દરરોજ એક કલાક આ યુવાને કર્યું આ કામ અને જોત જોતામાં વજન ઘટી ગયું ૩૦ કિલો…

આઠ મહિનામાં ઘટાડ્યું ૩૦કિલો વજન


મેદસ્વીતાનો શિકાર બનનાર શિશિર નામનાં એક ૨૭ વર્ષીય યુવાને ઘટાડ્યું પોતાનું ૩૦ કિલો વજન. સોફ્ટવેર ડેવલોપર એવા શિશિરે જ્યારે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કર્યું ત્યારે તેનું વજન ૧૦૪ કિલો જેટલું હતું. ફક્ત ૮ મહિનાની અંદર તેને પોતાનું વજન ૩૦ કિલો સુધી ઘટાડયું.


આ યુવક નાનપણથી ખૂબ જ મેદસ્વિ હતો, વજન વધારે હોવાને કારણે તેને તેના માપનાં કપડા પણ કોઈ દુકાનેથી કે મોલ પરથી નહોતા મળી શકતા. તો ચાલો આજે જાણીએ આ લેખમાં આ યુવકે કેવી રીતે ઘટાડયું છે પોતાનું વજન.


જાણો તેના વજન ઘટાડવા માટેનો એને અપનાવેલ ડાઈટ પ્લાન

નાશ્તા દરમિયાન તે બાફેલા ૫ સફેદ ઈંડા, ૧ આખું ઈંડુ, સ્પ્રાઉટ્સ અને એક કપ બ્લેક કોફી પીતો હતો. જ્યારે મધ્યાહન ભોજનમાં એક પ્લેટ સલાડ અને એક કપ ગ્રીન ટી પીતો હતો.


રાત્રી ભોજનમાં પનીર સાથે થોડા શાકભાજી (તળેલા) ખાતો હતો અને ચા પણ પીતો હતો. તે ક્યારેક બહારનું સ્ટ્રીટફૂડ પણ ખાતો હતો પરંતુ તેના પર નિયંત્રણ અવશ્ય રાખતો હતો.

દરરોજ ૧ કલાક બેડમિંટન રમતો હતો


કસરત કરવા માટે આ યુવક દરરોજ ૧ કલાક સુધી બેડમિંટન રમતો હતો. જ્યારે જિમમાં પણ તે હળવી કસરતો કરતો હતો. આ સિવાય તે દરરોજ પૂરતી ઉંઘ પણ લેતો હતો. તે નિયમિત આ પ્રકિયા કરતો હતો.

ખાંડ વાળી ચીજવસ્તુઓથી દૂર રહે છે


આ યુવક બાળપણથી જ મેદસ્વિ હોઈ પણ હવે જ્યારે તેને આ વાતનો અનુભવ થયો કે બરાબર માપનાં અને મનપસંદ કપડા મળી શકતા નથી ત્યારે તેને વજન ઘટાડવાનો નિર્ણય કર્યો. હવે તેને ખાંડવાળી ચીજો ખાવાનું બિલકુલ ઓછું કરી નાખ્યું છે.

હવે ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરી દીધું


જ્યારે આ યુવકે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કર્યું ત્યારે તેને માર્કેટમાં મળતા વધારે ખાંડવાળા બિસ્કિટ, ઠંડાપીણા, બજારમાં મળતા જ્યૂસ વગેરેથી દૂર રહેવાનું નક્કી કર્યું.

વજન ઘટાડવા માટે આ યુવકે હવે ફાસ્ટફૂડનું સેવન પણ સદંતર બંધ કરી દીધું છે. હવે તેને વધારેથી વધારે લીલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ