લેટેસ્ટ ડિઝાઇન્સના કબાટથી તમારા રૂમને આ રીતે આપો ડિફરન્ટ લુક…

બેડરૂમની સજાવટ અને ડિઝાઇનિંગ કરતી વખતે દરેક લોકો સૌથી પહેલા કબાટના ફર્નિચર વિશે વિચારતા હોય છે. કબાટમાં તમે તમારી દરેક જરૂરી ચીજવસ્તુઓ તેમજ કિંમતી સામાન મુકી શકો છો. જો કે ઇન્ટીરિયર સ્પેસ અને તમારી જરૂરિયાત અનુસાર કબાટની ડિઝાઇન હોવી તે ખૂબ જ જરૂરી છે.
મોટાભાગના લોકો બજારમાંથી તેમની જરૂરિયાત અનુસાર કબાટની ખરીદી કરી લેતા હોય છે. પરંતુ જો તમે બજારમાંથી સિમ્પલ કબાટની ખરીદી કરી રહ્યા છો તો તે તમારા ઘરનો લુક થોડો બગાડી દે છે. આ માટે જરૂરી છે કે, તમે ડિઝાઇનર કબાટની ખરીદી કરો. આ કબાટ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે અને સાથે તમારા રૂમને એક ડિફરન્ટ લુક પણ આપે છે. તો આજે અમે તમને જણાવીશું કબાટની અવનવી ડિઝાઇન વિશે..

Geometric Form Wardrobeઆ ડિઝાઇનનુ કબાટ દેખાવમાં એકદમ સુપોપ અને ટ્રેન્ડી લાગે છે. આ કબાટ તમારા રૂમને સ્ટાઇલિશ અને મોર્ડન લુક આપે છે. આ પ્રકારનું કબાટ તમે તમારા ઘરેબનાવડાવી શકો છો તેમજ તેને તૈયાર પણ લાવી શકો છો. જો તમે કબાટ ઘરે રહીને કોઇની પાસે બનાવડાવો છો તો તે વધારે મજબૂત બને છે અને ઘરે બનાવેલા કબાટને લોન્ગ ટાઇમ સુધી કંઇ થતુ પણ નથી.

PrintedWardrobeપ્રિન્ટેડ કબાટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. પ્રિન્ટેડ કબાટને જો તમે તમારા રૂમમાં મુકો છો તેનાથી રૂમને એક ડિફરન્ટ લુક મળે છે. પ્રિન્ટેડ કબાટ દેખાવમાં બહુ જ સરસ લાગે છે. જો કે આજકાલ પ્રિન્ટેડ કબાટને પણ તમે ઘરે આસાનાથી બનાવડાવી શકો છો. પ્રિન્ટેડ કબાટ લેતા પહેલા એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે, કબાટની પ્રિન્ટ બરાબર થયેલી હોવી જોઇએ અને પ્રિન્ટ કોઇ જગ્યાએ ઉખડી ના ગઇ હોય તેનુ પણ તમારે પૂરતુ ધ્યાન રાખીને પછી જ પ્રિન્ટેડ કબાટની ખરીદી કરવી જોઇએ.

Wooden Wardrobeઆ ફેન્સી ડિઝાઇનનું વુડન કબાટ દરેક બેડરૂમ માટે એકદમ પરફેક્ટ હોય છે. આ કબાટની સૌથી મોટી ખાસિયત એ છે કે, વુડન કબાટમાં તમે તમારી દરેક વસ્તુને એકદમ કમ્ફર્ટ રીતે ગોઠવી શકો છો. બીજા બધા કરતા વુડન કબાટમાં સ્પેસ વધારે હોય છે જેથી કરીને સામાન મુકવામાં સરળતા પડે છે.

Laminate Wardrobeલેટેસ્ટ ડિઝાઇનનું લેમિનેટેડ કબાટ આજે પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે અને લોકો તેને વધુ પ્રમાણમાં ખરીદતા પણ હોય છે. એક અલગ જ પ્રકારના મટિરિયલમાંથી આ કબાટ બનાવવામાં આવે છે જેથી કરીને તેનો લુક એકદમ અલગ આવે છે. આ સાથે જ જો તમે લેમિનેટ કબાટની પસંદગી કરો છો તો તમારા રૂમને એક ડિફરન્ટ લુક મળે છે.

Mirror Wardrobeતમારી કિંમતી ચીજ વસ્તુઓને સ્ટોર કરવા મિરર વોર્ડરોબ એક બેસ્ટ ઓપ્શન છે. આ પ્રકારનુ કબાટ સ્ટાઇલિશ લુક આપે છે. આ સાથે જ મિરર ડિઝાઇનના કબાટથી તમારા રૂમને એક મોર્ડન લુક પણ મળે છે. જો કે આજકાલ મિરર કબાટમાં અનેક પ્રકારની નવી-નવી ડિઝાઇન્સ આવે છે. આમ, તમે તમારા રૂમની ડિઝાઇન સાથે મેચ કરીને પણ મિરર કબાટની પસંદગી કરી શકો છો.

આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા મિત્રો સાથે પણ આ ઉપયોગી માહિતી અચૂક શેર કરો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી