ઘરમાં ખજાનો દટાયેલો હતો, ૧૫૦ વર્ષ પછી અચાનક જ મળી આવ્યો…!!!

તમે ક્યારેક એવા લોકો વિશે વાચ્યું હશે જેમની કિસ્મત અચાનક જ ચમકી ઉઠે છે. રાતો રાત તેઓ લખ પતિ કે કરોડો રૂપિયાનાં માલિક બની જાય છે. ‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે’, આ ગીતનાં દરેક વર્ડ્સ નસીબદારનાં જીવનમાં પર્ફેક્ટ મેચ થતા હોય છે. ક્યારે કઈ રીતે કોની સાથે આવી ઘટના બની જાય તેની કોઈને ખબર નથી હોતી. ધાર્યુ ના હોય તેવી વ્યક્તિ સાથે પણ કઈક આવું થઈ જતું હોય છે, ત્યારે મનમાં અમુકને થતું હશે કે ‘કેસે કેસો કો દિયા હે?’ ભાગ્યનો કોઈ જ ભરોસો નથી અમુકને રાતોરાત માલામાલ કરી દે છે તો કોઈકને કંગાળ પણ કરી દેતી હોય છે.

આવો જ એક બનાવ વિદેશી કપલ સાથે બન્યો છે. જેઓ ઓચિતું જ મોટા ખજાનાનાં માલિક બની ગયા હતા. તેમણે કોઈક કારણથી પોતાની ઓળખ છુપાવી રાખીને આ અંગે ડિટેલ જણાવી હતી. ઘરમાં કેવી રીતે અને ક્યાં તેમને ખજાનો હાથ લાગ્યો તે અંગે વાંચતા રહો આગળ.

આ કેલીફોર્નીયાનાં એક કપલની જ વાત છે, આમનાં ઘરની પાછળ એક ઝાડની નીચે આશરે ૧૫૦ વર્ષથી કરોડોનો ખજાનો દટાયેલો પડ્યો હતો. જેની તરફ આ યુગલનું ધ્યાન ક્યારેય ન ગયું. અચાનક જ એક દિવસ તેમની નજર તે જગ્યા પર પડી અને તેમની કિસ્મત રાતો રાત ચમકી ગઈ.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં આ કપલ ઘણી સુર્ખિયોમાં રહ્યાં હતાં. કેલિફોર્નિયાનું આ કપલ કેટલાય વર્ષોથી આ ઘરમાં રહેતા હતા. એક દિવસ તેઓ પોતાનાં પાળતુ કૂતરાને સેર સપાટો કરાવવા માટે ઘરનાં પાછળનાં ભાગમાં લઇ ગયા હતા. તે સમયે તેમને ઝાડની નીચે કઈક દટાયેલ છે તેવું લાગ્યું. આ જ જ્ગ્યા ઉપરથી તેઓ કેટલી વાર પસાર થઈ ચૂક્યા છે, તે છત્તા પણ તેમને ક્યારેય આવું નહતું લાગ્યું કે અહીંયા કશું છે. તેમણે ઝાડ પાસેનાં ભાગ માંથી માટી હટાવવાનો પ્રયાસ કર્યો અને થોડાક ઊંડાણ સુધી ખોદતા તેમને કઈક દેખાયું, આ જોઇને તેમની નજરો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ. જ્યારે તેમણે આઠ એલ્યુમિનીયમનાં કેન દટાયેલા જોયા ત્યારે તેઓ  થોડા સમય માટે એકબીજાને જોતા જ રહી ગયા. યુગલે મહેનત કરીને  ડ્રમને બહાર કાઢ્યા અને જ્યારે અંદર જોયું તો તેમની આંખો ચાર થઈ ગઈ. આ યુગલે  ડ્રમ ઉપરની માટીને સાફ કરી અને તરત જ ડ્રમ ઘરની અંદ લઈ ગયા અને એક એક્સપર્ટની ટીમને ઘરે બોલાવ્યા.

૧૫૦ વર્ષથી દટાયેલ ખજાનો

ઝાડ નીચે દટાયેલ ડ્રમ માંથી એવી વસ્તુ નીકળી છે જેની કલ્પના નહીં કે તમે કરી હોય કે પછી આ યુગલે, જે એક મોટા ખજાના સમાન હતી. એક્સપર્ટ દ્વારા કપલને જાણ થઈ કે આ સોનાનાં સિક્કા છે. આ સિક્કાથી ભરાયેલા ડ્રમ આશરે ૧૫૦ વર્ષથી જમીનમાં દાટીને મૂક્યાં હતા. જેને આ ઘરનાં જુના માલિકે દાટીને મુક્યા હોઈ શકે છે. દંપતીએ જયારે આ ખજાનો જોયો ત્યારે તેઓ બહુ જ ખુશ થઈ ગયા હતાં.

આશરે ૧૪૨૭ સિક્કા મળી આવ્યાં

આઠ ડ્રમ માંથી આશરે ૧૪૨૭ જેટલા સિક્કા નીકળ્યા હતાં. જે વર્ષ ૧૮૪૭થી ૧૮૯૪ની વચ્ચેનાં છે. સિક્કાને જોતા કપલને લાગ્યું કે તેઓ કરોડોનાં માલિક બની જશે. પરંતુ જ્યારે એક્સપર્ટ એ જણાવ્યું કે તેમની કિંમત લગભગ ૧૭ લાખ ૨૬ હજાર જ છે, ત્યારે તેઓ થોડા નિરાશ થયા હતાં. આ માંથી અમુક સિક્ક એવા હતા જેમાનાં એક સિક્કાની કિંમત ૬ હજાર હતી. યુગલે બધા જ સિક્કા વેચી દિધા. તેમણે અવું નક્કી કર્યું કે આ સિક્કા તેઓ પોતાની ઓળખ છુપાવીને વેંચશે. જેની પાછળનું કારણ એટલું જ હતું કે લોકો ખજાનાની વાત સાંભળીને તેમના ઘરની આસપાસ ચક્કર લગાવવાનાં શરુ ન કરી દે.

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી