વીજ કંપનીએ પંચાયતને પકડાવ્યું 50,000નું બિલ, તો જાતે જ ઉત્પન્ન કરવા લાગ્યા વીજળી, બની દેશની આદર્શ પંચાયત

વીજળી ઉત્પન્ન કરી આ પંચાય કમાય છે વર્ષના લાખો રૂપિયા, અભ્યાસ હેતુએ અગણિત વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ મુલાકાત લે છે આજે કોઈ પણ ઘરમાં વીજળીનું બિલ એ ઘણું બધું બજેટ રોકી લે છે અને કેટલાક લોકો તો આ વીજળીના બિલથી બચવા માટે જ ઘરમાં બને તેટલા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ ઓછા રાખતા હોય છે કારણ કે તેમને મસમોટું વીજળીનું બિલ સતાવતું હોય છે.

તેવું જ દક્ષિણ ભારતની એક ગ્રામ પંચાયત સાથે પણ થયું. તેમને વીજ કંપની તરફથી 50000 રૂપિયાની અધધ રકમનું બિલ પકડાવી દેવાં આવ્યું. અને બસ પછી જાતે જ વીજળી ઉત્પન્ન કરવાનું નક્કી કરી લીધું અને આ ગામ આજે સ્થાનીક વિજળી કંપનીને જ પોતાની વીજળી વેચીને લાખોની કમાણી કરી રહી છે.

આ ગામ કોઈમ્બતૂરથી 40 કી.મી. દૂર આવેલું છે ગ્રામ પંચાયતનું નામ છે ઓડનથુરઈ પંચાયત. વર્ષો પહેલાં આ ગામની સ્થિતિ અત્યંત પછાત જેવી હતી. આ ગ્રામ પંચાયત હેઠળના અગિયાર ગામડાના ઘરો આજે પાક્કા બની ગયા છે. ગામના મોટા ભાગના ઘરો પર સોલર પેનલ લગાવવામાં આવેલી છે. આ ઉપરાંત પાક્કા રસ્તા દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા અને દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા તો ખરી જ આમ જોવા જઈએ તો આ એક આદર્શ ગામડું છે.

હવે તમને એ જાણવાનું કુતુહલ થતું હશે કે એક સાવ જ પછાત ગામ આટલું આગળ કેવી રીતે નીકળી ગયું. તો તેની વાત શરૂ થાય છે 1996ના વર્ષથી. તે વખતે પંચાયતના પ્રમુખ આર. ષણમુગમ હતાં. તે વખતે આ ગામની સ્થિતિ ભારતના અન્ય પછાત ગામડાઓ જેવી જ હતી. કોઈ પણ જાતની સામાન્ય સુવિધા માટે ગામના લોકોએ વલખા મારવા પડતાં. ગામમાં નિતનવા ફેરફારો થવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે ગ્રામ પંચાયતનું મહિનાનું બિલ 2000 રૂપિયા આવતું પણ પછી કેટલાક ગ્રામીણ કાર્યો જેમ કે કુવા ખોદાવા, ગામની શેરીઓમાં બત્તી લગાવવા વિગેરેના કારણે પંચાતનું વીજ બિલ સીધું જ 50000 આવી ગયું જે પંચાયત માટે એક ચિંતાનો વિષય હતો.

આવા સમયે ગામના સરપંચને જાણા મળ્યું કે તેઓ પોતે બાયોગેસ પ્લાન્ટ નાખીને વીજળી ઉત્પન્ન કરી શેક છે. જો કે તેના માટે કેટલીક મૂળભુત ટ્રેનીંગ લેવી પડે તેમ હતી અને તેના માટે વડોદરા જઈને તેની ટ્રેનીંગ લેવામાં આવી. અને 2003માં ગામમાં પ્રથમ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો અને તરત જ પંચાયતનું વીજળીનું બિલ અરધોઅરધ ઘટી ગયું.

ત્યારબાદ પંચાયત હેઠળ આવતા વિવિધ ગામડાઓમાં નાના-નાના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા ગામડાઓની સ્ટ્રીટ લાઈટ સૌર ઉર્જાથી ચાલતી કરી દેવામાં આવી. પંચાયત પ્રમુખ ષણમુગમ અહીં જ રોકાવા નહોતા માગતા તેમણે તો હજું પણ વધારે વીજળી ઉત્પન્ન કરવી હતી. તેમને હવે ગામમાં પવનચક્કી લગાવવી હતી પણ તેના માટે પંચાયત પાસે ફંડ ઓછું હતું. પંચાત પાસે માત્ર 40 લાખની જ બચત હતી અને પવન ચક્કી નાખવા માટે ઓછામાં ઓછા ડોઢ કરોડનો ખર્ચો થાય તેમ હતો.

તેમણે પંચાયતના નામે બેંકમાં લોન લીધી અને ઓડનથુરઈથી 110 કીલો મીટર દૂર 350 કિલોવોટની પવનચક્કી લગાવવામાં આવી. હવે વીજળી માટે ગામના લોકોએ ક્યાંય પણ જવું પડે તેમ નહોતું ગામ પોતાની વીજળી પોતે જ ઉત્પન્ન કરતું થઈ ગયું. જો કે પંચાયત હેઠળ આવતા બાકીના ગામોએ તો વીજ કંપનીઓ પાસેથી જ વીજળી ખરીદવી પડતી હતી. તો તેનો પણ ઉપાય ષણમુગમે શોધી કાઢ્યો તેમણે દરેક ઘર પર સોલર પેનલ લગાવડાવી.

આમ થવાથી દરેક ઘરને દિવસ દરમિયાન સોલર ઉર્જાથી વિજળી મળી રહેતી અને રાત્રે પવનચક્કીથી વિજળી મળી રહેતી. પવનચક્કી માટે લેવામાં આવેલી લોન માત્ર સાત વર્ષમાં ચુકવાઈ ગઈ હતી. હવે દર વર્ષે આ ગામ 7 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવા લાગ્યું છે. જેમાંથી પંચાયતને માત્ર 4.5 લાખની વીજળીની જ જરૂરિયાત છે. બચેલી વીજળી ગ્રામ પંચાયત તામીલ નાડુ ઇલેક્ટ્રી સીટી બોર્ડને વેચી દે છે. જેમાં તેમને એક યુનીટે રૂપિયા ત્રણ મળે છે.

આજે આ ગામ વીજળી બાબતે સંપુર્ણ સ્વનિર્ભર બની ગયું છે અને ગામમાં વીજળી આવવાથી લોકોના ઘરોમાં જ નહીં પણ જીવનમાંનો અંધકાર પણ દૂર થઈ ગયો છે અને તેમના જીવનનું સ્તર પણ ઉંચુ આવ્યું છે. આજે પંચાયતની આ લાખોની કમાણીને પંચાયત હેઠળ આવતા ગામડાના વિકાસ પાછળ ખર્ચવામાં આવે છે.

આજે આ ગામ દેશનું આદર્શ ગામ બની ગયું છે જેનો અભ્યાસ કરવા સમગ્ર દેશમાંથી સરકારી અધિકારીઓ આવે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ તેમજ વર્લ્ડ બેંકના નિષ્ણાતો પણ અભ્યાસ હેતુએ આ ગામની મુલાકાત લે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ