જલ્સા કરોને જેંતીલાલ

કન્ફર્મ ન્યૂઝ છેઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દિશા વકાણીની વાપસી નક્કી થઈ ગઈ છે!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સોની એટરટેઈન્મેન્ટના સબ ટીવી પર વર્ષોથી ચાલતા લોકપ્રિય કોમેડી સિરિયલના ચાહકો એક રાહત સમાચાર છે. છેલ્લા કેટલા સમયથી દરેકના પ્રિય દયાબેન શોમાં બહુ જ જલ્દી પરત ફરી રહ્યાં છે. આ શોના પ્રવક્તા શૈલેષ લોઢાએ તેની પુષ્ટિ કરી છે.

“તારાક મહેતાના ઉલ્ટા ચશ્મા” સિરિયલના ચાહકો અને નિર્માતાઓ માટે અત્યંત ખુશીના સમાચાર છે. આ ખુશ ખબર એ છે કે લાંબા સમયની રાહ જોવરાવ્યા પછી, દયાબેનનું લોકપ્રિય પાત્ર ભજવતાં ગુજરાતી મૂળના આ અભિનેત્રી દિશા વકાણી આ શોમાં પરત આવી રહ્યાં છે.

આ ટી.વી. શોમાં મુખ્ય પાત્ર ભજવનારા અને પ્રવક્તા શૈલેષ લોઢા દ્વારા તે એ સમાચારની પુષ્ટિ પણ કરવામાં આવી છે. શોના દર્શકોએ સપ્ટેમ્બર 2017થી તેમને એક પણ એપિસોડમાં જોયાં નથી. એ વચ્ચેના લાંબા સમયગાળામાં ઘણી વખત તેમની પરત ફરવાના સમાચારો વિશે અહેવાલો આવતા હતા, પરંતુ દરેક વખતે પ્રેક્ષકો નિરાશ થયા હતા.


તાજેતરમાં એક એવોર્ડ ફંક્શનમાં, શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે દિશાને તે સિરિયલના નિર્માતાઓ ચોક્કસપણે આ શોમાં પાછા લાવશે. ધીરજ રાખો કેમ કે ધીરજના ફળ મીઠાં હોય છે.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાને ઇન્ટરવ્યૂમાં, શૈલેષ લોઢાએ તેમના શોમાં દિશાના વળવાની પુષ્ટિ કરી છે. ત્યાં એક સમાચાર એ પણ છે કે “તારાક મહેતાની ઉલ્ટા ચશ્મા”ના નિર્માતાઓએ દિશાને 30 દિવસની આખરી અલ્ટિમેટમ આપી હતી, જેમાં વકાણીને આ શોમાં પાછા ફરવાનું નિર્દેશ આપવાનું હતું. તેઓ એ વિશે હવે અંતિમ નિર્ણય લેવા માંગે છે.

આ શોના સ્પોટબોયથી લઈને નિર્માતા અસિત મોદી સહિત આખી ટીમે દિશા વકાણીના પરત ફરવાની કાગડોળે રાહ જોઈ છે. હવે તેમને ૩૦ દિવસની નોટિસ મળ્યા બાદ દિશા તરફથી હકારાત્મક જવાબ સાથે સૌને રાહતના સમાચાર મળશે અને સેટ પર ફરીથી દયાભાભીની સ્પેશિયલ સ્ટાઈલમાં ગરબા ગૂંજવા લાગશે.

દિશા વકાણી એક એવું નામ છે જેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયાભાભીનું મુખ્ય પાત્ર ભજવવા માટે ખાસ પ્રકારના ઘરેણાં, સાડીની સ્ટાઈલ તેમજ હસવા અને બોલવાની સ્ટાઈલ પણ બદલી હતી. તેમને આ અવાજ બદલવાનું સૂચન એમના કો એક્ટર દિલીપ જોષી જેઓ જેઠાલાલનો રોલ કરી રહ્યા છે તેમણે આપ્યું હતું. ટી.વી.ના પડદે દયાભાભી અને જેઠાલાલની જોડી આજ સુધી ઘર – ઘરમાં ખૂબ પસંદ કરાય છે. જેને ઘણાં સમયથી દર્શકોએ એક સાથે જોયાં નથી.

દિશા વકાણી શોની બહાર તેમની પ્રસૂતિના લીધે ગયાં હતાં. એમનું બાળક હજુ નાનું છે એવા સંદેશાઓ મોકલીને તેઓ સિરિયલથી દૂર જ રહ્યાં હતાં. પરંતુ હવે તે શોના નિર્માતાઓએ તેમને બાંહેધરી આપી છે કે તેમના બાળકનું સેટ પર ખૂબ ધ્યાન પણ રખાશે અને તેમને અનુકૂળ પડે એ સમયે તેમના પાત્રનું શૂટિંગ ગોઠવાશે.

તો હવે, જલ્દી જ ફરીથી સંભળાશે, એ હાલો…

Exit mobile version