દીપિકા પાદુકોણના આ સાત વિચારો, જીવનમાં સફળતા મેળવવા કરે છે પ્રેરિત, અચૂક વાંચો

દેશની સૌથી સુંદર અભિનેત્રીમાની એક એટલે દીપિકા પાદુકોણ જેમની ચહેરાની સુદંરતાની સાથે સાથે વિચારો પણ એટલા સારા છે. દીપિકા પાદુકોણ એક અદભૂત ભારતીય અભિનેત્રી અને એક મોડેલ છે. અને આજે તે પોતાની એક્ટિંગથી લોકોના દિલો પર રાજ કરે છે. અત્યારે તે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ટોપની અભિનેત્રી છે.

આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે તેમણે અહીં સુધી પહોંચવા અને સફળતા કોઈ પણ ગોડફાધર વિના પોતાની જાતે હાંસલ કરી છે. આજે અમે B – town ની આ અભિનેત્રી એ આપેલા ૭ વાક્યો લઇ આવ્યા છે જે ખરેખર ખુબ જ ઊંડા અને જિંદગી જીવતા શીખવી જાય એટલા પ્રભાવશાળી છે.

૧. મારા ખ્યાલથી તમારી મહેનત અને કળા, એ જ તમારી અત્યાર સુધીની સફળતા પાછળનું રહસ્ય છે.

૨. દરેક વ્યક્તિના જીવનમાં સારો તેમજ ખરાબ સમય આવે છે. તેવામાં તમે પરિસ્થિતિને કેટલી સારી રીતે સમજીને આગળ જાઓ છો તે તમારું ભવિષ્ય નક્કી કરશે. અથવા તમે નિષ્ફળતા ને કારણે લોકોથી ડરીને ક્યાય દુર જતા રહેશો તો હંમેશા માટે ફેંકાઈ શકો છો તેના કરતા તેમાંથી કઈક શીખીને આગળ નવો રસ્તો બનાવો.

૩. કોઈ પણ પ્રકારના કામમાં પૂરે પૂરુ ધ્યાન આપવું અડધું ધ્યાન અહીં હોય અને અડધું ધ્યાન બીજી જગ્યાએ હોય તો તે તમને ક્યારે સફળતા અપાવી શકશે નહીં.. તમારું કામ ઉપરથી થોડું પણ ધ્યાન ખસ્યું તો પણ તમે દુર ફેકાઈ જશો. આથી હું મારું સંપૂર્ણ ધ્યાન મારા કામ પ્રત્યે જ આપું છું.

૪. લોકો તમારું ધ્યાન ભટકાવવા ગમે એટલે પ્રયત્નો કરે, પરંતુ તમારે ગભરાયા વગર તમારા લક્ષ્ય ઉપર ફોકસ કરવું જોઈએ. અમુક વાર એવો પણ સમય આવશે જયારે તમે તમારું કામ છોડવા સુદ્ધાં મજબુર થઈ જશો પણ તમારે અંદરથી મજબુત બનવું પડશે. ભૂલો કરવાની ચિંતા કર્યા વગર તમારી રીતે જ એ કામ પૂરું કરો.

૫. બે અભિનેતાઓના વિશ્વાસ પ્રત્યેની કેમેસ્ટ્રીમાં હું વિશ્વાસ કરું છું જેને કારણે એ બંનેની હાજરી એક અલગ જ કામ કરી જાય છે.

૬. ગમે એટલી મહેનત કરવા છતાં પણ દરેક વ્યકિત પોતાના બધા સપના પૂરા નથી કરી શકતો.

૭. મારી ચોઈસ, ફિંગરપ્રિન્ટસની જેમ બધાથી અલગ છે જેને કારણે હું બીજા બધાથી અલગ તરી આવું છું.

જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય છે અને ખરાબ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું તેના વિશે દીપિકા ખુબ સરસ લખ્યું છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી