આ છે ફેમસ બોલિવૂડ સ્ટાર્સની 18 સુંદર દીકરીઓ જે કોઈ અભિનેત્રીથી કમ નથી, જેમાથી માત્ર આ ત્રણને મળી ફિલ્મોમાં તક

બોલિવૂડમાં એકવાર ફરીથી તે સમય આવી ગયો છે જ્યારે સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. તેવામાં કેટલાંક સ્ટાર કિડ્સ ફિલ્મોમાં ડેબ્યૂ કરી લીધું છે તો બીજા સ્ટાર કિડ્સની ફિલ્મ થોડા સમયમાં રિલીઝ થવાની છે. તેવામાં આવે વાત કરીશું તેવા 18 બોલિવૂડ સ્ટાર્સની દીકરીઓ જે કોઈ અભિનેત્રીથી કમ નથી અને જલ્દીથી ફિલ્મોમાં એન્ટ્રી કરવાની છે.

આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીશું બોલિવૂડના બાદશાહની દીકરી વિશે-

શાહરુખ ખાનની લાડકી દીકરી સુહાના ખાન ખુબસુરતીમાં એભિનેત્રીને પણ ટક્કર આપે તેવી દેખાય છે. સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે. 22 મે 2000માં સુહાનાનો જન્મ થયો હતો અને અત્યારે 18 વર્ષની છે. તમને જણાવી દઈએ કે સુહાના લંડનમાં એક્ટિંગના ક્લાસ કરી રહી છે.

સૈફ અલી ખાન-

સૈફ અલી ખાનની પહેલી પત્ની અભિનેત્રી અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન દેખાવમાં પોતાના માં જેવી સુંદર છે અને તે ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

સુષ્મિતા સેન-

આ લિસ્ટમાં અભિનેત્રી સુષ્મિતા સેનની દત્તક લીધેલી દીકરી રાની સેનનું નામ પણ આવે છે. તમને જણાવી દઈએ કે તે 18 વર્ષની થઈ ગઈ છે. તે ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે તૈયાર છે.

એશ્વર્યા રાય-

બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી એશ્વર્યા રાયની દીકરી આરાધ્ય ક્યૂટ લાગે છે. તેમજ તે સેમ અશ્વર્યાની કાર્બન કોપી છે.

ડિરેક્ટર અનુરાગ કશ્યપ-

ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની દીકરી આલિયા કશ્યપ પણ બહુ જલ્દી ફિલ્મો ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.

જેકી શ્રોફ-

બોલિવૂ઼ડના જગ્ગૂ દાદા એટલે કે જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ ફિલ્મોમાં ફુલ એક્શન કરતો જોવા મળે છે. જ્યારે તેમની દીકરી કૃષ્ણા શ્રોફ પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે તે હંમેશા પોતાના ફ્રેન્ડસ સાથેના ફોટો સોશિયલ મીડયા પર શેર કરતી હોય છે.

શ્રીદેવી-

શ્રીદેવી બોલિવૂ઼ડની સુપરસ્ટાર હિરોઈન હતી અને તે પોતાની દીકરી જ્હાનવીની ડેબ્યૂ ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત હતી પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા શ્રીદેવીનું નિધન થઈ ગયું. શ્રીદેવીની મોટી દીકરી જહાનવી કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ધડકની રિલીઝની રાહ જોઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 20 જુલાઈ 2018માં રિલીઝ થશે.

જોની લીવર-

તેમજ બોલિવૂ઼ડના કોમેડી કિંગ જોની લીવરના બાળકો પણ હવે મોટા થઈ ગયા છે. તેમની દીકરી જેમી લીવર કોમેડીના બાદશાહ કપિલ શર્માની ફિલ્મ કિસ કિસસે પ્યાર કરું મે એક નોકરાનીના રોલમાં જોવા મળી હતી.

આમિર ખાન-

બોલિવૂ઼ડના સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન પણ હવે ફિલ્મોમાં કામ કરવા માટે એકદમ તૈયાર છે. જો કે તમને જણાવી દઈએ કે ઈરા ખાન આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે.

ચંકી પાંડે-

અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અભિનેતા ટાઈગર શ્રોફની સાથે સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે જ્હાનવી કપૂર અને અનન્યા પાંડે અને સુહાના ખાન બેસ્ટ ફ્રેન્ડ છે. તેમજ અનન્યા પાંડે દેખાવમાં બોલિવૂડની અભિનેત્રીને પણ ટક્કર આપે છે.

પૂનમ ઢિલ્લોન-

80ના દાયકાની અભિનેત્રી પૂનમ ઢિલ્લોનની દીકરી પલોમા ઢિલ્લોન સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તેમજ તે અવાર-નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

અમિતાભ બચ્ચન-

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા પણ હવે લાઈમલાઈટમાં આવવા લાગી છે. તે હંમેશા પોતાના ફોટોને લઈને ચર્ચામાં રહે છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેન્ડ્સ સાથેના ફોટો અપલોડ કરતી હોય છે.

મિથુન ચક્રવતી-

આ લીસ્ટમાં અભિનેતા મિથુન ચક્રવતીની દીકરી દિશાનીનું નામ પણ આવે છે. જો કે હજું સુધી તેને બોલિવૂ઼ડમાં ડેબ્યૂ નથી કર્યું પણ તે જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે તેવી શક્યતા છે.

અજય દેવગન-

બોલિવૂડમાં અજય અને કાજોલની હિટ જોડી આજે પણ ફેમસ છે. અજય અને કાજોલની દીકરી ન્યાસા પણ હવે મોટી થઈ ગઈ છે. તે અવાર નવાર કાજોલ અને અજયની સાથે ઈવેન્ટમાં જોવા મળે છે.

સંજય દત્ત-

બોલિવૂડના બાબા એટલે કે સંજય દત્તની દીકરી ત્રિશાલા પણ કોઈ અભિનેત્રીથી કમ નથી. તે એકદમ બોલ્ડ અને બિંદાસ છે.

પૂજા બેદી-

અભિનેત્રી પૂજા બેદીની દીકરી આલિયા ઈબ્રાહિમ પણ બહુ જલ્દી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. આલિયા તેની માં પૂજા જેવી જ દેખાય છે.

ઝાવેદ જાફરી-

ડાન્સર અને અભિનેતા ઝાવેદ જાફરી આજે પણ ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતા જોવા મળે છે. પણ તમને જણાવી દઈએ કે તેમને એક દીકરી છે, જેનું નામ અલાવિયા જાફરી છે તેમજ દેખાવમાં તે બહુ જ સુંદર અને ક્યૂટ છે.

શ્રીદેવીની નાની દીકરી-

છેલ્લે વાત કરીશું શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર જે હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તેમજ તે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. અને હંમેશા તે જ્હાનવી કપૂરની સાથે જ જોવા મળે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી