દવા સહિતની વસ્તુઓ વધારવા રાજ્ય સરકારે શરુ કરી તૈયારી, અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ ઘેરાયું

કોરોના વાયરસની બીજી લહેરની ચેતવણી અને સંભાવનાને ગંભીરતાથી ન લીધાનું પરિણામ લોકો જોઈ ચુક્યા છે. ત્યારે હવે જ્યારે નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી રહ્યા છે ત્યારે આ ચેતવણીને સરકાર સહિત સ્થાનિક વહિવટી તંત્ર પણ ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમાં પણ દેશના કેટલાક રાજ્યોમાં દૈનિક કેસોમાં ઉછાળો આવવાની શરુઆત થતા તંત્ર પણ કોરોનાની ત્રીજી લહેરની તૈયારીમાં લાગી ગયું છે.

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સૌથી વધુ પ્રભાવિત રાજ્યનું અમદાવાદ શહેર થયું હતું. તેવામાં હવે ત્રીજી લહેરમાં બેડની અછત, ઓક્સિજનની અછત અને દવાની અછતના કારણે અંધાધૂંધી અને કાળાબજારીની સ્થિતિ જોવી ન પડે તે માટે સરકાર સજ્જ થઈ ચુકી છે અને સાથે જ સ્થાનિક તંત્ર પણ તૈયારીઓમાં લાગી ગયું છે.

image soucre

કોરોનાની ત્રીજી લહેરના જોખમને ટાળવા માટે આરોગ્ય વિભાગ તૈયારીઓમાં લાગી ગયો છે. જે અંતર્ગત જો ત્રીજી લહેર આવે તો… આ સંભાવનાને લઈ તંત્ર આગોતરી તૈયારી કરવા લાગ્યું છે. આ તૈયારીના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની સંખ્યા બમણી કરી દેવા ગોઠવણ શરુ કરી છે.

image soucre

શહેરની મોટી હોસ્પિટલો જેવી કે એસવીપી, વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ કે જ્યાં અત્યાર સુધી ઓક્સિજનના 1,000થી બેડ હતા તેમાં 1200થી વધુ બેડનો વધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલો ઉપરાંત મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને સામાન્ય એમ તમામ પ્રકારના બેડની સંખ્યા 2200થી વધારવામાં આવશે.

image soucre

ત્રીજી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફને પણ અત્યારથી જ તાલીમ આપવાનું શરૂ કરાયું છે. બીજી લહેર દરમિયાન જ્યારે એકાએક દર્દીઓની સંખ્યા વધી ત્યારે હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ હતી અને હોસ્પિટલના સ્ટાફ પણ દર્દીઓને પહોંચી વળતા ન હતા. તેવામાં હવે અત્યારથી વધુ નર્સિંગ સ્ટાફને કોવિડના દર્દીઓની સારવાર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.

આ તૈયારી તો અમદાવાદ માટે પરંતુ જણાવી દઈએ કે રાજ્ય સરકાર પણ કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખી અને તૈયારીઓ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ, સહિતની એન્ટિબાયોટિક દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન કોન્સનટ્રેટર સહિતની વસ્તુઓની ઘટ ન પડે તે માટે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.

image soucre

ત્રીજી લહેર બાળકો માટે જોખમી હશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે વિવિધ ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવાની તૈયારી કરી છે. હોસ્પિટલમાં ખાસ કરીને પિડિયાટ્રિક આઈસીયુ બેડની વ્યવસ્થા કરવા ઉપર રાજ્ય સરકારે ભાર મુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong