દસમું પાસ સાસરા અને અભણ સાસુએ વહુને આપી હિમ્મત તો તેને IAS બની સમાજમાં રોશન કર્યુ નામ

તેમના સાસુ સસરાનાં પણ ખૂબ ગુણગાન થઈ રહ્યા છે અને થાય પણ કેમ નહિ ભલા આજનાં સમયમાં કોઈ પોતાની વહુનાં વિચારનું સમ્માન કરતા તેને આટલો સપોર્ટ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ગર્વની વાત છે.કહેવામાં આવે છે કે આ દુનિયામાં જ્યારે કોઈ કાંઈ કરવાનો ઈરાદો કરી લે તો ભગવાન પણ તેનો સાથ આપવા લાગે છે, જ્યાં એક તરફ આ સમાજમાં વહુઓ પર થઇ રહેલા અત્યાચારનાં સમાચાર છાપામાં સામે આવે છે ત્યાં જ આ જ સમાજમાં એ ક એ વી કહાની સામે આવી જે ખરેખર ઉદાહરણ આપવા વાળી છે. જી હા, ખરેખર તમને જણાવી દઈએ કે હાલમાં જ એક એવી કહાની સામે આવી જેમાં એ ક અભણ સાસુ અને દસમુ પાસ સસરા એ વહુનાં હોંસલા બુલંદ કર્યા અને આટલું જ નહિ વહુએ પણ તેમનું નામ સમાજમાં રોશન કરી દીધું. આ કહાની કમલા નગરનાં શાંતિનગર નિવાસી મંજૂ અગ્રવાલનાં ઘરની છે જે પોતાના ઘરમાં બાળકોને ભણાવવાનું કામ કરતી હતી અને કદાચ તેમની આ જ ઉંચી વિચારસરણી એ આજ ખુદ તેમની વહુને એ ક IAS બનાવી દીધી.IAS બનાવવામાં આ રીતે આપ્યો સાસુ-સસરા એ સાથ જ્યાં એ ક તરફ લોકો વહુઓ પર બંધણી અને તમામ પ્રકારનાં પ્રતિબંધો લાદતા હોય છે ત્યાં જ આ જ સમાજમાં એ ક સાસુ સસરા એ પોતાની વહુને બિલકુલ માતા પિતાની જેમ સાથ આપ્યો અને તેને અભ્યાસ કરવામાં મદદ કરી જેના કારણે તેમની વહુ અદિતિ એ પ્રથમ પ્રયત્નમાં જ આઈએ એ સની પરિક્ષા પાસ કરી છે. જ્યારે તેમને આ પરિક્ષા પાસ કરી તો તેમને તેમની સફળતાનાં વિષયમાં પૂછવામાં આવ્યું, અદિતિએ જણાવ્યું કે મારી સફળતાનાં સાથ સાસુ મંજૂ અગ્રવાલ, સસરા રાજીવ અગ્રવાલ અને પતિ નિશાંત અગ્રવાલ છે.જી હા, એ પણ જણાવી દઈએ કે અદિતિ એ પોતાનો અભ્યાસ ગાજિયાબાદનાં મોદી નગરનાં દયાવતી મોદી પબ્લીક સ્કુલથી ૧૨ ધોરણ સુધીની શિક્ષા લીધી છે અને પછી ત્યારબાદ જ્યારે તે કોલેજમાં ગઈ તો તેમને મિત્રોથી આ પ્રેરણા મળી કે તે કોલેજની પાસે બનેલા ગંદા નાળા પાસે રહેનારને જોઈને આ નિર્ણય લીધો છે. એ પીજે સ્કુલ ઓફ આર્કિટેક્ટ એન્ડ પ્લાનીંગ ગ્રેટર નોઇડાથી બીઆર્ક કર્યુ છે.

જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં તેમના લગ્ન આગ્રામાં નિશાંત સાથે થઈ ગયા. ત્યારબાદ આઈએ એ સની તૈયારી શરૂ કરી હતી. પછી શું હતું પ્રથમ પ્રયાસમાં જ સફળતા પ્રાપ્ત કરી. આઈએ એ સની પરિક્ષામાં ૨૮૨મો ક્રમાંક પ્રાપ્ત કરનાર અદિતિએ જણાવ્યું કે સિવિલ સર્વિસિઝની પરિક્ષામાં બેસવા માટે અભ્યાર્થિયોને બેઝીક મજબૂત કરવું જોઈએ .
આ પરિક્ષા પાસ કર્યા બાદ અદિતિનું કહેવું છે કે જ્યારે તે કોલેજ જતા સમયે મોદી નગરમાં નાલા પાસે રહેતા લોકોનાં વિશે વિચારતી હતી અને પરેશાન થતી હતી હવે તેમના માટે તે કંઈક સારું કામ કરશે જેથી તેમને આનાથી છૂટકારો મળી શકે. આજ દરેક વ્યકિત અદિતિનાં વખાણ કરી રહ્યા છે પરંતુ તેના સાથે સાથે તેમના સાસુ સસરાનાં પણ ખૂબ ગુણગાન થઈ રહ્યા છે અને થાય પણ કેમ નહિં ભલા આજનાં સમયમાં કોઈ પોતાની વહુનાં વિચારોનું સમ્માન કરતા તેને આટલો સપોર્ટ કરી રહ્યા છે આ હકીકતમાં ખૂબ જ ગર્વની વાત છે. જો દરેક વહુને આવા સાસુ સસરા મળે તો દુનિયાની દરેક દિકરીનાં માતા પિતાની ચિંતા આમ જ દૂર થઇ જશે.