બેન્કથી લઈને LPG સુધીના ઘણા નિયમો 1 ડિસેમ્બરથી બદલાઇ રહ્યાં છે, જાણી લો ફાયદાની વાત

સામાન્ય રીતે એવું થતું હોય કે મહિનો બદલે એટલે નવા નિયમો આવે અને રોજના જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ જાય. તો આ વખતે પણ નવેમ્બર મહિનો પુરો થતાં કંઈક એવું જ જોવા મળશે અને 1 ડિસેમ્બર 2020થી સામાન્ય માણસના જીવનને લગતા ઘણા ફેરફારો થવાના છે.

image source

આ ફેરફારમાં આરટીજીએસ, રેલ્વે અને ગેસ સિલિન્ડરથી સંબંધિત ઘણા નિયમો બદલાશે, જેની સીધી અસર તમારા જીવન પર પડશે. જણાવી દઇએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમો કેશ ટ્રાન્સફર લગતા છે.

image source

તો આવો જાણી લઈકે કે શેમાં ફેરફાર થશે અને શું ફેરફાર થશે. સૌથી પહેલા વાત કરીએ આરબીઆઈની તો વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરથી, તમારી બેંક પૈસાના વ્યવહારોને લગતા આ નિયમને બદલશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) 24x7x365 ઉપલબ્ધ બનાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ડિસેમ્બર 2020થી લાગુ થશે.

image source

આ નિર્ણયનો મતલબ એવો થયો કે, હવે તમે RTGS દ્વારા ચોવીસ કલાક પૈસા ટ્રાન્સફર કરી શકશો. હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. એ જ રીતે વીમા વિશેના નિયમની વાત કરીએ તો હવે 5 વર્ષ પછી, વીમા ધારક પ્રીમિયમની રકમ 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે કે, અડધા હપ્તા સાથે પણ તે પોલિસી ચાલુ રાખી શકશે. દર મહિનાની પ્રથમ તારીખે સરકાર LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. એટલે કે, 1 ડિસેમ્બરે, રસોઈ ગેસના ભાવ દેશભરમાં બદલાશે. છેલ્લા મહિનાઓથી આ કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

image source

રેલ્વેને લગતા નિયમો વિશે વાત કરીએ તો ભારતીય રેલ્વે 1 ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેનો ચલાવશે. કોરોના સંકટ વચ્ચે પણ રેલ્વે ઘણી નવી વિશેષ ટ્રેનો સતત ચલાવી રહી છે. હવે 1 ડિસેમ્બરથી કેટલીક ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે. આમાં જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ બંને શામેલ છે.

image source

બંને ટ્રેનો સામાન્ય કેટેગરી હેઠળ ચલાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુ તાવી પુના જેલમ સ્પેશિયલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેઇલ સ્પેશ્યલ દરરોજ ચાલશે. તો આટલા નિયમોમાં આ મહિનો પુરો થશે એટલે ફેરફાર થશે જે તમારે ધ્યાનમાં લેવા પડશે અને તમારા ફાયદાની વાત પણ છે. તેમજ આ મહિનો 2020નો છેલ્લો મહિનો હશે. ત્યારબાદ 2021 શરૂ થવા જઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ