જલ્સા કરોને જેંતીલાલ

રાજ કપૂરની દીકરી રીતુ નંદાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા અનેક બોલિવૂડ સ્ટાર્સ,PICS

રાજ કપૂરની મોટી પુત્રી રિતુ નંદાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી.

image source

આ સમાચાર મળતાં જ કપૂર પરિવાર અને બચ્ચન પરિવાર તેમના ઘરે પહોંચ્યો હતો.

બોલીવુડના ધ શો મેન રાજ કપૂરની દીકરી અને અમિતાભ બચ્ચનના વેવાણ એવા રીતુ નંદાનું ૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ રાતના સમયે દિલ્લીમાં અંતિમ શ્વાસ લીધા હતા. રીતુ નંદા છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા એવું રીતુ નંદાના ભાઈ રાજીવ કપૂરનું કહેવું છે.

image source

રીતુ નંદાને કેન્સર હોતું જેની સારવાર ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. રીતુએ દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું.

કપૂર પરિવારમાંથી સૌપ્રથમ રીતુ નંદાના ભાઈ રાજીવ કપૂર દિલ્લી પહોંચ્યા હતા. તેમજ કપૂર પરિવારના અન્ય સભ્યો પણ રીતુ નંદાના અંતિમ સંસ્કાર માટે મુંબઈથી દિલ્લી પહોંચ્યા હતા. રીતુ નંદાના અંતિમ સંસ્કાર આજ રોજ એટલે કે મકરસંક્રાતિના દિવસ ૧૪ જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે કરવામાં આવ્યા હતાં.

image source

રીતુ નંદાનો જન્મ ૩૦ ઓક્ટોબર, ૧૯૪૮ના રોજ થયો હતો. રીતુ નંદાના કરિયરની વિશે જાણીએ તો રીતુ ફિલ્મી દુનિયા અને બૉલીવુડથી દુર રહ્યા છે. રીતુએ વીમા સેવાઓના ( આરએનઆઇએસ) અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી રહી ચૂક્યા છે.

image source

રીતુ નંદાએ ભારતની સૌથી મોટી વીમા કંપની ભારતીય વીમા કંપનીની પેંશન વીમા પોલિસીને એક જ દિવસમાં ૧૭૦૦૦ પોલિસી વેચી હતી. આ ૧૭૦૦૦ પેંશન પોલિસી વેચીને રીતુ નંદાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

image source

રીતુ નંદાએ ઘરેલુ ઉપકરણોના ઉત્પાદનથી શરૂઆત કરી હતી. આ વ્યવસાય નિકિતાશા ચલાવતા હતા, પછીથી આ વ્યવસાયમાં નબળા વિકાસના કારણે બંધ થઈ ગઈ હતી.

ઉપરાંત રીતુ નંદાએ ભારતીય વીમા નિગમના દાયકાના પુરસ્કારોની બ્રાન્ડ પ્રાપ્ત કરનાર અને સર્વશ્રેષ્ઠ વીમા સલાહકારની પણ ભૂમિકા નિભાવી ચુકી છે. તેમજ રીતુ નંદાએ એસ્કોલીફ અને રિમેરી કોર્પોરેટ આર્ટ સેવાઓ જેવી કંપનીઓને ખૂબ જ સારી રીતે મેનેજ કરી હતી.

image source

રણબીર કપૂરની બહેન અને ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રીતુ નંદાની ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કપૂર અને બચ્ચન પરિવાર પણ પારિવારિક સંબંધો ધરાવે છે કેમકે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન રીતુ નંદાના દીકરા નિખિલ નંદા સાથે કરવામાં આવ્યા છે. આમ બચ્ચન પરિવાર સાથે પણ રીતુ નંદાના પારિવારિક સંબંધો જોડાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version