જલ્સા કરોને જેંતીલાલ

દયા નામની કોયલ ફરી ટહુંકો કરશે ગોકુલધામમાં, હવે જેઠાલાલની મુશ્કેલીઓમાં થશે વધારો…

દર્શકો માટે હવે આવ્યા ખરા ખુશ ખબર, દિશા વકાણી જ રહેશે દયાભાભીના રૂપમાં…!!


જી હા, દયાભાભીના રોલમાં દેખાતાં ગુજરાતી અભિનેત્રી દિશા વકાણીના પાછા ફરવાની રાહ લગભગ દરેક ફેન્સ જોઈ રહ્યા હતા. એમની વાપસી થશે કે તેમને બદલે કોઈ અન્ય અભિનેત્રી આવશે એવી અનેક અટકળોને હવે મળી જશે આરામ. રાહ જોઈને બેઠેલા ફેન્સ લઈ શકે છે હવે રાહતનો શ્વાસ કેમ કે તેમના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામના પોસ્ટમાં તેની સત્તાવાર જાહેર થઈ ગઈ છે. તેઓ ૧૮મી મેથી સેટ પર પરત ફરશે.

દિશા વકાણી વિશે શરૂઆતથી જ ખૂબ જ અફવાઓ અને ચર્ચાઓ તેના દયાભાભીના પાત્રને સતત ગેરહાજર હોવા છતાંય સમાચારોમાં જીવંત રાખ્યું હતું. કારણ કે આ એક એવો કોમેડી શો છે જેણે એક દાયકાથી દર્શકોનું હાસ્ય સાથે મનોરંજન કર્યું છે.

આવો દિશા વકાણી શાથી આટલી લોકપ્રિય છે અને તેના વિશે એવી કઈ વાતો તમે હજુ પણ નથી જાણતા. આવો એવી રસપ્રદ વાતો જાણો

ગુજરાતી નાટ્ય કલાકાર તરીકે શરૂઆત

આપને જણાવીએ કે દિશા વકાણીએ પોતાની ખૂબ જ નાની ઉમરથી થિયેટર જોઈન કર્યું હતું. તેમના પિતા ભીમ વકાણી અને ભાઈ મયુર વકાણી પણ ગુજરાતી નાટકો અને અભિનય સાથે સંકળાયેલા છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જે તેમના ભાઈ સુંદર વીરાનું પાત્ર ભજવે છે તે એમના સગા ભાઈ મયુર વકાણી જ છે. દિશા વકાણીએ કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલા જેવા ગુજરાતી નાટકોથી અભિનયની શરૂઆત કરી હતી. ગુજરાતી ટી.વી.થી મળી પહેલી સફળતા

તમને યાદ હોય તો જ્યારે ગુજરાતી ટી.વી. ચેનલ્સનો જ્યારે શરૂઆતનો તબક્કો હતો ત્યારે ગૃહિણીઓના ઘરે જઈને તેમની સાથે રમતો રમવી અને તેમના હાથની વાનગીઓની રેસીપી શીખવા જેવો એક શો આવતો હતો. આજની વિજેતા ગૃહિણી નામથી, જેમાં સૌ પ્રથમ દિશા વકાણી એંકર તરીકે ગુજરાતના દરેક ઘરમાં લોકપ્રિય થયા હતા.

ફિલ્મી કેરિયર

ડ્રામેટિક આર્ટસમાં સ્નાતક થયેલ દિશા વકાણી અનેક ફિલ્મોમાં પણ ઝળક્યા છે. ‘કમસીન’ નામે પહેલી સોલો ફિલ્મ આવી હતી વર્ષ ૧૯૯૭માં. તેઓ દેવદાસ, મંગલ પાંડે અને જોધા અકબર જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે નામના મેળવી ચૂક્યાં છે.

અન્ય ટી.વી. સિરિયલો

તેઓની શરૂઆત ગુજરાતી ટી.વી. સિરિયલોથી થઈ અને તેઓ આહટ, સી.આઈ.ડી.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી બનવા બદલ્યું જીવન

જ્યારે દિશાને આ અનોખું પાત્ર કરવાની ઓફર મળી ત્યારે તેમની સાથે સહકલાકાર તરીકે કામ કરતા જેઠાલાલે જ તેમને સાડી, અંબોડો અને સ્ટાઈલની સાથે અવાજનો ટોન બદલવા માટેની પણ સલાહ આપી હતી. જે તેમને ખૂબ ફળી. ટૂંક સમયમાં જ અપાર સફળતા મળ્યા પછી તેમણે અમદાવાદથી મુંબઈ સ્થાયી થવાનો નિર્ણય લઈ લીધો હતો.

પરણ્યા પછીની કેરિયર

દિશા વકાણી મૂળ અમદાવાદના જ સિંધી પરિવારમાં જ જન્મ્યાં છે. અને પરિવારમાં સૌ કોઈ અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલાં હોવાથી તેમને અગાઉ ક્યારેય પોતાના કેરિયર વિશે ચિંતા નડી નહોતી. જોકે દરેક સ્ત્રીઓને આ તકલીફ નડતી જ હોય છે પરંતુ દિશા વકાણીના લગ્ન પછી એટલે વર્ષ ૨૦૧૫માં લગ્ન બાદ તેમની ડેઈલી સિરિયલમાં અપાતી હાજરીમાં ફરક પડ્યો હતો છતાં તેમની લોકપ્રિયતાને જરાય આંચ નહોતી આવી. ૨૦૧૭માં તેમણે લાંબા સમય માટે દીકરીના જન્મને લીધે લેવો પડ્યો બ્રેક જે પછી હજુ સુધી તેઓ પડદા પર નજર નથી આવ્યા.

દીકરીનું નામ

આપણે આજ સુધી અનેક ન્યૂઝમાં વાંચ્યું કે દીશા વકાણીએ દીકરીને જન્મ આપ્યો. પરંતુ આજ સુધી તેનું નામ આપણે જાણતાં નહોતાં કે ક્યારેય કોઈ સમાચારમાં તેમના નામનો ઉલ્લેખ થયો નથી. તો અમે આપને જણાવીએ કે તેનું નામ સ્તુતિ છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પાછા આવવાના સંકેત

છેલ્લા કેટલાય સમયથી અનેક ચર્ચાઓમાં એવી અફવાઓએ ચર્ચામાં રહેલાં દિશા વકાણી પરત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ફરશે કે તેમના સ્થાને કોઈ અન્ય અભિનેત્રી પડદા પર દેખાશે. પરંત તાજેતરના મળેલા સમાચાર મુજબ દિશાએ નીલા ટેલી ફિલ્મસના કોઈ સભ્યનો ફરી સંપર્ક કર્યો છે અને તેમણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જૂની તસ્વીરો સાથી કલાકારો સાથેની શેર કરી છે. જે સ્પસ્ટ સંકેત આપે છે કે તેઓ ફરીથી ચોક્કસ પરત આવવા ઇચ્છે છે.

કેમ થયું મોડું?

કહેવાય છે કે તેમના પતિ મયુર પડિયા કે જેઓ મુંબઈના પ્રખ્યાત ચાર્ટડ એકાઉન્ટન્ટ છે, તેમણે તેમને મળતી ફી વિશેની ચર્ચા કરી હતી અને તેમને આપવામાં આવતી સુવિધાઓ અને ફાળવવમાં આવતા સમય વિશે પણ વાટાઘાટો ચાલતી હતી.

ક્યારે શરૂ કરશે કામ?

એક સૂત્રોથી મળેલ સમાચાર મુજબ દયાભાભી આ મહિનાની ૧૮મી તારીખથી ફરીથી સેટ પર હાજર થશે. હાલમાં આ નિર્ણય અંતિમ તબક્કા પર છે કેમ કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના સર્વેસર્વા વેકેશન કરવા પરિવાર સાથે લંડન અને ઇટાલી ગયા છે. તેઓ પરત ફરીને સત્તાવાર એલાન કરશે એવી અટકળ છે.

કેવી મૂકી છે શરતો અને શું લેશે ફી?

કહેવાય છે કે દિશાએ એક એપિસોડના ૧.૫૦ લાખ રૂપિયા ચાર્જ કરવાની શરત મૂકી છે. આપને જણાવીએ કે હાલમાં તેઓ ૧.૨૫ લાખ રૂપિયા ઓલરેડી ચાર્જ કરતાં હતાં. સાથે અન્ય બીજી શરતો પણ એમણે મૂકી છે. જેમાં ૧૫ દિવસના શૂટિંગ સિડ્યુલમાં ૧૧થી ૬ સુધીના સમયમાં કોઈ કામ નહીં કરે.

દિશા વકાણીની પૂર્વશરતો અને નીલા ટેલિફિલ્મસને માન્ય રહેશે એ મુજબ હવે લાગે છે કે બહુ જ જલ્દી તેમની ઓરિજિનલ સ્ટાઈલમાં પરફ ફરશે ગોકુલધામ સોસાયટીમાં…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version