કરો આ ટિપ્સ ફોલો, દિપીકા જેવી થઇ જશે પીઠ…

દીપીકા-અનુષ્કા-કેટરિના જેવી સુંદર પીઠ માટે આટલું કરો

આજે બેકલેસ અથવા તો મોટા ગળાવાળા બ્લાઉઝ તેમજ ડ્રેસીસ ટ્રેન્ડમાં છે અને તેના માટે સુંદર પીઠ હોવી ખુબ જ આવશ્યક છે અને સુંદર બેક હશે તો જ તમારા પર આ પ્રકારના વસ્ત્રો સારા લાગતા હશે. આપણને હંમેશા બોલીવૂડ સ્ટાર્સ જેમ કે દિપીકા, પ્રિયંકા કે પછી કેટરીનાના બેકલેસ ડ્રેસ ખુબ જ પસંદ આવતા હોય છે તેની પાછળ તેમના સુંદર વસ્ત્રો તો જવાબદાર છે જ, પણ તેમની સુંદર પીઠ પણ તે વસ્ત્રોને શોભાવે છે તે હકીકત આપણે ન ભુલવી જોઈએ. જો તમે પણ તેમના જેવી સુડોળ, સ્વચ્છ, ગ્લોઇંગ, સુંવાળી પીઠ ઇચ્છતા હોવ તો આજનો લેખ તમારા માટે જ છે.

image source

તો અહીં તમારે તમારી પીઠને ફેશિયલ જેવી જ ટ્રીટમેન્ટ આપવાની છે તેને તમે ફેશિયલની જગ્યાએ બેકેશિયલ પણ કહી શકો છો. જો તમને એવું લાગતું હોય કે ફેશિયેલની અસર માત્ર તમારા ચેહરા તેમજ ગળા પર જ થતી હશે તો તેવું નથી. ચેહરા જેટલી જ અસર ફેશિયલની તમારી પીઠ પર પણ થાય છે. અને જેમ ચેહરાને ફેશિયલની જરૂર છે તેવી જ ટ્રીટમેન્ટ તમારી પીઠ માટે પણ જરૂરી છે.

પીઠને પણ ચહેરા જેટલી જ માવજતની જરૂર છે

image source

બેકેશિયલ એટલે કે પીઠના ફેશિયલની આ ટ્રીટમેન્ટમાં તમારી ડોક, ખભા અને તમારી સંપુર્ણ પીઠનો સમાવેશ થાય છે. તમને ઘણીવાર એવું લાગતું હશે કે તમારી પીઠ હંમેશા ઢંકાયેલી હોય છે તો પછી તે ચેહરા જેવી શાઇન કેમ નથી કરતી ? હા, બની શકે કે તે ચેહરા કરતાં ધોળી હોય પણ શરીરના આ ભાગમાં સતત પરસેવો થયા કરે છે ખાસ કરીને ગરમીની તેમજ ભેજવાળા વાતાવરણમાં. અને આ પરસેવાના કારણે તમારી પીઠના પોર્સ બ્લોક થઈ જાય છે. અને માટે જ ઘણા બધા લોકોને પીઠ પર રેશિસ, લાલાશ, વ્હાઇટહેડ્સ તેમજ ખીલની સમસ્યા પણ સતાવતી રહે છે.

image source

અને તડકાના કારણે તમારી પીઠનો કેટલોક ભાગ ધોળો હોય છે તો કેટલોક ભાગ કાળો હોય છે. અને જ્યારે તમે કંઈ પણ મોટા ગળાવાળુ વસ્ત્ર પહેરો છો ત્યારે તમને આ અનઇવન ટોનના કારણે ક્ષોભ થાય છે. આમ આ બધી જ સમસ્યા માટે વિવિધ સમાધાનો હોય છે. અને અહીં તમને મદદમાં આવશે ફેશિયલ જેવી તમારી પીઠની ટ્રીટમેન્ટ.

ચેહરાની જેમ પીઠને પણ છે ક્લીન્ઝીક, ટોનીંગ તેમજ એક્સફોલિએશનની જરૂર

image source

પીઠના તેવા છીદ્રો કે જ્યાં કચરો ભરાઈ ગયો હોય છે અને તે બ્લોક થઈ ગયા હોય છે તેના માટે તમારે ફેશિયેલની જેમ જ ક્લીન્ઝીંગની જરૂર પડે છે અને ત્યાર બાદ માસ્કની જરૂર પડે છે અને ત્યાર બાદ તેની ઓઇલીનેસ ઓછી કરવા માટે ટોનીંગની જરૂર પડે છે.

image source

તો પછી સુકી અને શુષ્ક અને રુક્ષ ત્વચા માટે તમારે એક્સફોલીએશન અને મોઇશ્ચરાઇઝીંગ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. આ ટ્રીટમેન્ટ દ્વારા તમે તમારી પીઠનો અનઈવન ટોન પણ સુધારી શકો છો. ચેહરાના ફેશિયલમાં તમારા ચેહરા તેમજ આંખને આરામ મળે છે પણ પીઠના ફેશિયલમાં તમારા અરધા શરીર તેમજ મનને આરામ એટલે કે રીલેક્સેશન મળે છે.

બેક ફેશિયલથી તમારી પીઠની ગંદકી દૂર થાય છે અને એક અલગ જ ગ્લો આવે છે

image source

પીઠ પર ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવાથી તમારી પીઠની ત્વચા ચોખ્ખી તો થાય છે જ પણ સાથે સાથે તેને જરૂરી હાઇડ્રેશન પણ મળી રહે છે. બેક ફેશિયલ ટ્રીટમેન્ટ ચહેરાની જેમ એક્સફોલિએશન દ્વારા પીઠની ગંદકી દૂર કરે છે તેમજ પીઠમાં લોહીનું ભ્રમણ પણ સુધારે છે અને પીઠનું ટેક્સ્ચર પણ સુધારે છે.

image source

અહીં પણ તમે તમારી પીઠના મેલથી જામી ગયેલા છીદ્રોને સ્ટીમ આપીને ખુલ્લા કરી શકો છો. તેમજ તમે પીઠ પાછળના બ્લેકહેડ્સ અને વ્હાઇટ હેડ્સ પણ દૂર કરી શકો છો. આમ કવરાથી તમારી પીઠની ત્વચાને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે અને તે સ્વસ્થ રહેશે.

ફેશિયલની જેમ બેક ફેશિયલમાં પણ તમારે તમારી પીઠ પર પણ માસ્ક લગાવવાનો છે

image source

અહીં પણ તમે ચેહરાની જેમ વિવિધ પ્રકારના પેકનો ઉપયોગ કરી શકો છો. જેમ કે સ્ટ્રોબેરી માસ્ક તમારી પીઠની ત્વચાને ઉજળી બનાવે છે તો વળી બ્રાઉન શુગર માસ્ક તમારી ત્વચા પરથી મૃત ચામડીઓ હટાવે છે. આ સિવાય તમે ફ્રુટ ફેશિયલ પણ કરી શકો છો અને આ જ રીતે જો તમારી પીઠને તમે નિયમિત ફેશિયલ જેવી ટ્રીટમેન્ટ આપશો તો તમને ક્યારેય પણ બેકલેસ કે પછી મોટા ગાળાનો બ્લાઉઝ કે પછી ડ્રેસ પહેરતાં સંકોચ નહીં થાય.

આકર્ષક પીઠ માટે એક્સરસાઇઝ પણ કરી શકો છો

image source

એવું જરૂરી નથી કે આ ફેશિયલ તમારે પાર્લરમાં જ કરાવવું જોઈએ. જો તમને સંકોચ થતો હોય તો તમે આ ટ્રીટમેન્ટને ઘરે પણ તમારા મમ્મી, બહેન, ભાભી, નણંદ વિગેરેની મદદથી કરાવી શકો છો. આમ, પીઠને પણ જો ચેહરા જેવી ટ્રીટમેન્ટ આપવામાં આવશે તો તમારી પીઠ પણ દિપીકા-અનુષ્કા-કેટરીના જેવી સુંવાળી અને ગ્લોઇંગ થઈ જશે. અને જો તમે તેમના જેવી સ્નાયુબદ્ધ આકર્ષક પીઠ બનાવવા માગતા હોવ તો તમારા રોજિંદા ક્રમમાં 3-4 બેક એક્સરસાઇઝનો પણ સમાવેશ કરી શકો છો. જે આપોઆપ તમારી પીઠમાં બ્લડ સર્ક્યુલેશન વધારશે અને તમને આકર્ષક પીઠ આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ