જલ્સા કરોને જેંતીલાલ

HIV+ 47 વર્ષના દક્ષા બહેને બનાવ્યું સંગઠન, સેવા કરવાનું એવું ઝનૂન ચડ્યું કે હાલમાં 74 હજાર લોકોને કરે છે મદદ

આપણા સમાજમાં એઇડ્સ નામના રોગને નીચો અને હલકો ગણવામાં આવે છે. આવા લોકોને અન્ય લોકો બીજી નજરથી જોતા હોય છે અને ખરાબ માનતા હોય છે. તો વળી એક વર્ગ એવો પણ છે કે જે એઇડ્સને જીવલેણ અને ગંભીર રોગ માને છે. એક સમય એવો પણ હતો કે લોકો એઇડ્સગ્રસ્તોથી દૂર ભાગતા હતા. પરંતુ અમે એક એવી લેડીની કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ કે જેણે આ બધી ભ્રમણાઓ તોડી નાંખી અને હજારો લોકોને નવું જીવન આપ્યું. જો વાત કરીએ તો આજે દક્ષા બહેને સ્થાપેલા સંગઠન ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ(GSNP+) થકી આજે 74 હજાર લોકોને દવાઓથી લઇને તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે.

વિગતે વાત કરીએ તો 1997માં દક્ષા પટેલ નામની મહિલાએ લગ્ન બાદ ગૃહસ્થીની શરૂઆત કરી અને ગર્ભવતી બન્યાં, પરંતુ એ દરમિયાન કરવામાં આવેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે તેમને HIV પોઝિટિવ છે. તેમના પરિવાર પર આભ ફાટ્યું અને તેમણે ગર્ભ પણ ગુમાવવો પડ્યો. સતત મોતની રાહ જોતાં દક્ષાબેને નિરાશાને દૂર કરી પોતાના જેવા લોકો માટે કામ કરવાની શરૂઆત કરી. આ અંગે વાત કરતાં દક્ષાબેન પટેલે જણાવ્યું છે કે મારો પરિવાર સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયો. મારો જન્મ અને ઉછેર સુરતમાં થયો છે. અનેક લોકો સુરત આવી નામના અને પૈસા કમાયા, પણ મારા જીવનમાં કંઇક અલગ જ બનવાનું હતું. 1997માં મારો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બીમારીની ગંભીરતા સાંભળી મારો સંસાર અંધકાર તરફ ધકેલાતો હોય તેવો અહેસાસ થયો હતો. ખૂબ જ મનોબળ કેળવી અંધારામાંથી બીજાના જીવનમાં અજવાળું પાથરવા શરૂઆત કરી.

આગળ વાત કરતં દક્ષા જણાવે છે કે, HIV પોઝિટિવ સાથીમિત્રો સાથે 2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી. આજે અમારા આ સંગઠનની નોંધ વૈશ્વિક લેવલે લેવાઈ રહી છે. સંગઠનના માધ્યમથી 74 હજાર પોઝિટિવ લોકોને બે પરિવાર મળ્યા છે. મારો સંઘર્ષ આસાન ન હતો. પરિવાર અને ખાસ કરીને મારા પતિએ મને અમૂલ્ય સહયોગ આપ્યો છે. પરિવારના સભ્યોએ હિંમત આપી જીવવાની દિક્ષા બતાવી હતી.

ત્યારના સમય અને સંજોગ વિશે વાત કરતાં દક્ષા બહેન કહે છે કે એ સમય એવો હતો કે એઇડ્સ નામની બીમારીની વ્યાખ્યા સાંભળીને જ બીક લાગતી હતી. આખા સુરતમાં માત્ર 35 જેટલા જ કેસ હતા. આવા બીમારગ્રસ્ત દર્દીઓથી લોકો દૂર જ રહેતા હતા. જોકે મેં બીજાના જીવનમાં અજવાળું પાથરવાનું મન બનાવી લીધું હતું. સતત શારીરિક રીતે ફિટ રહી 6 વર્ષ સુધી આ બીમારી અને બીમારગ્રસ્ત દર્દીઓની સાથે રહી તેમનો અભ્યાસ કર્યો.

કઈ રીતે સંગઠનની શરૂઆત કરી એ વિશે વાત કરતાં દક્ષા બહેન જણાવે છે કે, માત્ર 35 જેટલા એચઆઇવી પોઝિટિવ સાથીમિત્રો સાથે 2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી એક નવા સમાજની વ્યાખ્યા ઊભી કરી હતી. 22 વર્ષ ૫હેલાં ડોક્ટરે કહ્યું હતું, પાંચ મહિનાથી વધુ નહીં જીવી શકો અને આજે પોઝિટિવ લોકોની મદદ માટે ફાઉન્ડેશન બનાવી સેવા કરી રહ્યાં છે. સોસાયટીમાં લોકો HIV પોઝિટિવ લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, તેવી જ રીતે HIV પોઝિટિવ લોકો પણ સોસાયટીથી દૂર રહેતા હોય છે, પરંતુ બંનેની વિચારશ્રેણીને બદલવામાં લગભગ સફળ થયાં છે.

હાલમાં સોસાયટીની હાલત કેવી છે એ વિશે વાત કરી કે, HIV પોઝિટિવ લોકો હવે સામાન્ય લોકોની જેમ તેમનું જીવન સોસાયટીના લોકો સાથે મળીને જીવતા થયા છે. તેમનાં ધ્યેય પણ પૂરાં કરી રહ્યા છે. HIV પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતાં કરતાં હું પણ મારા પતિ વિઠ્ઠલભાઇ સાથે છેલ્લાં 22 વર્ષથી સામાન્ય જીવન જીવું છે. 1997માં કોઇ HIV પોઝિટિવ હોય એટલે સામાન્ય લોકોની તો વાત દૂર રહી, તબીબો પણ તેમની સારવાર કરતા નહોતા. આવા સમયે HIVની દવા માટે મહિને ઓછામાં ઓછો 25 હજારનો ખર્ચ કરવો પડતો હતો. ત્યારે સામાન્ય લોકોએ આ દવા માટે 25 હજારનો ખર્ચ કરી શકે તેમ નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું.

બસ જ્યારથી દક્ષા બહેનને આ વાત ખબર પડી ત્યારે GSNP પ્લસનાં દક્ષાબેને ગાંધીનગર ખાતે રેલી કાઢીને ચળવ‌ળ ચલાવી હતી. તેના પરિણામે રાજ્ય સરકારે ટીબી, કેન્સરગ્રસ્ત દર્દીઓને જે પ્રમાણે મફતમાં સારવાર આપવામાં આવી રહી છે, તેવી જ રીતે એઇડસના દર્દીઓને મફત સારવાર આપવાનું શરૂ કરવું પડ્યું હતું. આગળ વાત કરીએ તો સંગઠન દ્વારા મેરેજ બ્યુરો ચાલે છે, જેમાં HIV લોકો પોતાના જીવનસાથીની પસંદગી પણ કરી શકે છે. 12 જેટલા લગ્નના મેળાવડા પણ કરવામાં આવ્યા છે, જેમાં લગ્ન કરીને યુવક-યુવતીઓ પોતાનું સુખી જીવન જીવી રહ્યાં છે. તેમને નિયમિત દવાઓ પણ પહોંચાડવામાં આવે છે.

જો દક્ષા બહેનના કામના વ્યાપ વિશે વાત કરીએ તો હાલમાં આ સંગઠન ગુજરાતમાં 25 જિલ્લામાં કામ કરી રહ્યું છે. નવા ચેપ ન લાગે એ માટે સગર્ભા બહેનો માટે પણ કામ કરવામાં આવે છે. આ સંગઠનનો લાભ લેવા માટે 2 વર્ષથી લઈ 65 વર્ષની ઉંમર સુધીના દર્દીઓ દવા લઈ રહ્યા છે. આ તમામ દર્દીઓને અમે દવાઓ મફતમાં મળી રહે છે, મોટી વાત એ છે કે દવા લેવા જવા માટે આવવા-જવાનું ભાડું પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. સરકાર અને GSASના માર્ગદર્શનથી સંસ્થા કાર્યરત છે. અનેક દાતાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ આ સેવામાં સહભાગી થયાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version