શું રોજ માથામાં તેલ નાંખવું સાચુ છે કે ખોટું? શા માટે? – જાણો અત્યારે જ…

માથામાં દરરોજ તેલ લગાડવું તે સારી બાબત છે કે ખોટી ટેવ છે? જાણો… વાળમાં કેવી રીતે અને ક્યારે તેલ લગાવવું? વાળમાં તેલ લગાવવાની સાચી રીત જાણી લો…

image source

વાળને સ્વસ્થ રાખવા અને સારા દેખાવા માટે નિયમિત તેલનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વનું છે, આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ ઘણા લોકોને વાળમાં તેલને લગાવવાની સાચી રીત ખબર નથી હોતી. લોકો પણ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેટ પર અનેક લોકો ફકત વાળમાં તેલને ક્યારે અને કેવી રીતે લગાવવું તેમજ કેટલો સમય વાળમાં રાખી મૂકવું જોઈએ વગેરે જેવી બાબતો સર્ચ કરે છે.

વાળને સ્વસ્થ રાખવા તેલ લગાવવું જરૂરી છે…

image source

તે હકીકત છે કે વાળને સ્વસ્થ રાખવા માટે તેલ ખૂબ મહત્વનું છે, તે વાળને પોષણ આપે છે. નિષ્ણાતોના મતે વાળમાં નિયમિત તેલનો ઉપયોગ કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે, વાળ અકાળે સફેદ થઈ જતા નથી, સાથે સાથે માથાની ત્વચાને લગતા ચેપ જેવા ખંજવાળ અને ખોડો પણ તેનાથી થતો નથી.

આ રીતે જોઈએ તો બીજી તરત, ઘણા લોકો એવા પણ છે, જેઓ વાળમાં તેલ લગાવવાનું જરૂરી માનતા નથી. તેમના મતે વાળમાં તેલ તેમની સુંદરતા અને પર્સનાલિટી બગાડે છે. વળી, તેલને કારણે વાળ ચીકણાં થઈ જવાને કારણે ઘણા લોકો વાળમાં તેલ લગાવવાનું ટાળે છે, પરંતુ એ વાતને પણ તેઓ નકારી નથી શકવાના કે વાળ માટે તેલ ખૂબ ફાયદાકારક છે.

image source

તેલ તમારા વાળને મજબૂત બનાવે છે, સાથે સાથે નિયમિતપણે તેલ લગાવવાથી વાળ સાથે જોડાયેલી બધી સમસ્યાઓ લગભગ દૂર થઈ શકે છે. તો, આજે આ લેખમાં, અમે તમને જણાવીશું કે વાળમાં તેલ લગાવવાથી શું ફાયદા થાય છે, વાળના તેલને લગાવવાની સાચી રીત કઈ છે, વાળને ક્યારે, કેવી રીતે અને કેટલું તેલ લગાવી શકાય છે.

વાળનું તેલ કેમ મહત્વનું છે

image source

લોકો હંમેશાં સવાલ કરે છે કે વાળને તેલ પર લગાવવું જોઈએ કે કેમ, તેનો જવાબ હા છે, કારણ કે વાળને જાડા અને મજબૂત રાખવા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. જો વાળમાં નિયમિતપણે તેલ લગાવીને વાળની માલિશ કરવામાં આવે તો તમારા વાળ લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. તેલ લગાવવાથી વાળ અકાળે સફેદ થતા નથી અને લાંબા સમય સુધી જીવંત રહે છે. આટલું જ નહીં, વાળમાં તેલ લગાવવાથી વાળને લગતી ઘણી સમસ્યાઓ અને ચેપથી પણ છૂટકારો મળે છે. તેથી નિષ્ણાતો માને છે કે અઠવાડિયામાં બેથી ત્રણ વાર વાળ પર તેલ લગાવવું જોઈએ.

વાળમાં તેલ ક્યારે લગાવવું જોઈએ?

image source

વાળમાં તેલ ક્યારે લગાવવું તે જાણવું દરેક માટે ખૂબ મહત્વ રહે છે. જો કે, ઘણા લોકોને જ્યારે તેમને અનુકૂળ લાગે છે ત્યારે વાળમાં તેલ લગાવી દેતાં હોય છે, પરંતુ વાળમાં તેલ લગાવવાનો આ યોગ્ય સમય છે કે કેમ તે ત્યારે એ લોકોને ખબર નથી હોતી. તો ચાલો તમને જણાવી દઈએ કે વાળમાં તેલ માલીશ કરવાનો યોગ્ય સમય કયો હોવો જોઈએ?

image source

વાળમાં તેલ નાખ્યા પછી નહાવું જોઈએ જેથી ચહેરા ઉપરની અને ગળા પાછળની ચિકાસ તરત જ નીકળી જાય. આ સિવાય અનેક લોકોને તેવી પણ ટેવ હોય છે કે થોડીવાર જે તેલ નાખીને માથું ધોઈ નાખતાં હોય છે. આમ, બહાર નીકળતી વખતે એમના વાળમાં તેલ ન રહે. તેથી તેવી ટેવ પાડો કે નહાતા પહેલા તમારા વાળમાં તેલ માલિશ કરી લેવી જોઈએ. તેલ લગાવ્યા પછી, તે ધ્યાનમાં રાખવું મહત્વનું છે કે વાળને ઓછામાં ઓછા ૧૫ મિનિટ સુધી તેલ રાખવામાં આવે છે, જેથી તમારા વાળ તેલને યોગ્ય રીતે શોષી શકે.

image source

ધ્યાન રહે કે માથામાં ૧૫ મિનિટ સુધી તેમ માથામાં રહેવું જોઈએ. વધુ સમય જેમ કે એક કલાક કે એક દિવસ સુધી તેલ નાખી રાખો તો તે ખૂબ જ સારું છે પણ પંદર મિનિટથી ઓછો સમય તેલ નાખીને તરત જ ન ધોવું જોઈ. થોડો સમત રાખીને પછી વાળને પાણીથી ધોઈ લઈ પણ શકાય છે. સારી ક્વોલિટીનો શેમ્પૂ વાપર્યા પછી પાણીથી વાળ ધોયા બાદ વાળ પર લાઈટ કન્ડિશનર વાપરવું જોઈએ.

image source

હવે, જાણી લો કે તેલ નાખ્યા બાદ વાળ ધોઈ લઈને વાળમાં કન્ડિશનર લગાવી લેવું એક આખી સારી પ્રક્રિયા છે. આમ કરવાથી તમારા વાળ સારી રીતે મોઇશ્ચરાઇઝ્ડ થઈ જશે. જો તમે ઇચ્છતા હોવ તો વાળ ધોતા પહેલા તેલ લગાવવાને બદલે કંડિશનર લગાવ્યા પછી પણ તમે તેલ લગાવી શકો છો. તેલ લગાવ્યા પછી, ઓછામાં ઓછા ૧૫ મિનિટ સુધી વાળને શાવર કેપથી ઢાંકી દો અને ફરીથી કોઈ સારી ક્વોલિટીનું કન્ડિશનર વાળમાં લગાવો. આ તમારા વાળને પોષણ અને ભેજ બંને પ્રદાન કરશે. ટૂંકમાં, વાળ મુલાયમ રહે અને ચીકાસ રહિતના થાય તે જોવું ખૂબ જરૂરી છે. તેલ નાખ્યા બાદ ઘણું શેમ્પૂ વાપરીને વાળ કોરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આમ કરવાથી વાળને વધુ નુક્સાન થતું હોય છે.

વાળમાં તેલની સારવારની રીતે લગાવવાની ખરી પદ્ધતિ, જાણો…

માથામાં તેલ નાખવા પહેલાં કાંસકાથી ઓળવાનું પણ છે, ખાસ મહત્વ…

image source

ચાલો જાણીએ વાળમાં તેલ કેવી રીતે લગાવવું. વાળમાં તેલ લગાવતા પહેલા વાળને સારી ગુણવત્તાવાળા અને ગોળ દાતીવાળા જે બીલકુલ તિક્ષ્ણ ન હોય તેવા કાંસકાથી વાળને બરાબર ઓળી લેવા જોઈએ. તેના વડે વાળમાંથી બધી જ ગુંચ નીકળી જવી જોઈએ. વાળને સારી રીતે કાંસકાથી ઓળવા જોઈએ તેનું પણ ખાસ મહત્વ છે.

image source

કારણ કે તેના વડે વાળના મૂળ જોડાયેલ કોશિકાઓના છીદ્રો ખુલી જાય છે અને સ્કાલ્પમાં રહેલ કુદરતી તેલને તે ઉત્તેજીત કરે છે જે આપણા માથાની ખોપરી ઉપરની ચામડી પર ઉપરની તરફ આવી જાય છે, જ્યારે કાંસકા સાથે કોમ્બિંગ કરો છો, ત્યારે આખું તેલ ઉપરથી નીચે સુધી ફેલાય છે અને વાળ ગુંચવાયેલા દેખાતા નથી. જ્યારે તમે વાળ ધોવો છો ત્યારે અઠવાડિયે એકવાર તમારા રોજિંદા ઉપયોગમાં આવતા કાંસકાને પણ શેમ્પૂ કે સાબુથી સાફ કરવા જોઈએ. જો મેલા કાંસકાનો ઉપયોગ કરો છો તો તે તમારા વાળના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તેલ લગાવવીને માલીશ કરવી જરૂરી છે…

image source

વાળને બરાબર ઓળ્ય પછી, તમે જે તેલ લગાવી શકો છો, તેને બાઉલ કે વાટલીમાં કાઢીને અને થોડું ગરમ કરો. આંગળી અડકી શકાય તેટલું ગરમ જ ગરવું. વધારે ગરમ ન કરવું. હવે વચલી બે આંગળીઓની મદદથ વાળને તેલથી માલિશ કરો અને માથાની ચામડી ઉપરથી મૂળિયાને તેલથી માલિશ કરો.

image source

સ્કાલ્પ ઉપરની ચામડી પર પહેલેથી જ કુદરતી તેલ હોય છે, તેથી ખોપરી ઉપરની ચામડી પર વધારે તેલ લગાવવાની જરૂર નથી, ખોપરી ઉપરની ચામડીને તેલથી માલિશ કર્યા પછી, નીચે વાળને માલિશ કરવાનું શરૂ કરો. હવે વાળના નાના ભાગો કરો અને ખોપરી ઉપરની ચામડી પર હળવા હાથે તેલ લગાવો. જેને છેક વાળના છેડા સુધી લઈ જઈને તેલ પહોંચાડો. જ્યારે આખા માથા ઉપરની ચામડી પર તેલ લગાડવામાં આવે છે, ત્યારે વાળના છેડા સુધી તેલ પહોંચ્યું છે કે નહીં તેની ખાતરી કરો અને વાળને ફરીથી કાંસકાથી ઓળીને તેની ગુંચ કાઢીને બાંધી લો.

તેલ નાખીને કરો હોટ ટોવેલ ટ્રીટમેન્ટ…

image source

વાળને તેલથી સંપૂર્ણ રીતે માલીશ કર્યા બાદ તેમાં વધુ મજબૂતી આવે અને તે સ્વસ્થ રહે તે માટે વાળને વરાળ આપવું જોઈએ. વાળને વરાળ આપવા માટે, એક વાસણમાં પાણી ગરમ કરો અને પાણી ઉકળ્યા બાદ તેમાં એક નાનો ટુવાલ નાખો. ધ્યાનમાં રાખો કે પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ, પરંતુ થોડું નવશેકું હોવું જોઈએ. ટુવાલને નવશેકાં પાણીમાં ડુબાડ્યા પછી, ટુવાલ બહાર કાઢીને સારી રીતે નીચોવી લો, ધ્યાન રહે તેમાંથી પાણી ટપકવું જોઈએ નહીં પરંતુ ટુવાલ હૂંફાળો લાગવો જોઈએ અને તેને વાળ પર બાંધો.

ગરમ ટુવાલ ઠંડો ન થાય ત્યાં સુધી પાંચથી દસ મિનિટ સુધી તેને વાળ પર બાંધી રાખો. આ પ્રક્રિયા માથામાં તેલના વધુ સારી રીતે શોષણ થાય તે માટે તમારા વાળ ઉપરની ચામડીને માત્ર પોષણ આપશે એટલું જ નહીં, પરંતુ સ્કાલ્પ ઉપરની ચામડીનું રક્ત પરિભ્રમણમાં પણ વધારો કરશે. ખોપરીના દરેક છીદ્રોને પોષણ મળવાથી વાળ વધુ સ્વસ્થ રહેશે.

image source

પછી ટુવાલ ઠંડો થઈ જાય એટલો કાઢી લો અને અડધા કલાક પછી વાળને શેમ્પૂ કરો. ધ્યાનમાં રાખો કે તેલ ઓછામાં ઓછા અડધા કલાક સુધી તમારા વાળમાં આ હોટ ટુવાલ રહેવું જોઈએ, તો જ તમારા વાળને યોગ્ય પોષણ મળશે અને તે વધુ મજબૂત બનશે. આ સંપૂર્ણ પ્રક્રિયાને તમારા વાળ પર અઠવાડિયામાં બે કે ત્રણ વાર અજમાવશો તો વાળને લગતી ખોડો થવો, વાળ ખરવા કે ઉતરવા જેવી સમસ્યાઓ દૂર કરી શકશો. શીયાળામાં આ પ્રક્રિયા ખાસ કરવી જોઈએ જેથી તમારા વાળ શુષ્ક અને બરછટ ન થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ