બાળકોથી માંડીને મોટાને પ્રિય હોય છે બ્રેડ, રોજ ખાવાથી થાય છે આ 10 મોટા નુકસાન

આપણે સૌ નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરવાનું પસંદ કરીએ છીએ. પછી તે સાદા બ્રેડ હોય, શેકેલા બોય, બટર બ્રેડ હોય કે પછી સેન્ડવીચ કે તેની અન્ય કોઈ વાનગી. બ્રેડને બાળકો ખાસ પસંદ કરતા હોય છે. પરંતુ હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરન્ટ (CSE)ના રિપોર્ટ અનુસાર વધારે બ્રેડ ખાવાથી કેન્સરનો ખતરો રહે છે.

image source

પણ આ ખતરો ફક્ત કેન્સર પૂરતો સીમિત નથી. ખાસ કરીને વ્હાઇટ બ્રેડમાં અનેક એવી ચીજો હોય છે જે તમારી હેલ્થને નુકશાન કરી શકે છે. આજે અમે બ્રેડના આવા જ કેટલાક ફેક્ટ્સ તમારા માટે લાવ્યા છીએ. જેનાથી તમે આશ્ચર્યમાં મૂકાશો અને સાથે તેને જાણ્યા પછી તેને ખાવાનું અવોઇડ પણ કરશો. જો તમને પણ રોજ બ્રેડ ખાવાની આદત છે તો તમે તેને આજથી જ બદલી દો તે જરૂરી છે.

image source

જાણો બ્રેડ ખાવાથી 10 અંગો પર થશે શું અસર?

હાર્ટ પર અસર

વ્હાઇટ બ્રેડમાં પ્રોટીન, વિટામિન અને ફાઇબર હોતું નથી. તેમાં સોડિયમ વધારે હોય છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ થઇ શકે છે.

image source

વજન પર અસર

બ્રેડમાં શુગર વધારે હોય છે. જે લોકો રોજ બ્રેડ ખાય છે, તેમાં તેને ખાવાથી મેદસ્વીતા વધે છે.

લિવર પર અસર

મોટાભાગની બ્રેડ મેંદાથી બને છે. મેંદો આંતરડામાં ચોંટી જાય છે, તેનાથી પેપ્ટિક અલ્સર કે લિવર ડેમેજ થવાની સંભાવના રહે છે.

image source

નર્વસ સિસ્ટમ પર અસર

વ્હાઇટ બ્રેડને સફેદ બનાવવા બ્લિચિંગ એજન્ટ નાંખવામાં આવે છે. તેમાં ક્લોરિનનું પ્રમાણ વધારે હોય છે.

દાંત પર અસર

તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી દાંત ખરાબ થઇ શકે છે.

પેટ પર અસર

બ્રેડમાં ગ્લૂટેનનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી પેટ દર્દ, ડાયરિયા જેવી સમસ્યા થઇ શકે છે.

શુગર લેવલ પર અસર

તેમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે. તેનાથી બોડીનું શુગર લેવલ વધે છે અને ડાયાબિટિસની સમસ્યા થઇ શકે છે.

image source

સ્કિન પર અસર

વ્હાઇટ બ્રેડમાંના સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ બોડીમાં સીબમ પ્રોડ્યુસ થાય છે તેનાથી સ્કિન ખરાબ થઇ શકે છે.

ડાઇજેશન પર અસર

તેમાં પોટેશિયમ આયોડેટનું પ્રમાણ વધારે હોય છે. વધારે બ્રેડ ખાવાથી પેટ દર્દ અને ઉલ્ટીઓ થઇ શકે છે.

બોડી સેલ્સ પર અસર

બ્રેડમાં પોટેશિયમ બ્રોમેટનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી બોડી સેલ્સને નુકશાન થાય છે અને કેન્સર થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ