિત હેલ્થ એન્ડ ન્યુટ્રીશીયન કંપની જીએનસીની ભારતમાં ફ્રેન્ચાઈઝી ધરાવે છે.

image source

આ ઉપરાંત કરિશ્મા કપુર મુંબઈ સ્થિત કિડ્સ ક્લોધીંગ અને એસેસરીઝ પોર્ટલ બેબીઓયમાં પોતાનું ઇનવેસ્ટમેન્ટ ધરાવે છે. તો વળી સલમાન ખાન ગુરુગ્રામ સ્થીત ઓનલાઈન ટ્રાવેલ કંપની યાત્રા.કોમમાં ઇનવેસ્ટમેન્ટ ધરાવે છે. જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચન સિંગાપોર સ્થિત ઝીદ્દુ, કંપનીમાં અઢી લાખ ડોલરનું રોકાણ ધરાવે છે. તો ધકધક ગર્લ માધુરી દીક્ષીત વેરેબલ એન્ડ પ્રિવેન્ટીવ હેલ્થકેર ડીવાઈઝ સ્ટાર્ટઅપ GOQIIમાં પોતાનું ઇનવેસ્ટમેન્ટ ધરાવે છે.

તેમ જ ગયા વર્ષે હૃતિક રોશને એક ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોર ફીટમાં પણ ઇનવેસ્ટ કર્યું હતું. આ સ્ટાર્ટઅપ પિરામલ ગૃપના આનંદ પિરામલ, એક્સેલ ગ્રોથ, કાલારી કેપિટલ અને આઈડીજી વેન્ચર્સ દ્વારા સપોર્ટેડ છે.

image source

તમને જણાવી દઈએ કે માત્ર બોલીવૂડ સેલિબ્રિટિઝ જ નહીં પણ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા-મોટા કલાકારો તેમજ ઇન્ડિયન ક્રીકેટ ટીમના ક્રીકેટરો પણ વિવિધ સ્ટાર્ટ અપમાં પોતાના રૂપિયા રોકીને સપોર્ટ કરે છે. જેમાં સચીન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોનીનો સમાવેશ થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ