એક નહિં પણ આ અનેક લાભ લેવા જલદી જ મુકી દો વાસ્તુ અનુસાર ઓફિસનુ ટેબલ આ રીતે

ઓફિસના ટેબલને વાસ્તુ અનુસાર કરો સેટ, સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં કરી શકશો કામ

નોકરી કરતાં લોકો સામાન્ય રીતે ઓફિસમાં પોતાના ટેબલ પર કેટલીક ખાસ વસ્તુઓ રાખતા હોય છે. કેટલાક લોકો ફોટો રાખે છે તો કેટલાક નાનકડા છોડ, ઘડિયાળ કે ભગવાનની મૂર્તિ રાખે છે.

આમ કરવાનો ઉદ્દેશ એવો હોય છે કે તેમનું મન કામ કરવામાં લાગે અને તેમની આસપાસ સકારાત્મકતા જળવાઈ રહે. ઓફિસમાં ટેબલ પર આ વસ્તુઓ રાખી તો શકાય છે પરંતુ તેને કેવી રીતે રાખવી જોઈએ તે જાણવું પણ જરૂરી છે.

1. ટેબલ પર છોડ રાખવો હોય તો તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવો.

image source

આ છોડ વાંસ કે મની પ્લાંટ હોય શકે છે. આ બંને છોડ સકારાત્મકતા લાવે છે. બંને છોડ પવિત્રતા, ખુશી અને સમૃદ્ધિના પ્રતીક છે.

આ છોડ મનને શાંતિ આપે છે. તેમના રંગથી સ્ટ્રેસ દૂર થાય છે. ટેબલ પર સૂકા કે કાંટાવાળા છોડ રાખવા નહીં.

2. ડેસ્ક પર ઉત્તર તરફ લીલા પાકથી લહેરાતા ખેતરની તસવીર રાખી શકાય છે. આ દિશામાં દોડતા ઘોડા, ઉડતા પક્ષી, સ્વસ્તિક, ઉગતા સૂર્યની તસવીર પણ લગાવી શકાય છે. તેનાથી મન પ્રફુલ્લિત રહે છે.

image source

અહીં ઉદાસ બાળક કે સ્ત્રી, તુટેલી મૂર્તિ જેવી નકારાત્મક વસ્તુઓ ન રાખવી. આ ઉપરાંત એક કરતાં વધારે તસવીર રાખવાને બદલે એક જ તસવીર રાખવી ઉત્તમ છે.

3. ટેબલ પર ફૂલ રાખવાનો શોખ હોય તો ખાસ ધ્યાન રાખવું કે અહીં રોજ તાજા ફૂલ જ રાખવા. કરમાયેલા ફૂલ ક્યારેય રાખવા નહીં. રોજ ફૂલ બદલી દેવા જેથી નકારાત્મક ઊર્જા દૂર થાય.

4. ભગવાનની મૂર્તિ રાખવી હોય તો પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રહે તેમ રાખવી અને તેના પર ધૂળ ન જામે તે માટે રોજ સફાઈ કરવી. કાર્ય શરૂ કરતાં પહેલા રોજ તેને પ્રણામ કરવા અને પ્રાર્થના કરવી કે તે માનસિક રીતે સ્પષ્ટતા આપે.

image source

5. ડેસ્ક પર સામાન જેમ તેમ વિખેરાયેલો ન હોય તે વાતનું ધ્યાન રાખવું. ટેબલ અવ્યવસ્થિત હશે તો હંમેશા મનમાં અવઢવ રહેશે અને કામ કરવામાં મન એકાગ્ર થઈ શકશે નહીં.

સાફ સફાઈનો અભાવ હશે તો તમારા કામની ગુણવત્તા પર પણ અસર થશે. તેથી રોજ સૌથી પહેલા ડેસ્કને સાફ કરવું.

image source

6. જ્યાં બેસીને આપણે કામ કરીએ છીએ તે સ્થાન પવિત્ર ગણાય છે. આજીવિકા કમાવાનું તે સાધન હોય છે. તેથી ડેસ્ક પર બેસી ક્યારેય નાસ્તો કરવો કે જમવું નહીં. ડેસ્ક પર બેસીને ચા કે કોફી પણ પીવી જોઈએ નહીં.

આમ કરવાથી પ્રગતિમાં બાધા આવે છે. આ ઉપરાંત કાર્યસ્થળ પર માનસિક વિકાર અને ક્લેશ વધે છે.

image source

7. વાસ્તુદોષ ન થાય તે માટે ડેસ્કની ઉત્તર કે પૂર્વ દિશામાં ક્રિસ્ટલનું પેપરવેટ રાખવું. ડેસ્ક પર ફેંગશૂઈનું ક્રિસ્ટલ કે લાફિંગ બુદ્ધા પણ રાખી શકાય છે તેનાથી નવી તકો પ્રાપ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ