પોલીસને ખરાબ બોલતા પહેલા ખેડાની ઘટના વાંચી લો, પોતાની બે વર્ષની બાળકીના અંતિમ સંસ્કાર કરી ફરજ પર પાછા ફર્યા

પોલીસને ખરાબ બોલતા પહેલા ખેડાની ઘટના જુવો. પોતાની બે વર્ષની બાળકીના અંતિમ સંસ્કાર કરી ફરજ ઉપર પાછા ફર્યા.

હાલમાં કોરોનાને કારણે દેશમાં લોકડાઉન છે અને ત્યારે આ લોકડાઉનનું પાલન સરખી રીતે થાય તે માટે પોલીસ લોકોને સમજાવે છે અને જે નથી સમજતા તે લોકો પર થોડો બળપ્રયોગ પણ કરે છે આથી કેટલાક લોકોને આ ગમતું નથી અને તેથીજ તર પોલીસને ખરાબ રીતે બોલે છે. પણ તમને ખબર નહિ હોય કે પોલીસ કેવી રીતે અને કેમ પોતાની ફરજ નિભાવે છે.

image source

ખેડા જિલ્લાના સેવાલીયા અને ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલ પતિ અને પત્ની બન્ને પર આભ તૂટી પડ્યું જ્યારે તેને જાણ થઈ કર તેની એકની એક દીકરીના નાકમાં ચણાનો દાણો ફસાઈ ગયો છે અને હાલ તેને દાહોદની હોસ્પિટલમાંથી વડોદરા મોકલવામાં આવી છે. રસ્તામાં જ તેની દીકરી મોત સામે હારી જાય છે છતાં પોલીસ વડાને તેની તકલીફ નથી સમજમાં આવતી અને સસ્પેન્ડ કરવાની ધમકી મળે છે. નીચે જાણો આખો કિસ્સો.

લોકડાઉનમાં રસ્તા ઉપર ઉભા રહેલા પોલીસવાળા જયારે આપણી સલામતીની ચીંતા કરી આપણને રોકે ત્યારે આપણને માઠુ લાગે છે. પણ રસ્તા ઉપર ઉભો રહેલા પોલીસવાળો પોતાના પરિવારને મુકી કઈ દશામાં કામ કરી રહ્યો છે તેની આપણને કલ્પના પણ નથી, ખેડા જિલ્લામાં ફરજ બજાવતા દંપત્તીની એક એક બે વર્ષની દિકરીના નાકમાં ચણો ફસાઈ જતાં તેનું મોત નિપજયુ હતું. ચાલુ ફરજે દિકરીને મદદે પહોંચેલા માતા પિતા પોતાની દિકરીને મળે તે પહેલા દિકરીએ શ્વાસ છોડી દીધો હતો.

image source

સ્વભાવીક રીતે આ સ્થિતિ બહુ નાજુક હતી. પણ ચાલુ ફરજે આવેલા દંપત્તીને જાણકારી મળી કે ખેડાના પોલીસ વડા દિવ્ય મીશ્ર ખુબ નારાજ થયા છે અને સંભાવના તેવી છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેવી આ પોલીસ દંપત્તીની જાણ થતાં તેઓ દિકરીના અંતિમ સંસ્કાર કરી નોકરી ઉપર હાજર થઈ ગયા હતા.

ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ જયસિંહ મંડોળ દસ વર્ષથી પોલીસમાં ફરજ બજાવે છે. જયારે તેમના પત્ની અલ્કા મંડોળ ખેડાના ઠાસરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઠાસરા પોલીસ લાઈનમાં રહે છે આ પોલીસ દંપત્તીને બે વર્ષની દિકરી રાહી પણ હતી. કોરાનાની સ્થિતિમાં સતત નોકરી ચાલુ રહેતા રાહીની સંભાળ કોણ લેશે તેવો પ્રશ્ન ઉભો થતાં મંડોળ દંપત્તીએ નક્કી કર્યુ કે થોડા દિવસ માટે હેડ કોન્સટેબલ અલ્કાના દાહોદ નજીક આવેલા પિયર સંજેલી ખાતે મુકી આવવી. આથી તેઓ રાહીને સંજેલી મામાના ઘરે મુકી આવ્યા હતા.

image source

તા 2 એપ્રિલના રોજ કોન્સટેબલ જયસિંહને પોતાના સાસરીમાંથી સમાચાર મળ્યા કે રાહી લીલા ચણા ખાઈ રહી હતી ત્યારે એક ચણો નાનકડી રાહીના નાકમાં ફસાઈ ગયો છે તે શ્વાસ લઈ શકતી નથી એટલે દાહોદ લઈ જઈએ છીએ.

જયસિંહ અને અલ્કાને આ સમાચાર મળતા તેમના માથે આભ તુટી પડયુ હતુ એક તરફ કોરાનામાં લોકો સલામત રહે તેની ચીંતા કરતા હતા પણ ખુદ પોતાની જ દિકરીને હાલમાં તેમની જરૂર હતી. જયસિંહે સેવાલીયા પોલીસ સ્ટેશનના અધિકારીને અને અલ્કાએ ઠાસરા પોલીસ સ્ટેશનના અધિકારીને જાણ કરી રાહીને હોસ્પિટલમાં ભરતી કરાવી પાછા ફરીએ છીએ તેમ જણાવી તેઓ સાડા ચાર વાગે દાહોદ જવા નિકળ્યા હતા.

સેવાલીયા અને ઠાસરાના પોલીસ અધિકારીએ તેમને માનવતાના ધોરણે રજા આપી હતી. પણ મંડોળ પોલીસ દંપત્તીને કુદરત સાથ આપવાનો જાણે ઈન્કાર કરી રહ્યુ હોય તેવી લાગી રહ્યુ હતું. દાહોદ હોસ્પિટલે રાહીની હાલત જોતા તેને વડોદરા લઈ જવાની સલાહ આપી હતી આથી રસ્તામાંથી જયસિંહ અને અલ્કા વડોદરા જવા નિકળ્યા હતા. પણ રાહી વડોદરા પહોંચે અને સારવાર મળે તે પહેલા તે પોતાના માતા પિતાને અલવીદા કહી જતી રહી. જયસિંહ અને અલ્કા ભાંગી પડયા હતા. પણ પોલીસમાંથી તેમને હુંફ આપનાર કોઈ ન્હોતુ.

image source

જયસિંહ અને અલ્કાએ પોતાના અધિકારીને આ અંગે જાણ કરતા તેઓ સ્થિતિને સમજી શકયા હતા પણ સાંજ પડતા પોતાના બે પોલીસવાળા વગર રજાએ ગયા છે તેવી જાણકારી એસપી દિવ્ય મીશ્રને થતાં તેમનો પારો છટકયો હતો. દિવ્ય મીશ્રએ સેવાલીયા અને ઠાસરાના પોલીસ અધિકારીઓને ઉધડો લઈ લેતા કહ્યુ હતું કે આવી સ્થિતિમાં તમે કોઈ પોલીસને કેવી રીતે રજા આપી શકો.

આ પોલીસ અધિકારીએ મંડોળ દંપત્તી ઉપર આવેલી આફત સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ કઈ સાંભળવા જ માગતા ન્હોતા. તેમણે રજા આપનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની ધમકી આપી હતી. પોતાના કારણે પોતાના અધિકારીઓને ઠપકો મળી રહ્યો છે અને એસપી પોતાને સસ્પેન્ડ કરશે તેવી ભીતી લાગતા મંડોળ દંપત્તી તા 3જીના દિકરીના અંતિમ સંસ્કાર કરી નોકરી ઉપર હાજર થઈ ગયુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ