દસ વિદેશી ભાષા બોલી સીગ્નલ પર પંખા વેચતો ટાબરીયો, જેના હુનરની સરાહના કરવામાં આવી આનંદ મહિન્દ્રા દ્વારા…

ભારત એ સેંકડો પ્રતિભાઓ તેમજ કલાકારોથી ભરેલો દેશ છે. તેની ગલીએ ગલીએ નીતનવા કલાકારો પોતાની પ્રતિભાઓ દર્શાવે છે. પણ તેમાંના અસંખ્ય કલાકારોને તેની પ્રતિભાનો સાચો ઓળખનાર નથી મળતો. આજે તો સોશિયલ મિડિયા આવા કલાકારો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે.


લોકો જાત જાતની વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ કરતા રહે છે. પ્રવાસીઓ નવી નવી જગ્યાઓ તો નવાનવા લોકોની વિડિયો મુકતા હોય છે અને આમ અજાણી જગ્યાઓ અજાણ્યા લોકો અને અજાણી પ્રતિભાઓ સામાન્ય લોકો સુધી પહોંચે છે.

ભારતના ટોચના બિઝનેસ ટાઇકૂન આનંદ મહિન્દ્રા હંમેશા આવી પ્રતિભાઓની શોધમાં રહે છે. અને તેઓ હંમેશા સોશિયલ મિડિયા કે પછી રસ્તાઓ કે ગલીઓ પર આવી પ્રતિભાઓની ખોજમાં રહે છે અને અવારનવાર તેમને પ્રતિભાવાન લોકોનો ભેટો થઈ જ જાય છે.


તેઓ સોશિયલ મિડિયા પર ઘણા એક્ટીવ છે અને દેશની અવનવી પ્રતિભાઓને પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ દ્વારા એપ્રિશિયેટ કરતા હોય છે. અને લોકોને પણ પોતાની આ પહેલમાં જોડાવા અરજ કરતા હોય છે. અને પ્રતિભાવાન લોકોને મદદ કરવા તેઓ હંમેશા તત્પર રહે છે.


થોડા સમય પહેલાં જ ટ્વિટર હેન્ડલર ઓસ્ટિન સ્કારિયાએ એક વિડિયો અપલોડ કરી હતી જેમાં તેમણે આનંદ મહિન્દ્રાને પણ ટેગ કર્યા હતા. વિડિયો હતો મુંબઈની એક સડક પર મોરના પીંછામાંથી પંખા બનાવી વેચતા નાનકડા ટાબરીયાનો.

તેની ખાસીત મોરના પીછામાંથી બનાવેલો પંખો નહોતો પણ તે જે રીતે તેને વેચતો હતો તે હતી. તમને આશ્ચર્ય થશે પણ આ ટાબરીયો દસ અલગ અલગ વિદેશી ભાષાઓ બોલી પંખાની સેલ્સમેનશીપ કરી રહ્યો હતો.


આનંદ મહિન્દ્રાને આ વિડિયો જોઈ ખુબજ આશ્ચર્ય થયું અને તેમણે તરત પોતાની ટીમને આ છોકરાની તપાસ કરવા દોડતી કરી. અને તરત જ તેમણે તે છોકરાને અભ્યાસ પુરો પાડવામાં રસ લીધો. તેમણે આ વિડિયોને રી ટ્વીટ કરી લખ્યું હતું કે “આ છોકરામાં એક અલગ જ સ્પાર્ક છે. અમારી ટીમ આ છોકરાની તપાસ કરી રહી છે અને અમે એ બાબત પર ખાસ ધ્યાન રાખવા માગીએ છીએ કે તે છોકરાને યોગ્ય શીક્ષણ મળે.”

છેવટે તેમની ટીમે તે છોકરાને શોધી લીધો. તેનું નામ છે રવિ ચોકાલ્યા. અને તેમની ટીમ તેની વિવિધ ભાષાઓ બોલી શકવાની ટેલેન્ટને વધારે નિખારવા માટેનું આયોજન કરી રહ્યા છે.


આમ હૂનરને ઓળખનારા લોકો હંમેશા તેને ટેકો આપનારા હોય છે. અને જો તમે સમાજમાં એક નક્કર સ્થાન ધરાવતા હોવ તો તમારા માટે આવા હૂનરવાન લોકોને સપોર્ટ કરવા સરળ હોય છે અને તેમને દાખલારૂપ લઈ સામાન્ય લોકો પણ આવા હૂનરવાન લોકોની કદર કરતા શીખે છે.


માટે હંમેશા પ્રતિભાવાન લોકોની પ્રતિભાની કદર કરવી જોઈએ. તમારા માટે શક્ય હોય તેટલો પ્રયાસ તેમને આગળ લાવવા માટે કરવો જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
*ફોટો પ્રતીકાત્મક છે.