જો આજે જ અપનાવશો આ ઘરગથ્થુ ઉપાયો, તો એક જ મિનિટમાં દૂર થઇ જશે ડેડ સ્કિન

ચહેરા પરની ડેડ સ્કિનને એક મિનિટમાં કરી દેશે દૂર આ ઘરગથ્થુ ઉપાય ડિસેમ્બર માસ શરૂ થતા પૂર્વે જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર સૌથી પહેલા શરીર પર થાય છે. તેના કારણે ત્વચાને પણ નુકસાન થાય છે. બદલતા વાતાવરણમાં ત્વચાને પણ કેટલીક સમસ્યાઓ સહન કરવી પડે છે.

આવી સમસ્યાઓમાંથી એક સમસ્યા છે ડેડ સ્કિન. ત્વચાની સંભાળ બરાબર રીતે રાખવામાં ન આવે તો તેના કારણે ચહેરા પર ધૂળ, માટી જેવા પ્રદૂષકો જામી જાય છે અને તેના કારણે ત્વચા કાળી પડી જાય છે અને તેને ડેડ સ્કીન કહેવાય છે.

image source

ડેડ સ્કીન થવાના કારણે ચામડી પર અગલ પડ બની જાય છે અને તે રુક્ષ હોય છે. તેના કારણે ત્વચાની રંગત ખરાબ થઈ જાય છે.

ડેડ સ્કીનના કારણે ખંજવાળ પણ આવે છે. આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જેના કારણે ત્વચાની ચમક લુપ્ત થઈ જાય છે.

આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે ત્વચા પર ડેડ સ્કીન જામી ચુકી છે. ડેડ સ્કીન ત્વચાને ટેક્સચરને પણ બદલી દે છે.

image source

ડેડ સ્કીનને સમયસર દૂર કરવામાં ન આવે તો અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

દિવસમાં બે વખત સ્નાન કરવાથી ડેડ સ્કીન દૂર થતી નથી. ડેડ સ્કીનને દૂર કરવા માટે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે.

ઘરમાં ઉપયોગમાં આવતી વસ્તુઓની મદદથી પણ ડેડ સ્કિનથી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે મોંઘા ફેસવોસ, સ્ક્રબ કે અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.

image source

1. ચહેરા પરની ત્વચાની ડેડ લેયરને દૂર કરવા માટે સૌ પ્રથમ એક કપમાં બ્રાઉન સુગર લો તેમાં તેલ નાખીને એક મિશ્રણ તૈયાર કરો.

હવે આ મિશ્રણથી થોડીવાર માટે તમારી ત્વચા મસાજ કરો.થોડી વાર માટે તેને છોડી દો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ સ્ક્રબનો ઉપયોગ સપ્તાહમાં બેવાર કરી શકાય છે.

2. એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટીની બેગ મુકો. હવે આ પાણીમાં એક ચમચી મધ નાખો. ત્યારબાદ આ મિશ્રણથી ચહેરા પર હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

image source

3. એક વાટકીમાં મધ અને ખાંડ મિક્સ કરો. તમારી ત્વચા પર તેનાથી થોડીવાર માટે સ્ક્રબ કરો અને પછી ધોઈ નાખો.

4. નાળિયેર તેલ અને લવંડર તેલમાં થોડું મીઠું ઉમેરો. આ સ્ક્રબનો ઉપયોગ ત્વચા પર 2થી 3 મિનિટ સુધી સ્ક્રબ કરો. ત્યારબાદ તેને નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.

5. પહેલા પપૈયાની પેસ્ટ તૈયાર કરો અને તેમાં ઓટ્સનો પાવડર ઉમેરો. ત્વચા ડ્રાય હોય તો તેમાં તેમાં બદામનું તેલ મિક્સ કરી મિશ્રણથી સ્ક્રબ કરો. તમારું સ્ક્રબ તૈયાર છે.

image source

ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે જ્યારે પણ ત્વચા પર સ્ક્રબ કરો ત્યારે પહેલા ચહેરાને પલાળી લેવો. ત્યારબાદ ઉપરોક્ત સ્ક્રબમાંથી કોઈપણ એકને ચહેરા પર બરાબર રીતે અપ્લાય કરો અને મસાજ કરો.

સ્ક્રબ કર્યા બાદ ત્વચાને સાફ કરી મોઈશ્ચુરાઈઝર લગાવો. ઉપર દર્શાવેલા સ્ક્રબનો ઉપયોગ તમે ચહેરા ઉપરાંત શરીર પર પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ