દરેક વિદ્યાર્થીઓને મળશે સફળતા અને મળશે ઈશ્વરના આશીર્વાદ,અચૂક વાંચો

માર્ચ અને એપ્રિલ મહિનો નજીક આવતો જાય એટલે વિદ્યાર્થીઓના મગજમાં બોર્ડ પરીક્ષાઓની ચિંતા પણ વધતી જાય છે.વિદ્યાર્થીઓ દિવસ અને રાત એક કરીને સફળતા મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. માતા-પિતા પણ બાળકોને તેમના અભ્યાસમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી. પરંતુ ક્યારેક એવું થાય છે કે સખત મહેનત હોવા છતાં સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. અમે તમને કેટલાક એવાં સરળ પગલાં જણાવી રહ્યા છીએ જેને અપનાવશો તો તે ચોક્કસપણે વિદ્યાર્થીઓને લાભ કરશે.

તમે જે દિવસે પરીક્ષા આપવા જાઓ તે સમયે તમે અહીં આપેલા પગલાઓનું અનુસરણ કરીને સારા પરિણામો મેળવી શકશો. આ પગલાં હકીકતે વાર મુજબ છે. આપને અમે અહીં કયા વારે શું કરીને ઘરની બહાર નીકળવું એ તમને જણાવશું. આ મુજબ તમે કરશો તો ચોક્કસ શુભ શકન થશે અને તમારી પરિક્ષા ખૂબ સરસ જશે.

આટલું કરીને ઘરની બહાર નીકળશો તો પરિક્ષા પણ સરસ જશે અને દિવસ પણ સારો રહેશે

સોમવારે કરો ઉપાય શિવજીના આશીર્વાદ સાથેઃ

જો તમારી પરિક્ષા સોમવારે હોય તો તૈયાર થઈને અરીસામાં ચહેરો જોઈને નીકળવું અને રસ્તામાં આવતું કોઈપણ શંકર મંદિરના દર્શન કરીને બિલિપત્ર જરૂર ચડાવવું. આવું કરવાથી દિવસ શુભ રહેશે અને સારા શકન પણ થશે.

મંગળવારે હનુમંત ઉપાસનાઃ

તમારી પરિક્ષા જ્યારે મંગળવારે હોય ત્યારે તમે સ્નાનાદિ પતાવીને ઘરથી બહાર નીકળવા પહેલાં હનુમાનજીની ચાલીસા પાઠ કરવું. ઘરમાં હોય તે છબીને પ્રણામ કરીને કોઈ મિષ્ઠાન ધરાવવું. જેમ કે બુંદીના કે ગોળના લાડુ કે પછી કંઈ ન હોય તો ખાંડ કે ખડી સાકર પણ ધરાવી શકાય છે. આ પ્રસાદને ગ્રહણ કરીને મોં મીઠું કરીને પરિક્ષા આપશો તો ખૂબ સારું પરિણામ આવશે.

બુધવારે બુદ્ધિનો મહિમાઃ

ગણેશ વંદનાનો આ દિવસ કહી શકાય. જ્યાં રિદ્ધિ – સિદ્ધિનો વાસ હોય ત્યાં સઘળું મંગળ જ થતું હોય છે. જો તમારી પરિક્ષા બુધવારે હોય તો આ દિવસે તમારે ગણપતિજીની પૂજા કરવાની રહેશે. ધૂપ – દીપ – નૈવેદ્યની સાથે એક ખાસ વસ્તુ ચડાવવાની રહેશે તે છે કોથમીર. જી હા, લીલાં તાજા ધાણાંભાજીના થોડાં પાન પણ ભગવાનને નૈવેદ્યમાં ચડાવવા અને તેને પ્રસાદ રૂપે ખાવા જોઈએ.
ભગવાન ગણેશ જેમ માતાપિતાજી પરિક્રમા કરીને જીતી ગયા હતા તેમ ઘરની બહાર નીકળવા પહેલાં તમારે પણ માતાપિતાને અચૂક પગે લાગીને જવું જોઈએ.

ગુરુવારે વિષ્ણુ આરાધનાઃ

ગુરુવારે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવા પ્રાતઃકાળે જાગીને નિત્યક્રમ આટોપી લેવું. પૂજા કરવા બેસતી વખતે પોતાના કપાળ પર ચંદન કે કેસરવાળું તિલક અચૂક કરવું જોઈએ. આ સાથે બહાર નીકળતી વખતે ખીસામાં પીળું ફૂલ, પીળું સરસિયું કે પછી પીળા રંગનો રૂમાલ રાખવાથી આખો દિવસ શુભ જશે અને પરિક્ષા પણ નિર્વિઘ્ને સારી જશે.

શુક્રવારે કરો દાનઃ

શુક્રવારે જ્યારે આપ પરિક્ષા આપવા નીકળો ત્યારે નજીકમાં આવેલ કોઈ પણ મંદિરમાં દહીં અથવા દહીંથી બનેલ કોઈ ખદ્ય સામગ્રીનું દાન કરવું જોઈએ. મંદિરમાં દર્શન કરીને સફેદ ચંદનનું તિલક તમારે કપાળે કરવું. સારા ગુણ સાથે પરિક્ષામાં ઉત્તિર્ણ થઈ જવાના શકન ચોક્કસ થશે.

શનિવારે કરો શનિમહાદેવને નમનઃજ્યારે તમારી પરિક્ષા શનિવારે હોય અને એ પણ જો અઘરું પેપર હોય તો નજીક આવેલ શનિમહાદેવના મંદિર જઈને પૂજા અને પ્રણામ કર્યા પછી ઘરની બહાર નીકળીને પાછળ વળીને જોયા વિના જ નીકળી જવાનું રહેશે. આમ કરવું ભૂલવું નહીં. અને તમારા ખીસામાં થોડા રાઈના દાણા પણ રાખવા જોઈએ.