આખા વિશ્વનું સૌથી મોંઘુ કબુતર, 10-12 કરોડમાં નહિં પણ આટલા કરોડમાં થઇ આ કબૂતરની હરાજી, આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

આપણે આપણા ઘરની આસપાસ ઘણા બધા કબૂતરો જોઈએ છીએ. ઉપરાંત ઘણી વ્યક્તિઓ એવા પણ હોય છે જેઓ પોતાના ઘરે કબૂતરને પાળતા પણ હોય છે, પરંતુ આજે અમે આપને એક એવા કબુતર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે આખી દુનિયામાં સૌથી મોંઘુ કબુતર છે અને હાલમાં જ આ કબૂતરની નીલામી અંદાજીત ૧૪ કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.

image source

આપ પણ એક કબૂતરની આટલી કીમત જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા હશો, પરંતુ આ વાત સાચી છે. આ કબુતરનું નામ ‘ન્યુ કિમ’ છે. કબુતર ‘ન્યુ કિમ’ની હાલમાં જ નીલામી બેલ્જીયમમાં થઈ હતી. કબુતર ‘ન્યુ કિમ’ની જયારે આટલી મોંઘી નીલામી થઈ તો રાતોરાત જ આ કબુતર આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું અને દરેક વ્યક્તિ આ મોંઘા કબૂતરની વિશેષતા વિષે જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે કે, અંતે એવું તો શું છે આ ‘ન્યુ કિમ’ કબુતર વિષે કે તેને આટલી મોંઘી કીમત આપીને ખરીદી લેવામાં આવ્યું છે. હવે અમે આપને કબુતર ‘ન્યુ કિમ’ની ખાસિયતો વિષે જણાવીશું.

આ છે કબુતર ‘ન્યુ કિમ’ની ખાસિયતો.:

image source

હકીકતમાં આ ‘ન્યુ કિમ’નામનું કબુતર કોઈ સામાન્ય કબુતર છે નહી. ‘ન્યુ કિમ’ કબુતર એક રેસિંગ કબુતર છે. ‘ન્યુ કિમ’ કબુતરનું હાલની ઉમર ફક્ત બે વર્ષ જેટલી છે અને ‘ન્યુ કિમ’ કબુતર રેસ લગાવવા માટે ઘણું ઉત્તમ કબુતર છે. રેસિંગ કરવા માટે આ ‘ન્યુ કિમ’ કબૂતરની એટલી વધારે માંગ હતી કે, ઓનલાઈન નીલામી કરવા દરમિયાન ૧૯ લાખ ડોલર એટલે કે અંદાજીત ૧૪ કરોડ રૂપિયા સુધીની આ કબુતર માટે બોલી લગાવવામાં આવી.

image source

હવે આખી દુનિયાનું સૌથી મોંઘુ કબુતર બની ગયેલ ‘ન્યુ કિમ’ કબૂતરના નવા માલિક હવેથી કોઈ ચીની નાગરિક છે અને આ ચીની નાગરિકએ પોતાની ઓળખને જાહેર કરી છે નહી. આપને જણાવી દઈએ કે, કબુતર ‘ન્યુ કિમ’ એક માદા કબુતર છે.

image source

‘ન્યુ કિમ’ પહેલા એક નર કબુતર આર્મંડો માટે નીલામી કરવામાં આવી હતી જેમાં ૧.૨૫ મિલિયન યુરોની ચુકવણી કરવામાં આવી હતી. પરંતુ હવે ‘ન્યુ કિમ’ કબુતરએ નીલામીની રેસમાં નર કબુતર આર્મંડોને પણ પછાડી દીધું છે. આ કબૂતરોની નીલામી કરી રહેલ સંસ્થા પૈરાડાઈઝના અધ્યક્ષ નીકોલસ ગિસેલબ્રેક્ટએ કહ્યું છે કે, આ ‘ન્યુ કિમ’ કબુતરએ અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી દીધા છે. આટલી મોટી કીમત પર આજ સુધી કોઈ કબૂતરની નીલામી કરવામાં આવી છે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ