દરરોજ ખાઓ આ ૩ વસ્તુઓ અને એક મહિનામાં વધારો ઘુંટણની અંદરના તેલને…

ઘૂંટણની સમસ્યાથી પીડાવ છો ?

તો આ ત્રણ વસ્તુઓને આહારમાં નિયમિત સ્થાન આપો તો ની-રિપ્લેસમેન્ટનો વખત નહીં આવે.

image source

વધતી જતી વય ની સાથે સાથે આ શારીરિક સમસ્યાઓ પણ વધી જાય છે .જોકે તેની પાછળ ઘણા બધા પરિબળો કામ કરે છે .એક તો બેઠાડું જીવનશૈલી ,વજન વધારો ,આહારમાં અનિયમિતતા ,અપૂરતી ઊંઘ અને વધતી જતી વય ની સાથે સાથે ઘટતી જતી રોગ પ્રતિકારક શક્તિ આ તમામ પરિબળો માત્ર ધૂટણની જ નહીં પણ ઘણી બધી શારીરિક સમસ્યાની જડ છે .

image source

ઘુટણ ની સમસ્યા આજકાલ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છેઆજકાલ તો નાની વયની મહિલાઓમાં પણ ઘૂંટણની સમસ્યા જોવા મળે છે.ઘૂંટણમાં લાગતો ઘસારો અને તેમાં લુબ્રિકન્ટ ઓછો થઈ જવાથી મોટેભાગે બેસવામાં.બેસીને ઊભા થવામાં , ચાલવામાં, સીડી ચડવા માં સીડી ઉતારવામાં ઘૂંટણની સમસ્યા તકલીફદાયક બને છે.અપૂરતા પોષણને પરિણામે પણ ઘુંટણમાં તકલીફ થઈ શકે છે.આપણે ઘણીવાર જાણતા નથી હોતા કે આહારમાં જ થોડી કાળજી રાખવાથી સ્વાસ્થય લક્ષી ઘણી સમસ્યાને નિવારી શકાય છે.રસોડામાં જ ઘણા રોગની દવા રહેલી છે .

આજે એવા ત્રણ પોષણયુક્ત આહારની વાત કરીએ છીએ તમને ભવિષ્યમાં ની રિપ્લેસમેન્ટથી કદાચ બચાવી શકે છે અને તમારા પગની હલન-ચલન ને વધુ સરળ બનાવી શકે છે .

image source

ધૂટણમાં ઘસારો પહોંચવાના તથા તેમાં ઓઇલની અછત સર્જાવાના મુખ્ય કારણોમાં રાત્રે મોડે સુધી જાગવાની ટેવ, વધુ પડતી ચિંતા વાળો સ્વભાવ ,પડવાથી પડેલો ઘાવ, વધુ પડતું વજન ,કબજિયાત, અનિયમિત આહાર ,ફાસ્ટ ફૂડ જંકફૂડનું વધુ પડતું સેવન, ખોરાકમાં તેલની માત્રા વધારો, ઉભા ઉભા પાણી પીવાની ટેવ ,ઓછું પાણી પીવાની ટેવ અને શરીરમાં કેલ્શિયમની ખામી જવાબદાર પરિબળ છે.

image source

ધૂટણમાં ઓછા થયેલા ઓઇલને વધારવા માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.અખરોટમાં રહેલા પ્રોટીન, ફેટ ,કાર્બોહાઇડ્રેટ વિટામિન ઈ, વિટામિન બી ,કેલ્શિયમ અને ભરપૂર માત્રામાં મિનરલ્સ ઘુંટણનું ઓઈલ વધારવામાં મદદરૂપ છે, ઉપરાંત અખરોટમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્વો અને ઓમેગા-૩ ફેટી એસિડ ઘુટણ પરનો સોજો ઓછો કરી ઘુંટણનું ગ્રીસ વધારી ઘૂંટણની મૂવમેન્ટને વધુ સરળ બનાવે છે.

image source

આપણા આંગણાને મઘમઘતું બનાવનાર પારિજાત જેને નાઈટ જાસ્મીન પણ કહેવામાં આવે છે.આયુર્વેદમાં તેના ફૂલ ,પાંદડાં અને છાલને નો ઉપયોગ ઔષધિ બનાવવામાં કરવામાં આવે છે.સાંધામાં થતું કળતર દૂર કરવામાં અને ઘૂંટણની ગ્રીસ વધારવામાં પારિજાતના પાન મદદરૂપ થાય છે .પારિજાતના પાન માં રહેલો ટેનીક એસિડ મૈથિલ અને ગ્લુકોસાઈડમાં ભરપૂર ઔષધીય તત્વ છે. પારિજાતના પાંદડાનો ઉકાળો કરીને પીવાથી ઘૂંટણની સમસ્યામાં રાહત મળે છે.પારિજાતના ત્રણ પાંદડા વાટી એક ગ્લાસ પાણીમાં ઉકાળવાં.ઉકળવા મૂકેલું પાણી અડધો ગ્લાસ થાય એટલું ઉકાળવું જોઈએ ત્યારબાદ તે ઉકાળો ઠંડો પડે એટલે ગાળી તેનું નિયમિત સેવન કરવાથી ઘૂંટણમાં પડતી તકલીફ દૂર થાય છે.

image source

નાળિયેરનું પાણી પણ ઘૂંટણની સમસ્યામાં લાભદાયક છે.ખાલી પેટે નાળિયેરનું પાણી પીવાથી ઘૂંટણની હલનચલન સરળ બને છે એક મહિના સુધી નિયમિત સવારમાં નાળિયેરનું પાણી પીવામાં આવે તો તેમાં રહેલા વિટામિન અને મિનરલ ઉપરાંત મેંગેનીઝ જેવા તત્વો ઘૂંટણને વધુ લચીલા બનાવે છે ઘૂંટણને કુદરતી ઓઈલ પૂરું પાડે છે. નાળિયેરમાં રહેલું કુદરતી ઓઇલ હાડકા તથા માંસપેશીઓને પણ મજબૂત કરે છે.

image source

ઘૂંટણમાં ગ્રીસની સમસ્યા હોય અને ચાલતી વખતે જો ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો આ આ ત્રણ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી સમસ્યા નિવારી શકાય છે.વધતી જતી વય અને વધતું જતું વજન ખાસ કરીને મહિલાઓમાં ઘુટણ ની સમસ્યા વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે .ઘૂંટણની સમસ્યાથી પીડાતી મહિલાઓ હાલકડોલક થઈ ને ચાલતી હોય છે તેમની ચાલ પરથી જ તેમને ઘૂંટણને સમસ્યા હોય તેવું ધ્યાનમાં આવી જાય છે તેમના માટે પણ આ ઉપાયો લાભદાયી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ