દરરોજ મળશે 40 GB ઈન્ટરનેટ વાપરવા એ પણ હાઈ સ્પીડમાં, જાણો જીઓના નવા પ્લાન વિષે…

ઇન્ટરનેટ હરિફાઈમાં જાણો કોણ છે બેસ્ટ!! જીઓ ગીગાફાઈબર Vs એરટેલ બ્રોડ બેન્ડ… ઇન્ટરનેટ સ્પીડ, ટેરિફ – પ્લાન વચ્ચે કેટકેટલી છે હરિફાઈ… જીઓ સાથે બીજા પણ અનેક કંપનીઓની કેવી છે હાલત જાણો…

 

View this post on Instagram

 

A post shared by jio_gigafiber (@gigafiberjio) on


આજે એવો જમાનો છે કે તમે કોઈના ઘરે જઈએ તો નાસ્તો પાણી પૂછ્યા પછી ફોનનું ચાર્જર અને વાઈફાઈનો પાસવર્ડ આપવાની પ્રથા શરૂ થઈ છે. એ વાતને આપણે સૌએ સહમતીથી સ્વીકારવી પડે એવી છે કે જ્યારથી ભારતીય ઇન્ટરનેટ માર્કેટમાં જ્યારથી રિલાયન્સ જીઓએ એન્ટ્રી કરી છે ત્યારથી યુઝર્સને માટે ઇન્ટરને વાપરવું વધુ સરળ ને સસ્તુ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by MediaKaand (@mediakaand) on

જીઓએ તેની શરૂઆતમાં મફત સીમ પ્લાન અને સસ્તા ટેરિફ પ્લાન આપવાને કારણે પરાણે પણ અન્ય દરેક ઓપરેટરોએ પણ તેમના દર ઘટાડીને કસ્ટમર્સને સાચવી રાખવાની ફરજ પડી છે. એમાં આપણે નિઃશંકપણે કહી શકીએ કે જીઓ ઓપરેટર્સ આવવાથી ભારતના ઇન્ટરનેટ યુઝર્સને માટે નવી ક્રાંતિ આવી ગઈ છે.

શું છે જીઓમાં નવું?

 

View this post on Instagram

 

A post shared by DAB Technologies (@dabtechnologies_blog) on

હાલમાં અનેક કસ્ટમર્સની ફરિયાદો આવવા લાગી છે. તેને પહોંચી વળવા મુકેશ અંબાણીની જીઓ ટીમે નવી યોજનાઓ ઘડવાની અને તેની પર અમલ કરવાની નવી શરૂઆત કરી દીધી છે. અહીં ટેલિકોમ દરેક ઓપરેટર્સ સાથે ટક્કરની હરિફાઈ છે ત્યાં તેમને એરટેલ બ્રોડ બેન્ડ સામે જોરદાર પડકારો મળી રહ્યા છે. તેને પહોંચી વળવા માટે હવે જીઓએ પણ તેમના ગીગાફાઈબર્સ બ્રોડ બેન્ડ શરૂ કરવાના પરિક્ષણો ચાલુ કરી દીધા છે. જે ટૂંક સમયમાં જ યુઝર્સને માટે અવેલેબલ થઈ જશે.

શું છે આ ગીગાફાઈબર્સ?

 

View this post on Instagram

 

A post shared by TECHx (@techx_do_you_want) on

આ એક બ્રોડ બેન્ડ સુવિધા છે. જેને જીઓ કસટમર્સ માટે નવી સેવા તરીકે લોંન્ચ કરવામાં આવી છે. જેનું હાલમાં સિલેક્ટેડ કસ્ટમર્સ માટે આ સેવા ઉપલબ્ધ કરાઈ છે. જો તેનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક થઈ જશે તો સામાન્ય ગ્રાહકો માટે પણ આ સેવા જલ્દી જ ચાલુ કરાવવાની તૈયારીઓ શરૂ કરાશે.

 

View this post on Instagram

 

A post shared by TechJacket (@techjacket99) on

આ પરિક્ષણને જોતાં એરટેલે પણ પોતાની નવી ટેક્નોલોજીના બ્રોડબેન્ડ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હાઈ સ્પીડ રિઝલ્ટના આગ્રહી ગ્રાહકોને માટે બજારમાં નવો એક વિકલ્પ બહુ જ જલ્દી ઉપલ્બધ થશે એવું માનવામાં આવી રહ્યું છે.

સ્પીડ

 

View this post on Instagram

 

A post shared by DAB Technologies (@dabtechnologies_blog) on

રિલાયન્સ જિઓ કંપની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે FTTH કનેક્ટિવિટીની ટેકનોલોજી પર કામ કરે છે. આ જીઓફાઈબર્સની સ્પીડ કહેવાય છે કે તે ૧Gbpsની ઝડપ તેના ગ્રાહકોને શરૂઆતના તબક્કામાં આપશે. તેનું પરિક્ષણ અને રીવ્યૂ મળ્યા બાદ સામાન્ય યૂઝર્સ સુધી પણ આજ સ્પીડ 1000Mbps (1Gbps) ની સ્પીડે જ ઉપલબ્ધ થશે. જીઓ દ્વારા હાલમાં તો 5Ghz વાઇફાઇ ઇન્ટરનેટ પર 100Mbps જેટલી સ્પીડ અપાઈ રહ્યાનો દાવો કરાય છે તથા 2.4Ghz વાયરલેસ નેટવર્ક પર આ સ્પીડ 50Mbps જેટલી નોંધાયેલ છે.

એરટેલ પ્લાન

 

View this post on Instagram

 

A post shared by Airtel India (@airtelindia) on

હાલના તબક્કે એરટેલને સૌથી વધુ યુઝર્સ પસંદ કરી રહ્યા હોવાનો દાવો કરાય છે. જેમાં તેના પ્રીમિયમ બ્રોડબેંડ પ્લાનમાં 300Mbpsની સ્પીડ મળતી હોવાનું જણાવાય છે. ત્યારે સૌથી ઓછી સ્પીડવાળા ટેરિફ પ્લાનમાં 8Mbpsની સ્પીડ અપાય છે. વધુમાં જોઈએ તો એરટેલના બે રેગ્યુલર પ્લાન છે જેમાં 40Mbps અને 100Mbpsની સ્પીડ અપાય છે.

અહીં, એક વાત નોંધનીય એ પણ છે કે આ હાઈ સ્પીડ પ્લાન એરટેલના બધાજ સર્કલ સુધી પહોંચી શક્યા નથી. ઘણી જગ્યાએ આજની તારીખે માંડ 20Mbps સ્પીડવાળા જ પ્લાન કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Gianluca Brugnerotto (@gianbrugne) on

અહીં સામાન્ય યુઝર્સની વાત કરીએ તો FUP લિમિટવાળા પ્લાન્સમાં દિલ્હીમાં એરટેલ 1200GB સુધીના ઓફર કરાય છે. અને ત્યારબાદ FUP લિમિટ ખતમ થયા પછી ઇન્ટરનેટ સ્પીડ સાવ ઓછી થઇ જાય છે. જે તેના યુઝર્સ માટે ચેતવતી વાત છે.

જીઓ પ્લાન

 

View this post on Instagram

 

A post shared by Gogi Tech (@gogirana) on

જીઓ સ્ટાઇલ ઇંટ્રોડક્સરી યુઝર્સ માટે પણ તો FUP લિમિટવાળા પ્લાન્સ ઓફર થયા છે. જેનું ટેરિફ, સિલેક્ટેડ યૂજર્સને ૯૦ દિવસ માટે ફ્રી જિયો ગીગાફાઇબર અપાયું છે. વધુમાં પ્રીવ્યૂ ઓફર યૂજર્સને 100GB FUP કેપિંગ સહિત 100Mbpsની સ્પીડ આપવાનો દાવો કરાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sk Samiur Rahaman (@sksrahaman) on

આગળ જતાં યૂજર્સ ઇચ્છે તો 100GBની આ કેપિંગને ફ્રી ઓફ કોસ્ટ સૈશેની મદદથી દ્વારા રિચાર્જ કરાવી શકવાની સુવિધા લઈ શકે છે. આ રિચાર્જમાં યૂજર્સને ડેલી યૂઝ માટે 40GB ડેટા મળશે.

ખર્ચ કિંમત

 

View this post on Instagram

 

A post shared by Candytech (@candytech.in) on

જ્યારે આ વિવિધ ઓફર પ્લાન્સ અને ફેસિલિટી સાથે ટેક્નોલોજી અપડેશનની વાત કરીએ ત્યારે એરટેલની સરખામણીએ જીઓ ફરી વધારે સસ્તી કિંમતે સુવિધા આપી રહ્યું હોવાનું મનાય છે. એક તો તે સંપૂર્ણ ફ્રી છે. તેનું રાઉટર પણ રિફંડેબલ ફ્રી સેટિંગ્સ સાથે ઓફર કરાઈ રહ્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ