જલ્સા કરોને જેંતીલાલ

દયાભાભીની આ ડુપ્લીકેટને જોતા રહી ગયા ફેન્સ, પુરાવો છે આ તસવીર

એક્ટ્રેસ દિશા વકાણી ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનો રોલ ભજવીને લોકોના દિલમાં વસી ગઈ હતી. એ પોતાની શાનદાર કોમેડીથી દર્શકોને હસાવતી રહી છે પણ એ છેલ્લા કેટલાક સમયથી આ શોનો ભાગ નથુ. પણ એમના ફેન્સ ફરી એકવાર એમને આ શોમાં જોવા માટે ખૂબ જ આતુર છે. આ બધાની વચ્ચે ઈન્ટરનેટ પર દયાબેનને કોપી કરતી રક છોકરીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દયાબેનને એકદમ સેમ ટુ સેમ કોપી કરનારી આ છોકરી એક કન્ટેન્ટ ક્રિએટર છે. આ યુટ્યુબરનું નામ ગરીમાં ગોયલ છે જે અલગ અલગ કન્ટેન્ટ દ્વારા દર્શકોને હસાવતી દેખાય છે તો હાલમાં જ ગરીમાં ગોયલ 24 કલાક માટે દયા ભાભી બની ગઈ. એમને એકદમ દયાબેનના પાત્રની જેમ જ સાડી પહેરી, હેરસ્ટાઇલ કરી અને એટલું જ નહીં દયાબેનના અંદાજમાં જ ગરબા પણ કર્યા. ગરીમાં ગોયલે દયાબેનના ઘણા ફેમસ ડાયલોગ પણ બોલ્યા. તમે પણ જોઈ લો વિડીયો..

24 કલાકની નવી દયા ભાભી ઈન્ટરનેટ પર ખૂબ જ હંગામો મચાવતી દેખાઈ રહી છે. આ નવી દયાબેનનો વિડીયો જોઈને ફેન્સ ખરેખર નવાઈ પામ્યા છે. ઘણા લોકોએ આ વીડિયો જોઈને તો એટલે સુધી કહી રહ્યા છે કે મેકર્સે આમને જ દયાબેનના રોલ માટે કાસ્ટ કરી લેવા જોઈએ. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ એ ખબર આવી હતી કે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને તારક મહેતા કા ઉલટા ચશ્માં શો ઓફર થયો હતો પણ એમને આ શો કરવાની ના પાડી દીધી.

તમને જણાવી દઈએ કે સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘દયાબેન’નો રોલ કરીને ઘરમાં ઘરમાં જાણીતી થયેલી દિશા વાકાણી 2017ના વર્ષના સપ્ટેમ્બર મહિનાથી શોમાં નજર નથી આવતી. દિશા વકાણી ઉર્ફે દયાબેનની ગેરહાજરી વિશે જાતજાતની ચર્ચાઓ થતી રહે છે.

વર્ષ 2017થી ફેન્સ દયાબેન આ શોમાં પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે પરંતુ તેમને વર્ષ 2021 સુધી નિરાશા જ સાંપડી છે. દિશા વાકાણી એટલે કે દયાબેનની શોમાં પરત ફરવાની વાતો ઘણી વાર થઇ છે પરંતુ ચોક્કસ સમય કે તારીખ આપવામાં આવી નથી કે દયા બેન પરત ચોક્કસથી પરત ફરશે જ.

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે દયા બેન એટલે કે દિશા વકાણીએ શોમાંથી ક્વિટ કરી લીધુ છે ત્યારે તેના ફેન્સ નિરાશ થયા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version