જલ્સા કરોને જેંતીલાલ

તારક મહેતા…માં દયાબેનની વાપસીને લઇને પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું..’હવે તો મારે જ….’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરિયલ છેલ્લા 13 વર્ષથી લોકોને ખડખડાટ હસાલતી આવી છે. દરેક પાત્ર હાલમાં ઘરે ઘરે ફેમસ થઈ ગયા છે. જો કે જ્યારથી શરૂ કર એ પાત્રોમાં હાલમાં અમુક પાત્રો આવતા નથી અને તેની જગ્યા બીજા પાત્રોએ પણ લીધી છે. ત્યારે એમાનું એક પાત્ર દયાભાભી હજુ પણ ચર્ચામાં આવતું રહે છે. હાલમાં માહોલ એવો છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી અનેક ટીવી સિરિયલ્સના પ્રોડ્યૂસર્સને બીજા રાજ્યમાં જઈને શૂટિંગ શરૂ કરવું પડી રહ્યું છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યૂસર અસિત મોદીએ હજી સુધી બીજા રાજ્યમાં શૂટિંગ શરૂ કરવા વિશે કશું વિચાર્યું નથી.

image source

જો કે દર વખતની જેમ આ વખતે પણ એક વાત ફરી ચર્ચામાં આવી છે કે દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે. આટલું જ નહીં પોપટલાલના લગ્ન થાય તેવી પણ વાતો બહાર આવી રહી છે. લાંબા સમયથી નટુકાકા પણ આ શોમાં જોવા મળ્યાં નથી.

image source

આ વાતને લઈ ચાહકો પણ નવાઈમાં મૂકાયા છે. ત્યારે હવે આ બધા જ પ્રશ્નોના જવાબ સામે આવ્યા છે અને આસિત મોદીએ આ તમામ મુદ્દા પર વાત કરી હતી. અસિત મોદીએ કહ્યું હતું, ‘અમારી પાસે ઘણાં બધા એપિસોડ હજુ પણ હતા જેથી અમે બીજે શૂટિંગ માટે ગયા નહોતા. જો કે, હવે અમે શિફ્ટ થવાનું વિચારી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લઈશું.

image source

અસિત મોદીએ હાલત વિશે જણાવ્યું કે, આ સમયગાળામાં આખી ટીમ સાથે બીજે શિફ્ટ થવું, સરળ નથી. આથી જ અમે સમજી વિચારીને આ નિર્ણય લઈશું. નટુકાકા, દયાભાભી, પોપટલાલ સહિત મહત્ત્વના પાત્રો સિરિયલમાં જોવા મળે છે. નટુકાકા પોતાની બીમારીમાંથી સાજા થઈ ગયા છે. તેમણે ચારેક જેવા એપિસોડ પણ શૂટ કર્યા હતા. જો કે, પછી એકદમ કોરોનાના કેસ વધતા તેમનો ટ્રેક ફરી લાવવામાં આવ્યો નથી. અસિત મોદીએ કહ્યું હતું, ‘નટુકાકા સીનિયર સિટીઝન છે અને હાલમાં જ બીમારીમાંથી સાજા થયા છે. હાલના સંજોગો પ્રમાણે અમને લાગે છે કે તે ઘરે જ રહે અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરે તો વધારે સારુ રહેશે. જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે અમે તેમને ચોક્કસથી પાછા લાવીશું.

image source

પોપટલાલના લગ્ન વિશે પણ અસિત મોદીએ વાત કરી કે, પોપટલાલના લગ્ન મહત્વના છે, પરંતુ હાલના સંજોગોમાં આ ટ્રેકમાં રાહ જોવી પડે તેમ છે. દયાભાભી વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, ‘મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છે. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. ત્યારે હવે દર્શકોને પણ રાહ છે કે ક્યારે ફરીથી શુટિંગ શરૂ થાય અને અસિત મોદી બીજે શુટિંગ વિશે શું વિચારે છે એ જોવું રહ્યું. જો કે અમુ સીરિયલોના શુટિંગ ગુજરાતમાં પણ થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version